________________
અંગને વિચારતી એવી તેને હર્ષ રૂપી પરસેવાના પાણીના બિંદુઓ બંધાય છે અને ઘણો રોમાંચ ઉત્પન્ન થાય છે તેથી આંસુઓ સ્તનો પર પડીને પોષાય છે. પૂર્વોક્ત દુનિમિત્તોને વિચારતી મારા સર્વદેહમાં દાહજવર ઉત્પન્ન થાય છે તેથી આંસુઓ જલદી શોષાય છે.
પછી સખીઓ તેને કહે છે કે હે પ્રિય સખી! તું એમ અનિષ્ટ ન બોલ. આ તારું અમંગળ હણાયેલું છે. અમારા વડે સંભળાયું નથી અથવા તારાવડે કહેવાયું નથી. આ સુભગની સાથે લાંબો સમય સુધી નિરુપમ ભોગોને ભોગવ, હવે થોડું જ અંતર છે. તું કાયર નથી. આ તારો હૃદયવલ્લભ આવેલ છે. આ પ્રમાણે સખીઓ બોલે છે અને જેટલામાં જિનેશ્વર આગળ ચાલે છે તેટલામાં પૂરાયેલું છે દિશાનું વલય જેઓ વડે દીન મહાદુઃખથી ઉત્પન્ન થયેલ, સજજનોને નહીં સાંભળવા યોગ્ય, કેવળ કરુણાદિનું કારણ, કાનને કડવા એવા જુદી જુદી જાતિઓના પશુઓના કરુણ શબ્દોને સાંભળે છે અને જાણવા છતાં ભગવાન સારથિને પૂછે છે કે આ વિરસ સ્વર કોનો સંભળાય છે? (૩૫૧૬) પછી પ્રણામ કરીને સારથિ કહે છે કે હે સ્વામિનું! તમારા વિવાહમાં યાદવ વર્ગને ભોજન માટે અને મદ્યપાન કરનારાઓના વિલંક (૩૯) કાર્યને માટે જંગલમાં રહેનારા, ગામ નગરમાં રહેનારા, ગુફા-પર્વત-નિકુંજમાં રહેનારા, જુદી જુદી જાતિના જળચર-સ્થળચર અને ખેચર પશુઓના સમૂહો આ વાડામાં હઠથી લાવીને રુંધાયેલા, મરણના એક ભયવાળા, પોતપોતાની ભાષામાં બોલતા પશુઓનો આ અવાજ સંભળાય છે. આ મહાપાપને સાંભળીને જલદીથી વિરક્ત મનવાળો નેમિજિન સારથિને આ પ્રમાણે કહે છે કે તું રથને ત્યાં હંકાર જેથી સાક્ષાત્ તે પશુઓને જોઉં. સારથિએ પણ તેમ જ કર્યું. પછી મૃગરોઝ-સસલા-ડુક્કર-બકરા-ઘેટા-ભેંસાદિ પાંજરામાં પુરાયેલ તથા દોરડીથી બંધાયેલ, બેડીથી બાંધેલ કેટલાક વાડામાં પૂરેલા દ્વિપદ અને ચતુષ્પદના ભેદવાળા, મોર, તેતર, લાવકાદિ પક્ષીઓ, લાખો હરણા, અસંખ્ય ગોધા નોળીયા વગેરે નિર્દય પુરુષો વડે વીંટાયેલ, હલન ચલન રુંધાયું છે જેનું, ભયથી પીડિત અને કંપતા છે શરીરો જેઓના, શૂન્યમનસ્ક, ત્રસ્ત, મુકાઈ છે જીવવાની આશા જેઓ વડે, હતોત્સાહવાળા, ચકળવકળ આંખવાળા,એવા સર્વ પશુઓ રડતા પ્રભુવડે જોવાયા. (૩૫૨૫) કોઇપણ આચારના વશથી જણાયો છે પ્રભુના ભાવનો પરમાર્થ જેઓ વડે એવા પશુઓ પોતાના બાંધવ જેવા નેમિજિન જેવા છતે સમુત્સુક થયા. હે સ્વામિનું “છોડાવો છોડાવો' એ પ્રમાણે પોતપોતાની ભાષામાં આઠંદ કરતા પ્રભુના જ મુખને જોતા કહે છે. ગાઢ કરુણાના પરિણામવાળા, અતિશય સંવેગી, સંસાર રૂપી કેદથી નિર્વેદ પામેલા એવા સ્વામી તે સર્વને છોડાવે છે. તે પશુઓ પોતપોતાને સ્થાને ગયા. પછી નેમિ પોતાના રથને પોતાના ઘર તરફ વળાવે છે. હવે સંભ્રાન્ત કૃષ્ણ, સમુદ્રવિજય તથા શિવાદેવી તથા બળદેવ તથા શેષ યાદવવર્ગ પોતાના વહાનોને સ્થાપીને આવેલા જિનેશ્વરની આગળ ઊભા રહીને સર્વ ખિન્ન ચિત્તવાળા કહે છે કે હે પ્રભુ! આ શું? પછી પ્રભુ કહે છે કે હિતના અર્થી એવા બીજાઓને પણ જે ઉચિત છે તે મેં કર્યું. તે હિત શું છે? એમ કૃષ્ણ પુછયું એટલે જિનેશ્વર કહે છે કે તે હિત ધર્મ છે. પછી કૃષ્ણ કહે છે કે વિવાહ કર્યા પછી પત્ની સાથે ઘરમાં રહેતા ગૃહસ્થોને તે દાનાદિ ધર્મ શું ન થાય? પછી જિનેશ્વર કહે છે કે હે નરવર! નિપુણ તથા મધ્યસ્થ થઈને સ્વયં
(૪૮) વિલંક કાર્યનો અર્થ મને સમજાયો નથી છતાં પણ તેનો અર્થ ગૌરવ માટે થતો હોવો જોઈએ એવું મને લાગે છે તત્વ બહુશ્રુત ગમ્ય.
156