________________
પર્વતની જેમ શોભે છે. પછી સારથિ રથના શંખ જેવા સફેદ અશ્વોને હંકારે છે. કરાયેલ છે મંગળનો સમૂહ જેમની આગળ એવા નેમિજિન ચાલે છે. તેની બંને બાજુએ હાથીઓના સમૂહ પર આરૂઢ થયેલા રાજાઓ રહે છે. આગળથી શ્રેષ્ઠ ઘોડાના સમૂહોથી લાખો કુમારો ચાલે છે. પાછળ હાથીઓ પર આરૂઢ થયેલા દશ દશાહ તથા કૃષ્ણ અને રામ ચાલે છે. બાકીનો યાદવ સમૂહ પણ રથોના સમૂહ સાથે ચાલે છે. ઉત્તમ શિબિકાઓમાં આરૂઢ થયેલા સર્વ અંતઃપુરો ચાલે છે અને બીજી પણ મંગળથી વાચાટ શ્રેષ્ઠ મહિલાઓ ચાલે છે. ફરફર થતા ધવલ ધ્વજની માલિકાની મધ્યમાં રહેલો બંદીજનનો સમૂહ શ્રી નેમિપ્રભુના વિમલ ચરિત્રોને ગાય છે. તુષ્ટ કિન્નરીઓ ગાય છે. દેવો દુંદુભિ વગાડે છે ઇત્યાદિ સમૃદ્ધિથી શ્રી નેમિજિન રાજમાર્ગ પર અવતર્યા. હર્ષના કોલાહલવાળી નગરની સ્ત્રીઓ દોડે છે. રડતા એવા પોતાના સંતાનોને પણ છોડીને ચાલતી સ્ત્રીઓ વિઘ્નો કરે છે. (અથવા ઉતાવળ કરે છે.) પ્રાસાદ-પર્વત અને પૃથ્વી તળો પર લોકોની ભીડ જામી હૃદયથી હૃદય ભીંસાય છે અને શ્વાસ રૂંધાય છે. ધક્કા મુકી કરતી સ્ત્રીઓને કોઈક પણ કહે છે કે હે વાચાટી પાછી હટ. જ્યાં સુધીમાં આ સુભગ પસાર ન થાય ત્યાં સુધીમાં તેને જોઉં. તે પણ જવાબ આપે છે કે તું બીજી બાજુ જા કારણ કે બીજાની ઉત્સુકતાથી બીજો મૂર્ખ પણ પીવાતા અમૃતના કોગળાને છોડતો નથી. (૩૪૩૯) બીજીવડે પૂછાયેલી બીજી પોતાના હાથની આંગળીથી બતાવતી કહે છે કે રાજમતીનો વર છે એમ જે સંભળાયું હતું તે આ સુભગ પોતે છે. તે પણ કહે છે કે ખરેખર! સકળ ગુણના ભંડાર એવા આના ગૃહિણી શબ્દને ધારણ કરશે તે રાજીમતી જગતમાં ધન્યોમાં પણ ધન્ય છે. બીજી કહે છે કે આ સંયોગ અતિ સદ્ભૂત છે ભાગ્ય પણ આવાઓના સંયોગને સહન કરતો નથી તેથી અહીં શું થશે એમ હું જાણતી નથી. બીજી કહે છે કે આ તારું અમંગળ વચન નિષ્ફળ થાય. હે ભાગ્યે! તે ધન્યા પુણ્યથી પ્રાપ્ત થયેલા આના સંગમને અનુભવે. આ પ્રમાણે સંકથાઓ પૂર્વક હાથની આંગડીઓથી બતાવાતો, લોકની આંખરૂપી કમળની માળાઓથી પૂજાતો. પ્રખર લાખો પંડિતોની જીભોથી વર્ણવાતો, ઉન્માદવાળી કોડો ઉત્તમ રમણીઓથી સ્પૃહા કરાતો શ્રી ઉગ્રસેન રાજાના ઘરના ગવાક્ષમાં રમણીઓની નજીકના માર્ગમાં શ્રીનેમિજિન પહોંચ્યા. પછી રાજુલા સખીઓ વડે કહેવાઈ કે હે પ્રિયસખી! પ્રિયના લાવણ્યરૂપી અમૃતનું નયન પુટોથી પાન કરીને કૃતાર્થ થઈશ. તેથી જલદી આવ. (૩૫૦૨) આ પ્રમાણે ઉત્સુક સખીઓ વડે લઈ જઈને ઝરુખાની જાળીની અંદર રહેલી રાજીમતી ત્રણ ભુવનમાં ઉત્પન્ન કરાયો છે આનંદ જેના વડે એવા નેમિનિને જુએ છે પછી હર્ષના અતિરેકવાળી સખીઓ તેના પ્રત્યેક અવયવનું વર્ણન કરતી સમુદાયની શોભાને રાજીમતીને બતાવે છે. રાજીમતી પણ નેમિકુમારને જોતી હર્ષના આંસુના સમૂહને મૂકે છે અને તે સમૂહ સ્તનપર પડેલો પોષાય છે અને ક્ષણથી સુકાય છે. હવે વિસ્મય પામેલી સખીઓ વડે રાજીમતી પુછાઈ કે હે ભુવનસુંદરી! આ શું છે? પછી દીર્ઘ નિશ્વાસ નાખતી રાજીમતી કંઇપણ નથી એમ સખીઓને કહે છે. પછી ભયપામેલી તેઓ આગ્રહથી ફરી પૂછે છે. વિષાદ સહિત રાજીમતી તેઓને કહે છે કે એકાએક હું જાણતી નથી કે ક્યા કારણથી મારું અંતર છૂરીથી કપાય છે. હે સખીઓ! મારું હૃદય તથા જમણી ભુજા ફરકે છે, જમણી આંખ પણ ફરકે છે. પછી આ ભુવનમાં દુર્લભ સુભગ પતિને જોતી અને સર્વ
155