________________
જ પરિભાવના કર કે જે વિવાહમાં પ્રથમથી જ અટવીમાં રહેનારા, તૃણપત્રોના ભોજન કરનારા, નદી સરોવરના પાણી પીનારા, લોકથી બંધાયેલા, નિરપરાધી, મુગ્ધ, મરણના ભયથી પલાયન થવાના સ્વભાવવાળા,દીન એવા અસમર્થ હરિણાદિ જીવોને આટલા પ્રમાણથી પકડીને આમિષના રસથી આસક્ત એવા જીવોથી હણાય છે. આરંભમાં રત, નિર્દય મનવાળા, અજ્ઞાની, રાગદ્વેષથી બળતા એવા જીવોને અહીં ક્યો ધર્મ સંભવે? એક પંચેન્દ્રિય પ્રાણીને હણીને જીવ સાતમી નરકના દુઃખો મેળવે છે તો આટલા બધા જીવો હણવાથી શું થાય તેનું શું કહીએ? તેથી આ ભવ અને પરભવમાં વિવિધ બાધાઓનું કારણ બનતો હોવાથી ખરેખર વિવાહ જ પર તથા સ્વનો પણ અવિવાહ છે. લગ્નમાં વિપુલ ધનનો વ્યય કરાતો હોવા છતાં પણ ધર્મ થતો નથી અને યશ પ્રાપ્તિ પણ થતી નથી. ફક્ત પાપોને ઉપાર્જન કરે છે અને અવર્ણવાદને મેળવે છે. સ્રીને પરણતો ચાર ફેરાને ફરતો પોતાનું તથા વધૂનું ચારગતિ રૂપ સંસારમાં ભ્રમણને સૂચવે છે. હું પરણ્યો, હું પરણ્યો એમ બોલનારને પુછાય કે તું શું પરણ્યો? ત્યારે મૂર્ખ કહે છે કે કશું જ નહીં ત્યારે તે દુર્ગતિને પરણ્યો છે એમ જાણવું. (અર્થાત્ પરણનારો દુર્ગતિ સિવાય કોઇને પરણતો નથી) હે નરવરેન્દ્ર! પરણેલાઓને ગૃહસ્થવાસમાં કેવો ધર્મ? ગૃહસ્થનો ધર્મ વિવિધ પ્રકારના સેંકડો આરંભોથી સહિત હોય છે. અનંત જંતુજનના ઘાતથી સહિત હોય છે. દ્રવ્યને ઉપાર્જન કરીને તેના લાખમાં ભાગથી પણ દાન અપાતું નથી. જે અપાય છે તે પણ પ્રાયઃ દુભાતા દિલે અપાય છે. દાનથી બચવા માટે દરવાજા બંધ કરાય છે. યાચક જન ઘરમાં પ્રવેશ ન કરે તે માટે દરવાજા પર ચોકીદારો રખાય છે. આપતી વખતે પણ કડવા વચનો બોલીને અપાય છે. સંપૂર્ણ ભાવ શૂન્યથી અપાય છે. ગૃહસ્થોને દાનમાં કોઇક રીતે ક્યારેક શુભ ભાવ થાય છે તો પણ આરંભમાં તેના કરતા પ્રાયઃ અનંતગુણો અશુભભાવ હોય છે. ગૃહસ્થોને અશુભભાવ નિરંતર હોય છે અને શુભભાવ ક્ષણ ભંગુર હોય છે અને અશુભભાવથી શુભભાવ એકાએક ઢંકાય છે આથી જ કેવલી કહે છે કે
‘“જે સમગ્ર મહિવલયને સર્વ રત્નમય જિનમંદિરોથી વિભૂષિત કરે તો તેથી પણ ચારિત્ર મહા કિંમતી છે.’’ (પુષ્પમાલા ગાથા ૨૩૩) ૩૫૪૮ અને તેથી જ તે જ વખતે દીક્ષા ગ્રહણ કરેલ શુદ્ધ ચારિત્રવાળા ટંક સાધુને શકેન્દ્ર તથા ચક્રીપણ ભક્તિથી નમસ્કાર કરે છે. રાગાદિ દોષથી રહિત સાધુ જે સુખને મેળવે છે તેને સેંકડો ચિંતાઓથી શસ્થિત હૃદયવાળા કષાય અને કામથી નચાવાયેલા ગૃહસ્થ એવા સુરેન્દ્રો અને ચક્રવર્તીઓની સાથે લોકમાં કેવી રીતે સરખાવાય? ચારિત્રમાં લીન મનવાળા જીવોનું ચારિત્ર આ લોકમાં સુખના ફળવાળું થાય છે અને પરલોકમાં દેવ મનુષ્ય અને મોક્ષના સુખવાળું થાય છે. જેવી રીતે ઘણાં ઘણાં ગાંડાઓની વચ્ચમાં ડાહ્યો પોતાના ડાહપણની પ્રશંસા કરતો ગાંડાઓવડે ઘણું હસાય છે અને ડાહ્યો જ ગાંડો મનાય છે. ધતુરો પીધેલની જેમ મોહથી મૂઢ વિપરીત મતિવાળા વિષય રૂપી આમિષ (માંસ) માં આસક્ત થયેલા જીવોને દુઃખમાં પણ સુખબુદ્ધિ ઉપજે છે ‘દયાથી ધર્મ ’ એ વાત મૂઢ જીવોમાં પણ પ્રસિદ્ધ છે અને તે દયા સતત આરંભમય ગૃહસ્થ જીવનમાં કેવી રીતે હોય! હે કૃષ્ણ! તું વિચાર. સ્ત્રીજનનો પરિગ્રહ મૈથુનાદિ, ગૃહસ્થવાસમાં વિષયોની આસક્તિ આ સર્વ લોકમાં ચાંડાલોની સાથે પણ સાધારણ છે. મોહ મૂઢ અને અજ્ઞાનથી અંધ બનેલા એવા ઘણાંઓની પ્રવૃત્તિ હે
157