________________
અને ચારિત્રરાજ સૈન્યની સહાયથી ફરીથી તે મોહનું સૈન્ય હણાયે છતે જીવોવડે પછી ઉત્તરોત્તર પ્રધાન ગુણવાળા સુભટનો સંસર્ગ પ્રાપ્ત કરાય છે. ધનજન્મથી પછી કે ધનજન્મથી પૂર્વે હું અહીં ઉદાહરણ છું. હવે હમણાં અહીં તે ચારિત્રરાજાના સૈન્યના પ્રધાન ગુણવાળા સુભટનો સંગમ પ્રાપ્ત કરાયો છે જેના વડે એવો હું અનર્થ કરનાર મોહચટના બળવાન સૈન્યનો નાશ કરું. આ પ્રમાણે ભવભાવના રૂપી વજના પાંજરામાં રહેલા નેમિને મિત્ર-સ્વજન-ભાર્યામાતા-પિતાના બાનાથી મોહવડે મોકલાયેલ સ્નેહ પાશો આક્રમણ કરતા નથી ત્યારે નેમિ માતાપિતાને તથા યાદવવંગથી યુક્ત કૃષ્ણને મોહના વિગુણપણાને કહે છે. સંસાર દુઃખના ફળવાળો છે. સંસાર દુઃખના હેતુવાળો છે, સંસાર દુઃખના સ્વરૂપવાળો છે, આવા સંસારના સ્વરૂપને જણાવે છે અને ચારિત્રધર્મપક્ષના સગુણપણાને જણાવે છે. (૩૬૬૫)
પછી કમથી માતાપિતા ભાઈ-કૃષ્ણથી યુક્ત સમગ્ર યાદવોને પ્રતિબોધીને શુભ મનવાળા ધર્મની અભિમુખ કરાયા. પછી એક કરોડ અને સંપૂર્ણ આઠ લાખ સુવર્ણ પ્રતિદિન લોકોને ઇચ્છા મુજબ દાન આપે છે. આ પ્રમાણે એક વરસમાં ત્રણશો અઠ્યાસી કોડ અને એંશી લાખ સોનૈયા અપાયા. પછી આસનકંપથી નેમિ જિણંદના દીક્ષા સમયને જાણીને સર્વ દેવેન્દ્રો સર્વ રિદ્ધિથી આવ્યા. પછી તુષ્ટ થયેલ ભવનપતિ વાણવ્યંતર અને જયોતિષીના અસંખ્ય કોડ દેવ દેવીઓ તેઓની સાથે આવે છે. પછી દ્વારીકા નગરીથી આરંભ કરીને દેવીઓ સહિત, વિમાનો સહિત દેવોવડે સર્વ આકાશ ભરાયું. પછી ગગનમાં ઉદ્યોત જોઈને, દ્વારિકા નગરીનો ઊધ્વ મુખવાળો લોક આવતા સુરવરના સમૂહોને જુએ છે. પછી સુરવરો આખી નગરીમાં પંચવર્ણવાળા કુસુમોની વૃષ્ટિને તથા સુગંધી જળની વૃષ્ટિને તથા રત્નોની વૃષ્ટિને કરે છે. (૩૬૭૩) પછી વિસ્મિત હૈયાવાળા લોકોના જોતા જિનેશ્વરના ઘરે દેવોથી સહિત બત્રીશ ઇન્દ્રો (0) ગયા અને ત્યાં વિવિધ પ્રકારના ગંધોદક-કુસુમ અને રત્નોના સમૂહનો વરસાદ કરીને જિણવરિંદને નમે છે અને શ્રેષ્ઠ સ્તોત્રોથી સ્તવના કરે છે. આ શું? એ પ્રમાણે વિસ્મિત મનવાળો કૃષ્ણ પ્રમુખ યાદવ વર્ગ સર્વ ત્યાં મળે છે. પછી શકેન્દ્ર સમુદ્રવિજયની અને શિવાદેવીની પણ
સ્તવના કરે છે અને મધુરવાણીથી ઉપબૃહણા કરે છે તથા શ્રેષ્ઠ યાદવ ગણથી યુકત કૃષ્ણને કહે છે કે તું ધન્ય છે અને આ હરિવંશ પ્રશંસનીય છે અને રાજા સમુદ્રવિજય તથા શિવાદેવી વંદનીય છે કે જેઓને ત્રણ લોકમાં સૂર્ય સમાન, જીતાયેલ છે ત્રણ ભુવન જેના વડે એવો કામદેવ પણ જે મહાત્મા વડે બળાત્કારે હણાયો છે તેવો કુમાર પણ જેઓનો પુત્ર થયો છે. ઇન્દ્રોવડે નમાયેલ છે પગરૂપી કમળો જેના, ભરતવાસના ભુવનતળનું આભૂષણ એવા નેમિ જિનેશ્વર બાવીશમાં તીર્થકર થશે. (૩૬૮૦) આ પ્રમાણે સુર-અસુર સહિત ઈન્દ્રોના વચનથી પ્રતિબોધ થઈ તુષ્ટ થયેલા સર્વ યાદવો તથા દેવો જિનેશ્વરના દીક્ષા મહોત્સવને કરે છે. પછી નેમિજિનેશ્વરને સિંહાસન પર સ્થાપીને મણિ અને રત્નોથી નિર્મિત એક હજાર અને આઠ કળશો વડે સુગંધી જળથી સ્નાન કરાવે છે. પછી પ્રમાર્જન કરીને દિવ્યવિલેપનથી વિલિપ્ત કરાયું છે સર્વ શરીર જેનું, દેવોવડે લવાયેલ અમૂલ્ય એવા બે શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરાયા છે
(૪૦) ઇન્દ્રો ચોસઠ છે. ભવનપતિ ૨૦, વ્યંતર ૧૬, વાણ બંતર ૧૬, જયોતિષ-૨, વૈમાનિક-૧૦. પરંતુ અહીં વ્યંતર અને વાણ વ્યંતરના ઇન્દ્રો ભુવનપતિમાં અંતર્ગત કર્યા હોવાથી ૩૨ની વિવક્ષા કહી છે.
162