________________
કંઠમાં પહેરાવે છે. મોતી અને મણિથી બનેલા બે બાજુબંધથી બાહુયુગલને શોભાવે છે: મોતીના કંકણહારોથી આંગળીના અગ્રભાગોનું મંડન કરે છે. દેવો વડે લવાયેલ શ્વેતરત્નોમાંથી સ્ફુરાયમાન થતા કિરણોના સમૂહવાળી અર્જુન સુવર્ણમય વીંટીઓથી આંગળીઓને પૂરે છે. ચંદ્રના કિરણો જેવા બે સફેદ સ્વચ્છ સૂક્ષ્મ રેશમી વસ્રો પહેરાવે છે અને કેડ પર વેવિશાળ વખતે પ્રાપ્ત થયેલી માળા (કંદોરા) ને બાંધે છે. (૩૪૬૧) હાથમાં પાંચ સુગંધવાળા પાનબીડાને આપે છે. પછી દેવીઓની સહિત કરાયો છે મંગળ શબ્દો જેઓ વડે એવી શિવાદેવી, દેવકી તથા રોહિણીદેવી તથા સત્યભામા, રુક્મિણી, જાંબવતી, લક્ષ્મણા આદિ ગંભીર વાજિંત્રો વાગવાની સાથે નેમિજિણંદના પોંખણા પોંખે છે. પછી સૌભાગ્યવંતી સ્ત્રીવર્ગ તથા સુરસુંદરીઓ હર્ષના ભારથી નૃત્ય કરે છતે, સર્વ માંગલિકો કરાયે છતે, તૂટતી છે સુંદર હારની શ્રેણીઓ જેઓની, અતિહર્ષથી ભરાયેલ મનવાળી એવી દેવીઓ વડે આગળ નૃત્ય તથા ગીત શરૂ કરાયે છતે વાગતી દુંદુભિઓની સાથે દેવોવડે સ્તવના કરતા સુશોભિત કરાયેલ ભગવાન દિવ્ય, શ્રેષ્ઠ રત્નમય, ચંદ્ર જેવા નિર્મળ રથમાં શ્વેત રત્નમય ભદ્રાસન પર બેસે છે. દસ પણ દસાૌં, કૃષ્ણ, રામ તથા શેષ યાદવ સમૂહ શિવાદેવી પ્રમુખ સર્વ પ્રધાન મહિલાઓ દેવીઓની સાથે ઉગ્રસેનના ઘરે જાય છે. હર્ષિત થયેલી દેવીઓ અને મનુષ્ય સ્રીઓ રાજીમતી કુમારીને સ્નાન કરાવે છે. વિલેપન કરે છે અને તેના મુખરૂપી કમળ પર કપૂર-પ્રમુખ સુસુગંધી શ્વેત દ્રવ્યોથી પત્ર વેલીઓ કરે છે. દેવીઓ વડે લવાયેલ સૂક્ષ્મ, સ્વચ્છ,ચંદ્રના કિરણ જેવું સફેદ વસ્ત્રમય દેવદૂ યુગલ ઉપર અને નીચે ધારણ કરે છે. ચંદન જેવી સફેદ દેહવાળી, શ્વેતકુસુમ અને આભરણ તથા શ્વેત કંચુકાવાળી, સ્તન પર લટકતો છે હાર જેને વિશે એવી તે સર્વપ્રકારે શ્વેતવર્ણવાળી સરસ્વતીની જેમ શોભે છે અથવા મનુષ્ય સ્રીઓ તથા સર્વ દેવીઓના રૂપનું અતિક્રમણ કરતી એવીને કહો તો ખરા કોની તોલે છે? આ પ્રમાણે તેના અતિ અદ્ભૂત રૂપ જોઇને લોક વિસ્મિત થયો અને કહે છે કે અહો! હંમેશા અયુક્ત કરનાર વિધિને આ એકની સાથે અનુરૂપ મિથુનનો સંયોગ કરતા આ એક કોઇપણ રીતે યુક્ત કાર્ય થયું છે અથવા તો વિધિ વડે પ્રભાવવાળા આશ્ચર્યોંથી બાકીના બધા અયુક્તો ભૂંસાવી નંખાયા એવો પ્રવાદ નગરીમાં દરેક ઘરે થયો. (૩૪૭૬)
અને આ બાજુ સૌભાગ્યવંતી સ્રીઓવડે તેવી જ રિદ્ધિથી તે પણ પોખાઇ. હવે લગ્ન નજીક હોતે છતે નેમિના વિવાહમાં આવવા માટે સમુદ્રવિજયના ઘરે જઇને કૃષ્ણ પ્રમુખ ઉત્સુક યાદવો સારી તૈયારી કરે છે. ઘણો સુંદર કરાયો છે શૃંગાર જેનાવડે, વધતો છે યૌવનનો ભર જેનો એવી તરુણી શ્રી નેમિપ્રભુની ઉપર ઘણાં મોતીઓની માળાથી મંડિત, સફેદ કુસુમોની માળાઓથી શોભિત, ચંદ્ર જેવું ઉજ્જ્વળ પવિત્ર મહાછત્રને ધરે છે. તથા શ્રી નેમિનાથની આગળ વારાંગનાઓના હાથોથી પ્રવૃત્ત થયેલ, રણકાર કરતા રત્નોના વલયોથી સહિત, ચંદ્રશંખ-મચકુંદ જેવો સફેદ શુભ ચામરોનો સમૂહ ઢળે છે. ગ્રહણ કરાયા છે પંખાઓ જેઓવડે એવી શ્રેષ્ઠ રમણીઓ બંને બાજુ ઊભે છે. સફેદ નિર્મળ વસ્રને હાથમાં લઇને બીજી સ્ત્રીઓ ઊભે છે. (૩૪૮૨) ચંદનથી ધવલ દેહવાળા, શ્વેત-કુસુમ અને આભરણ તથા-શ્વેત શ્રેષ્ઠ વસ્ત્રવાળા, કપૂરની રજના સમૂહથી અવલિપ્ત, શ્વેત ઉપકરણવાળા, સર્વ શ્વેત નેપથ્યથી ભૂષિત, ભાસુર ઇન્દ્રિનીલમણિની કાંતિવાળા, ઘણી ચંદ્રની જયોત્સ્યાથી ધવલ એવા નેમિ જિન અંજન
154