________________
ન
અનુત્તર, ભુવનમાં અભ્યધિક ગુણોના સમૂહવાળા વરને સાંભળીને વિચાર્યા વગર એકાએક ભોગોમાં મનને કરતી એવી મારાવડે સ્વયં જ દુઃખો કરાયા છે પણ બીજા કોઇવડે નહીં. દેવીઓને પણ દુર્લભ એવો આ વર અમારા જેવીને કેવી રીતે સંભવે? આના વીતરાગપણાનો પણ મેં વિચાર ન કર્યો. (૩૬૧૫) અને કુબુધ્ધિઓના અવિચારિત કાર્યનું આ કેટલું માત્ર છે? (અર્થાત્ અવિચારિત કાર્યનું આ અલ્પફળ છે.) સ્વસ્થ આંખવાળો પણ વિચાર્યા વિના પ્રવૃત્તિ કરે તો પણ વિનિપાતને મેળવે છે. મારાવડે જન્માંતરમાં મોટું અશુભ કંઇક કાર્ય કરાયું છે જેથી પ્રમાણિત પુરુષોની પણ આવા પ્રકારની કીર્તિ (સ્થિતિ) થઇ. કૃષ્ણાદિ યાદવોની સમક્ષ પ્રથમ પરણવાનું સ્વીકારી પાછળથી નેમિપણ આવા પ્રકારનો વ્યવસાય કરે છે તો ત્યાં અમે શું કહીએ? જો પ્રથમ પરણવાનું કબુલ ન કરત તો આ દુઃખનો સમૂહ કોને થાત? પરંતુ મારે કોઇપણ રીતે આ દુઃખનો સમૂહ ભોગવવા યોગ્ય છે તેથી મારા કર્મનો દોષ છે પરંતુ જણાયા છે સર્વ ભાવો જેનાવડે એવા નેમિનો દોષ નથી કારણ કે મહાપુરુષોની પ્રવૃત્તિઓ પરિણામે અહિતકારી નથી અથવા હું આને સ્વપ્ન કે ઇન્દ્રજાળ અથવા મતિમોહ અથવા સુરમાયા કે કંઇપણ ન હોય એમ માનું છું. પરલોક વિશે બંધાયેલ છે લક્ષ્ય જેઓવડે, સુંદર છે હિત જેઓનું એવી જે કન્યાઓવડે હંમેશા સ્વપ્નમાં પણ પતિની પ્રાર્થના કરાઇ નથી તે કુલીન કન્યાઓને ધન્ય છે. પ્રિયના સંગથી જેઓ પાછા ફરેલા છે તેઓ દેવલોકથી પણ અધિક સુખને મેળવે છે અને જેઓવડે પ્રિયસંગ કરાયો છે તેઓને નરકથી પણ અધિક દુઃખ છે. આજે દેખાયો નથી, આજે ગુસ્સે થયો છે, સમ્યગ્ આલાપન કર્યું નથી, જોયું નથી, હસાયું નથી, ભાવપૂર્વક ક્રીડા કરાઇ નથી ઇત્યાદિ મહાચિંતાવાળા મૂઢ હૈયાવાળા, શૂન્યચેષ્ટાવાળા જીવોને નારકોની જેમ પ્રિયના સંગમાં અનંત દુઃખ થાય છે. (૩૬૨૫). આ પ્રમાણે બોલતી, રડતી, આંસુઓની ધારાઓથી સિંચતી બાહુલતિકાથી છાતીનું તાડન કરતી મુંઝાય છે. ફરી ફરી પણ પૃથ્વી પર પડે છે અને પોકારોને મૂકે છે, દૂર થયું છે ઉત્તરીય વસ્ત્ર જેનું, સરકી ગયું છે કટિવસ્ત્ર અને અંબોડો જેનો એવી રાજીમતી હારની આવલિઓને તોડે છે, વસ્રોને ફાડે છે, ચારે બાજુ આળોટે છે મણિવલયોને ફોડે છે, કેયૂરાદિને ફેંકે છે (૩૬૨૮) પડી ગયા છે કુંડલો જેના, શિથિલ થયો છે કંદોરો જેનો, પૃથ્વી પર વિખરાય ગયો છે ફુલોનો સમૂહ જેનો, હિમથી બળાયેલી કમલિનીની જેમ એકાએક કાંતિ વગરની થઇ. પછી સખીઓ વડે કહેવાઇ કે હે સુંદરી! રડ નહીં. વિષાદને છોડ, જે નિઃસ્નેહી, નિઃસ્પૃહ હોય તેની સાથે તારે શું પ્રયોજન છે? લોકવ્યવહારથી બાહ્ય રસને નહીં જાણનારો (સંસારના સુખને નહીં વિચારનારો) નિષુર,અદાક્ષિણ્ય, ગૃહવાસમાં ઉદ્વિગ્ન એવો તે હરણની જેમ વનવાસમાં રહે. હરિવંશમાં બીજા પણ લાખોની સંખ્યામાં શ્રેષ્ઠ રૂપ અને સૌભાગ્યવાળા, પરાક્રમ છે ધન જેઓનું એવા કળાઓમાં પારંગત, વાદી, ધીર, અનેક સેંકડો પ્રકારના યુદ્ધો કરવાથી ભુવનમાં વિખ્યાત ગુણમાં પ્રવર શાંબ પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારો છે. તેમાંથી તને જે ગમે છે તેની સાથે માતા પિતા તને પરણાવશે. હે સુંદરી! પછી તારે અહીં રડવાથી શું? નહીં ઇચ્છતા એવા તેને તું સંકલ્પ માત્રથી અપાઇ છે તેથી તું કન્યા જ છે. સ્વપ્નમાં વરેલીઓ અકન્યાઓ થતી નથી સખીઓ આમ બોલે છતે રાજીમતી ગુસ્સે થઇ અને કહે છે કે હે સખીઓ ! જો-બીજો કોઇ આ પ્રમાણે બોલત તો હું સહન ન કરત. (૩૬૩૬) કારણ કે ભોજરાજાના ઘરમાં ઉત્પન્ન
160