________________
નરનાથ! જાણેલો છે પરમાર્થ જેણે એવાઓને પ્રમાણ બનતી નથી. અનુકૂળ પ્રવાહમાં ઘણો લોક પડેલો હોય તો પણ પાણીથી તણાઈ જતો નથી જ્યારે પાણીમાં તરવામાં નિપુણ હોય તો પણ પ્રતિકૂળ પ્રવાહમાં જવાના લક્ષ્યવાળો પાણી વડે તણાય છે. અજ્ઞાનાદિથી વિષમ ઉન્માર્ગમાં ઘણાં પ્રયાણ કરે છતે લક્ષ્ય સ્થાનને પ્રાપ્ત કરતા નથી જ્યારે જણાયેલ છે માર્ગમાં આવતા દોષો જેના વડે એવો માર્ગનિપુણ તે માર્ગથી જ લક્ષ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી નરક મહાપુરમાં લઈ જનાર માર્ગસમાન સ્ત્રીઓને વિશે તથા દુઃખના ઘર એવા ગૃહવાસમાં સામાન્ય જનની જેમ હે કૃષ્ણ! મારું મન રાગી થતું નથી. સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થવાથી અને મનુષ્ય લોકમાં રાજા અને ચાંડાલના ભાવથી આ ગૃહસ્થપાસ બધાવડે પૂર્વે અનંતવાર પ્રાપ્ત કરાયો છે. (૩૫૬૧) ગૃહસ્થ વાસમાં દુઃખવાળા લાખો ફળો નરકાદિ ગતિમાં ભોગવાયા છે. તેથી જણાયેલ છે પરમાર્થ જેનાવડે એવો હું હમણાં ગૃહસ્થ વાસમાં ઉદ્વિગ્ન થયો છું. હે રાજાઓ! ઘણું કરીને સર્વ જીવોવડે પૂર્વે નહીં પ્રાપ્ત કરાયેલ શાશ્વત મોક્ષના સુખના ફળવાળા વિશુદ્ધ ધર્મનું જ હું સેવન કરીશ. આ સાંભળીને સમુદ્રવિજય તથા માતા શિવાદેવી રડે છતે રડતો કેશવ પગમાં પડીને કહે છે કે હે બાંધવ! તું જે કહે છે તે તેમ જ છે, સત્ય છે એમાં કોઈ સંશય નથી. પરંતુ શાસ્ત્રોમાં અને લોક વ્યવહાર માર્ગમાં આ પ્રસિદ્ધ છે અને તું પણ જાણે છે કે માતા-પિતા પૂજનીય છે. (૩૫૭૫) તો પછી તેઓને દુઃખી મૂકીને તું કેવી રીતે વ્રતને આચરીશ? હવે નેમિજિન કહે છે કે હે રાજન! આઓનું દુઃખ અસ્થાને છે હું દીક્ષા લઉં તેમાં એઓનું કંઇપણ સુખ ક્ષીણ થતું નથી કારણ કે તેઓને વિપુલ રાજય લક્ષ્મી છે, તું મારો આજ્ઞાકારી ભાઈ છે તથા રથનેમિ, સત્યનેમિ તથા દઢનેમિ ક્રમથી બીજા ત્રણ મારા સગા નાના ભાઈઓ છે તેઓ વૃદ્ધાવસ્થામાં આઓનું વિનયથી પાલન કરશે. તેઓ પણ ગુણથી જૂન નથી. અતિશય ગુણોના સમૂહથી યુક્ત પ્રિય પણ પુત્ર જરા મરણથી માતા પિતાનું રક્ષણ કરી શકતો નથી. કોણ પહેલા મરશે અને કોણ પછી મરશે કોણ કોના વડે પાલન કરાશે? અથવા કોણ કોનાવડે પાલન નહીં કરાય? તે જણાતું નથી કારણ કે કર્મ પરિણામ વિચિત્ર છે. હવે જો હું માતાપિતાને વલ્લભ છું તેથી ઘરમાં રહું તે પણ યોગ્ય નથી કારણ કે વનનો દાવાનળ વલ્લભ નથી. ઘરમાં ઉત્પન્ન થતો અગ્નિ ઘરમાંથી કઢાય છે. ખરેખર સંસાર વનનો દાવાગ્નિ છે. જે રાગ દ્વેષ રૂપ કષાયાગ્નિથી હંમેશા બળતો જ છે. તેથી હે કૃષ્ણ! ખરેખર જો હું તને અથવા માતાપિતાને વલ્લભ હોઉં તો મને રજા આપો જેથી હું દુરુત્તર એવા ભવરૂપી મહાસમુદ્રને તરું. પ્રવ્રજ્યા લીધેલો એવો હું તને અને માતા પિતાને દેવ-મોક્ષ-લક્ષ્મીના સંગમના સુખનું કારણ એવા ધર્મના દાનથી ઉપકારી થાઉં. જન્મેલા પુત્રો જુગાર, મધ અને વેશ્યામાં આસક્ત થાય છે અથવા હિંસા-અલીક-ચોરી આદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે અને જેઓ વિભવને જોયા વિના જ અકાળે મરી ગયા છે તેઓ વડે સંતાપ અને પાપબંધને છોડીને બીજુ માતા પિતાનું શું કરાયું? અને માતાપિતા મર્યા પૂર્વે પોતાની સ્ત્રીને પરવશ થયેલા મૂઢ જીવો માતાપિતાનો દુર્વિનય કરે છે તેઓ વડે પણ શું કંઇપણ સંતાપ નથી કરાયો? અને આ અનાદિ ભવસંસારમાં સર્વ જીવો સર્વ જીવોના પુત્રપણાથી તેમ જ માતાપિતાપણાથી થયા છે તથા સર્વ સ્વજનભાવો શત્રુપણાથી પરિણામ પામ્યા છે અથવા હે નરનાથ! અહીં કોણ કોનો પુત્ર, પિતા કે માતા છે?
158