________________
છે? તે નેમિકુમાર ક્યાં અને અમારી પુત્રી ક્યાં? તેથી આ વાત ફક્ત મને માન્ય છે તેવું નથી પણ સકલ ત્રણ ભુવનને પણ માન્ય છે પરંતુ અમારા જેવાના તેવા પુણ્યો હશે કે નહીં? એ અમે જાણતા નથી. પછી એ પ્રમાણે ઉગ્રસેન વડે કહેવાયેલ સર્વ હકીકતને જઈને કૃષ્ણને કહે છે. કોઇક રીતે એ પ્રમાણેની હકીકતને સાંભળીને તુષ્ટ હૈયાવાળી રાજીમતીની સખીઓ તેને સર્વ કહે છે અને વિશ્વાસને ધારણ નહીં કરતી રામતી વિચારે છે કે મારા વડે ઘણીવાર નેમિ જોવાયો છે પરંતુ મારા આવા મનોરથો ક્યારેય પણ થયા ન હતા કે આ મારો વર થશે. સુસંસ્કારિત પાયસ (ખીર) ક્યાં અને કડવા તેલની ધારા ક્યાં? અથવા સાકરનો પડો ક્યાં અને કડવી તુંબડી ક્યાં? શું આંબલીના વૃક્ષને પાણી પાવું ઘટે? કંઈક પણ આવી અઘટમાન વસ્તુ હમણાં સંભળાય છે. અને વિધિ વિચિત્ર છે તેથી અહીં કંઇપણ ઘટના બને પણ અમે તેને જાણતા નથી. આ પ્રમાણે વિચારતી બીજે દિવસે સખીઓની સાથે રાજીમતી ઘણાં કુમારોના વૃંદ સાથે કીડા કરતા નેમિકુમારને ઉદ્યાનમાં જુએ છે. કોઈક બાનાથી સખીઓ દૂર ગઈ ત્યારે લતાઘરમાં રહેલી રાજીમતી ગ્રાહકદષ્ટિથી તેને લાંબો સમય જુએ છે. પછી સખીઓની પાસે જઈ ભેગી થયેલી રાજીમતી પોતાને ઘરે ગઈ. પછી સંધ્યા સમયે સૂર્ય અસ્ત પામ્યા પછી અંધકારનો સમૂહ પ્રસરે છે અને મંદિરોમાં જેટલામાં મંગળ દીવા પેટાવાય છે તેટલામાં રાજીમતીને સર્વ અંગોપાંગમાં દાહ જવર શરૂ થયો. ઘણી અસ્વસ્થ થઈ અને સતત દીર્ઘ નિસાસાને મૂકે છે. (૩૪૧૬) પછી સખીજનોથી ખબર અપાયેલી માતા સંભ્રાન્ત થતી ત્યાં આવી. વિવિધ પ્રકારની શીતળ વસ્તુઓથી ઉપચાર શરૂ કરાયો.
અને આ બાજુ કિરણોના સમૂહથી સકલ જીવલોકને આશ્વાસન આપતો એવો ચંદ્ર ઉદયાચલ પર્વત પર ઊગ્યો. સર્વ પણ સખીઓ ભેગી થઈને રાજીમતીને મહેલની આગાશી ઉપર લઈ જાય છે અને ત્યાં ચંદ્રના કિરણોથી આલિપ્ત શરીરને જળથી ભીના વસ્ત્રો વડે ઢાંકે છે અને નાળ તંતુઓથી તથા કમળપત્રોથી વીંટે છે. કોમળ પાંદડાઓથી સંથારો પાથરીને તેના ઉપર તેને સુવાડે છે. પછી પંખાઓથી વીંઝે છે અને શરીર પર શીતલ મણિઓને તથા વિવિધ હારલતાઓને મૂકે છે અને મોતીઓને વાટીને મૂકે છે. આ પ્રમાણે જેમ જેમ શીતલ ઉપચારો કરાય છે તેમ તેમ તેનો દાહ અધિકતર વધે છે અને અસ્વસ્થ થાય છે તથા માતાવડે પૂછાયેલી તે કંઇપણ સાચું બોલતી નથી પણ ખોટા ઉત્તરો આપે છે. પછી માતા કહે છે કે હે સખીઓ તમારાવડે પૂછાયેલી આ સર્વ હકીકત કહેશે પછી તેમાંથી માલતી નામની પ્રોઢ સખીને ત્યાં મૂકીને ગઈ. પછી એકાંતમાં કંઈક હસતી તેને પૂછે છે કે હે પ્રિયસખી! તારા શરીરમાં શી પીડા થાય છે? તેને તું કહે જેથી હું તારું પ્રિય કરું? હવે રાજીમતી વિચારે છે કે આ મારી નિપુણ સખીઓને કંઈપણ અજ્ઞાત નથી તેથી અહીં કપટ ઉત્તરોથી શું? (અર્થાત્ જુઠા ઉત્તરોથી સર્યું) તેથી રાજીમતીએ તેને શરૂઆતથી માંડીને સર્વ નેમિનો સ્પષ્ટ વ્યતિકર કહ્યો યાવત્ બપોર પછી જોવાયો હતો ત્યાં સુધીનો અને હે સખી! હું વિચારું છું કે આ દષ્ટિ ગોચરમાં આવે છતે કોઇપણ કારણથી મારે હંમેશા અસાધારણ પ્રીતિ હતી પરંતુ હમણાં બીજી વાર્તાઓ સાંભળ્યા પછી આશા ઘણી વધી. ગુણથી એકાંતે ઉપશમનું ઘર, સર્વથા નિર્વિકાર ભાવવાળો એવો આ હમણાં સારી રીતે જોવાયે છતે તડ’ એમ કરતા મારી આશા પણ તૂટી એથી હે સખી! મારે
152