________________
તેથી અહીં મોહ જ સ્વજન કે પરજન છે, મિત્ર કે શત્રુ છે, પરમાર્થથી વિચારવામાં આવે તો સર્વ જીવો સંબંધથી મુકાયેલા છે. આ પ્રમાણે શ્રી નેમિજિનના સુભાષિતોને સાંભળીને કૃષ્ણ વિચારે છે કે ગૃહાચારથી આનું ચિત્ત એવું વિરક્ત થયું છે કે ફક્ત અમે નહીં પણ દેવો પણ તેને પાછો વાળવા સમર્થ નથી. વીરપુરુષોને આ વ્રત (દીક્ષા) ઉચિત છે કાયરપુરુષોને દુષ્કર છે. (૩૫૯૩) આ પ્રમાણે વિચારતો મોહથી ભ્રાન્ત કરાયેલ છે વિવેક જેનો એવો કૃષ્ણ સમુદ્રવિજય રાજાની સાથે આકંદ કરવા લાગ્યો. પછી શિવાદેવી, યાદવો અને સર્વ અંતઃપુર તેવા દુઃખપૂર્વક પ્રલાપ કરે છે જેથી વૃક્ષો પણ રડ્યા. ભગવાન પણ સ્નેહની બેડીઓને તોડીને મોહસૈન્યનો પરાભવ કરીને સર્વને બોધ કરતા અને ત્યાગતા પોતાના ઘરે આવ્યા અને આ બાજુ દીક્ષા સમય પ્રાપ્ત થયો છે એમ જાણીને ત્યાં સારસ્વત આદિ સર્વ લોકાંતિક દેવો આવ્યા. (૩૫૯૭) ભગવાન પોતાનો દીક્ષા સમય સ્વંય જાણતા હોવા છતાં ભગવાનને બોધ કરવાનો અમારો અધિકાર છે એમ જાણી “સર્વ જગતના જીવોને હિતકારી એવું તીર્થ પ્રવર્તાવો.” એ પ્રમાણે લોકાંતિક દેવોએ ભગવાનને જણાવ્યું. દ્વારિકા નગરીના ત્રણાદિ રસ્તા પર અને સર્વ સ્થાનો પર દેવો અને યાદવો સુવર્ણના ઢગલાઓ કરે છે. શું ઇચ્છિત છે? એ પ્રમાણે વરવરિયા(વરવરિયા એટલે ઈચ્છિત વસ્તુનું દાન આપવા માટે કરાતી ઘોષણા. અથવા અભિષ્ટ વસ્તુ માંગવા માટે કરાતી ઘોષણા) ઘોષણા કરાઈ અને યાચકવર્ગને બહુવિધ રત્નો, વસ્ત્રો, હાથી તથા ઘોડાઓ અપાય છે. (૩૬૦૦)
અને આ બાજુ રાજીમતી પોતાના ઘર સન્મુખ(તરફ) પાછા ફરતા નેમિને જોઇને તથા દીક્ષાના પરિણામને સાંભળીને કુહાડીથી કપાયેલી વેલડીની જેમ તથા ઈન્દ્ર મહોત્સવ પૂર્ણ થયા પછી ઇન્દ્ર સ્તંભની જેમ ધસ’ કરતી પૃથ્વી પર ઢળી પડી. વિકલ થયા છે સર્વ અંગો જેના એવી મૂચ્છિત થઈ. સખીઓ દોડે છે અને બીજાને દોડાવે છે તથા ચંદન રસોથી તથા શીતળ જળોથી સર્વ અંગને સિંચે છે પંખાઓથી વીંઝે છે કોઈક રીતે પ્રાપ્ત થઈ છે ચેતના જેને એવી તે તેવા પ્રકારના પ્રલાપને કરવા પ્રવૃત્ત થઈ જેનું કવિઓ પણ વર્ણન કરવા સમર્થ નથી અને કહે છે કે હે ભાગ્ય! તું જ જાણે છે કે આ જન્મમાં મારી ભોગની ઇચ્છા કોઈક પણ કર્મના વશથી ન થઈ હોત તો હું સુખી હતી અને તે કોઈના પણ સુખને ખરેખર સહન કરતો નથી. અતિ અભૂત વરની પ્રાપ્તિને ઉપસ્થિત કરાવીને પછી તે ક્ષુદ્ર! ખોટા ભોગ પિપાસાના અનર્થને ઉત્પન્ન કરીને હું તારા વડે આ પ્રમાણે વિડંબિત કરાઈ તેનાથી તારાવડે અહીં શું મેળવાયું? તે કહે અથવા મારા વડે તારો કોઈ મોટો અપરાધ કરાયો છે એમ હું માનું છું. નહીંતર આ પ્રકારના મોટા દુઃખને તું કેવી રીતે કરે? રાંકડાને રત્નનિધિની જેમ મને તે વર બતાવીને પછી નિર્દય મનવાળા આના (વિધિ) વડે આંખો ઉખેડી નંખાઇ. જે હું તેને પ્રથમથી ઉચિત ન હતી તો પછી તે શા માટે યોગ કરાવ્યો? હે નિવૃણ! જે યોગ કરાવ્યો તો પછી શા માટે એકાએક વિયોગ કરાવ્યો? (૩૬૧૦) આખો પ્રસારીને જ થાકી, પવનથી કાજલ લઈ જવાયું. દુષ્ટ કૃતાંતવડે મારા મનોરથ રૂપી વૃક્ષો નાશ કરાયા અથવા જગતમાં પોતાના સુખદુઃખો (પુણ્ય-પા૫)ને છોડીને બીજો કોઈ હેતુ નથી જેથી પૂર્વે પણ નિસ્પૃહ એવી મને ભોગોના સુખો કોનાવડે અપાયા હતા? તથા હમણાં પણ આ દુઃખો કોનાવડે અપાયા? રૂપથી
159