________________
દાહ થયો. પછી માલતી કહે છે કે હે સખી! તો પણ તું ખેદ ન કર. શકુનો અને નિમિત્તોથી નિશ્ચિત થયું છે કે તે તારો વર થશે. આ પ્રમાણે આ સર્વ સંકથાઓથી રાત્રી પસાર કરાઈ. પછી સૂર્યોદય થયે છતે માલતીની નાની બહેન માધવી ત્યાં આવી અને રાજીમતી અને નેમિનું સગપણ (વરણ) આજે છે એમ બોલતી સર્વને વધામણી આપી. પછી માલતીએ કહ્યું કે તું કેવી રીતે જાણે છે? તે કહે છે કે પ્રથમની રાત્રીએ રાજા સમુદ્રવિજયને ઘરે કૃષ્ણ ઉગ્રસેનાદિ સર્વ યાદવો મળેલા મારા વડે જોવાયા. કુતૂહલથી હું પણ ત્યાં રહી. પછી મારા દેખતા જ સર્વવડે લાંબી મંત્રણા કરીને કોર્ટુકિ નામનો નૈમિત્તિક બોલાવાયો. તેણે પણ ગણતરી કરીને આજે સગાઈનો દિવસ કહ્યો. પછી સર્વલોક ઊભો થયો. હું પણ ઊઠીને તારી પાસે આવી જેટલામાં માધવી આ પ્રમાણે કહે છે તેટલામાં ઉગ્રસેન રાજાએ મોકલેલ વૃદ્ધા કહે છે કે હે કુમારી! રાજા તને કહેવડાવે છે કે નેમિકુમારની સાથે આજે વેવિશાળ છે તેથી તું ઊભી થા અને સ્નાન વિશેષને કર અને બાકીનું માંગલિક કાર્ય પછી કરવું. (૩૪૩૯)
પછી રાજીમતી સ્નાન કરીને શૃંગારને કરે છે અને કૃષ્ણ વગેરે ભોગ રાજાને ઘરે આવ્યા. અતિમોટા પ્રમોદથી સેંકડો મંગળ અને વધપન સહિત સન્માન દાનાદિથી સકલજનને સન્માનીને વેવિશાળનો મહોત્સવ કરાયો. હવે થી સમુદ્રવિજય તથા શિવાદેવી અને કૃષ્ણાદિ સર્વે ખુશ થયેલા સ્વસ્થાને જાય છે. પછી લગ્નના દિવસ માટે પૂછાયેલ નૈમિત્તિક આ પ્રમાણે કહે છે કે હમણાં વર્ષાકાળ શરૂ થયો છે તેમાં અન્ય પણ આરંભો શાસ્ત્રમાં નિષેધ કરાયા છે અને મહર્તિક વિવેકીલોકને શાસ્ત્રોમાં લગ્ન કાર્ય વિશેષથી નિષેધ કરેલ છે. પછી કૃષ્ણ તથા સમુદ્રવિજયાદિએ નૈમિત્તિકને કહ્યું કે આ પ્રયોજનમાં વિલંબ થઈ શકે તેમ નથી.પરણવાને નહીં ઈચ્છતો નેમિ કોઇપણ રીતે મનાવાયો છે પછી શું થશે તે અમે જાણતા નથી તેથી હમણાં કોઈપણ શુભ દિવસ જણાવ. પછી તે શ્રાવણ મહીનાના શુદ સાતમના સ્વાતિ નક્ષત્રમાં લગ્નનો દિવસ જણાવે છે. બંને પણ પક્ષના લોકો લગ્ન માટે તૈયારી કરે છે. પછી જેટલામાં સર્વ વિવાહ સામગ્રી તૈયાર કરાઈ તેટલામાં દસ દશાહોં મળે છે અને કૃષ્ણ તથા બળદેવ પણ અને બાકીના યાદવો પણ રાજા સામંત અને મંત્રીઓની સાથે મળે છે. (૩૪૪૯) સકલ પણ નગરીમાં ગૃહાંગણમાં, ત્રણ રસ્ત, ચાર રસ્તે વિગેરે સ્થાનોમાં શ્રેષ્ઠ સુવર્ણ રત્નના ઢગલા કરાવીને પછી ઇચ્છા મુજબ કૃપણાદિને દાનો આપે છે. દેવભવનોમાં પૂજાઓ કરાવે છે બધા કારાગૃહ શુદ્ધ કરાવે છે. પછી કુલવૃદ્ધોનું, નગરવૃદ્ધોનું, અને બીજાઓનું વસ્ત્રભોજનાદિથી સન્માન કરે છે. પછી વિવાહનો દિવસ નજીકમાં હોતે છતે પરિતુષ્ટ થયેલા કૃષ્ણાદિ રત્નસિંહાસન પર નેમિને પૂર્વાભિમુખ સ્થાપે છે. શ્રેષ્ઠ કમળોથી ઢંકાયેલ છે મુખ જેના, પ્રશસ્ત પાણીના સમૂહથી ભરાયેલ, શ્રેષ્ઠ-રત્ન-સુવર્ણ-રૂપ-મણિમય કળશોથી કરાયેલ છે દુંદુભિઓના અવાજ જેઓ વડે એવા દેવો સહિત કૃષ્ણ વગેરે અભિષેક કરે છે. સુરભિ ગંધવાળા ગંધકાષાયી વસ્ત્રોથી શરીરને લૂછીને, કપૂર-અગરુ-કસ્તુરીથી મિશ્ર ગોશીષ ચંદનને લઇને સમગ્ર પણ અંગને લીંપે છે. પછી માલતી-મોગરો-સેવંતી આદિ શ્રેષ્ઠ સફેદ ફુલોથી માથાના વાળને શણગારે છે. શ્વેતસુવર્ણ-રત્ન-મોતીથી ઉત્તમદેવો વડે બનાવાયેલ શ્રેષ્ઠ મુગુટને મસ્તક પર સ્થાપે છે. આમળા જેવા મોટા મોતીઓનો અઢાર સેર વાળો, ગંગાના પ્રવાહની જેમ ભુવનમાં સારભૂત હાર તેના
153