________________
થયેલી સ્ત્રી સામાન્ય સ્ત્રીઓની જેમ શું આ પ્રમાણે અનુચિત કાર્યને આચરે? નેમિવર થયો છે એમ ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે. અન્ય વરને વરીને શું હું કુળને મશીનો કૂચડો ફેરવું? અને બીજું હાથીઓના સમૂહનો નાશ કરનાર સિંહને છોડીને શું સિંહણ શિયાળના ગૃહિણી શબ્દને વહન કરે? વિકસિત કુમુદને (કુમુદ - ચંદ્ર વિકાસીકમળ અને નલિન - સૂર્ય વિકાસીકમળ) ચંદ્ર સિવાય બીજો કોઇ કિરણોથી સ્પર્શ કરતો નથી. નલિની સૂર્યના દર્શન વિના વિકાસ પામતી નથી. તો જીતાયા છે ત્રણ ભુવન જેના વડે એવા નિર્મળ ગુણવાળા નેમિજિનવરને વરીને શું અન્ય બીજા કોઈ સામાન્ય પુરુષને કોઈપણ હિસાબે રાજીમતી વરે? (૩૬૪૧) પહેલાં પણ અનર્થના ફળવાળા ભોગોનું મારે કંઇપણ પ્રયોજન ન હતું. અને હમણાં તો વિશેષથી પ્રયોજન નથી કારણ કે નેમિનડે ભોગો છોડાયા છે તો તે ભોગોથી મારે શું પ્રયોજન છે. તેથી હે સખીઓ! સાંભળો બીજુ વિશેષ કહેવાથી શું? તે મહાભાગ જે કાર્યને આચરશે તેને હું આચરીશ. જો લગ્નમાં તેના હાથના સ્પર્શનું સુખ નથી મેળવાયું તો પણ વતદાન માટે તેનો જ હાથ મારા પર મુકાય. આ પ્રમાણે કરાઈ છે મહાપ્રતિજ્ઞા જેનાવડે એવી રાજીમતી પોતાને ક્યાંય પણ સ્થાપન કરીને સંસારના સ્વરૂપની ભાવના કરતી કાળને પસાર કરે છે. (૩૬૪૫).
અને આ બાજુ ભુવનનાથ જેટલામાં દીક્ષા લેવા માટે દાન આપે છે તેટલામાં કૃષ્ણ, સમુદ્રવિજય, શિવાદેવી પ્રમુખ યદુવર્ગ દુઃખથી એવી રીતે રડે છે કે જેથી સર્વ સંગથી રહિત સકારુણ્ય ભાવવાળા મુનિઓને પણ ક્ષણભર દુઃખ ઉપજે. પોતાના ત્યાગના દુઃખથી દુર્બળ થયેલી દીન મુખવાળી, પ્રલાપ કરતી રાજીમતીને નેમિજન ઘણાં જનો પાસેથી સાંભળે છે અને તેના વડે મહા પ્રતિજ્ઞા કરાઈ છે તે પણ લોકો પાસેથી સાંભળે છે. તો પણ તેનું નિર્મળ મન નેહરૂપી કાદવથી ખરડાતું નથી ભવને મથન કરનારા નેમિનિન સંસારના સ્વરૂપને ભાવે છે જેમ કે- (૩૬૪૯)
આ મારા માતાપિતા નથી. કૃષ્ણાદિ મારા સ્વજનો નથી, રાજીમતી મારી ભાર્યા નથી. પરંતુ આ બાનાથી મારા મનને સુભિત કરી ચારિત્રરાજાના સૈન્યમાં મારો પ્રવેશ અટકાવવા માટે આ મોહરાજાના સૈન્યનો વિલાસ છે. નહીંતર માતા પિતાને પુત્રનો કે પરનો અથવા શો ભેદ છે? સેવા કરાયેલો પર પણ પુત્ર જ થાય છે અને નહીં સેવા કરાયેલો પુત્ર પણ વૈરી થાય છે. પોતાનો પુત્ર પણ માતાપિતાનું જરા અને મરણથી શરણ કરી શકતો નથી. જ્યારે ઉપચરિત (સેવા કરાયેલા) ઇતર પણ કોળીયાદિને આપે છે. સ્વજનો પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય ત્યાં સુધી ગાઢ સંબંધ રાખે છે તે સ્વાર્થ વિલીન થયે છતે સર્વ સ્વજનો પણ ક્ષણથી દૂર થાય છે. જો હું સર્વ પ્રકારોથી અહીં તે મોહના સૈન્યને ન હંકારુ ત્યાં સુધી મારા કાર્યમાં સહાય કરનારા ભલે ઉદાસીન (દિલગીર) રહે અને મોહના બળથી જ ચલિત વિવેકવાળી રાજીમતી પણ ભલે પ્રલાપ કરે. પણ તે મોહ દૂર ગયે છતે મારા આચરણનું બહુમાન કરશે. અને આ અનાદિ સંસાર રૂપી સાગરમાં આ હંમેશનો વ્યવહાર છે મોહના બળથી રુંધાયેલા જીવો ચારિત્ર રાજાના સૈન્યમાં પ્રવેશ માત્રને પામતા નથી અને તેની ચારિત્રરાજની પ્રવૃત્તિને પણ જાણતા નથી. (૩૬૫૭) તેની પ્રવૃત્તિ સંભળાવે છતે તેનો દ્વેષ કરે છે. પછી કોઈપણ રીતે તે મોહસૈન્ય હણાયે છતે તે ભવમાં કોઈક વિરલ આત્માઓ કંઈક પણ ચારિત્રરાજાના સૈન્યને પ્રાપ્ત કરે છે
161