________________
જેનાવડે, કલ્પવૃક્ષના કુલો તેમ જ દિવ્ય આભરણોથી ભૂષિત કરાયું છે શરીર જેનું, કંઠથી ચરણ સુધી લટકતી છે શ્રેષ્ઠ રત્નોની વનમાળા જેની એવા નેમિજિન યાદવો અને દેવોવડે કરાયેલ રત્નમય ઉત્તરકુરુ નામની શિબિકામાં આરોહણ કરીને દિવ્ય રત્ન સિંહાસન પર બેસે છે અને સૌધર્મ તથા ઇશાન ઇન્દ્રો બંને બાજુથી ચામરો વીંઝે છે. (૩૬૮૬) સનતકુમાર છત્રને, માહેન્દ્ર શ્રેષ્ઠ ખગને, બ્રહ્માધિપતિ શ્રેષ્ઠ દર્પણને પ્રયત્નથી ગ્રહણ કરે છે. લાંતક કળશને, મહાશુક્ર સ્વસ્તિકને, સહસાર શ્રેષ્ઠ ધનુષ્યને ગ્રહણ કરે છે, પ્રાણતેન્દ્ર શ્રી વત્સને અને અય્યતેન્દ્ર શ્રેષ્ઠ નંદાવર્તને બાકીના ઈન્દ્રો બાકીના મંગળોને ગ્રહણ કરે છે. દેવીઓ જિનેશ્વરની આગળ નૃત્ય કરે છે. પછી દેવોવડે નંદીવાજિંત્રો ચારે બાજુ વગાડા છો, એક હજાર યાદવ રાજાઓથી તે શિબિકા ઉપાડાઈ. પછી તુષ્ટ મનવાળા દેવોના સમૂહો શિબિકાને વહન કરે છે. આગળ દુંદુભિ વાગે છે અને દેવો નાટક કરે છે. પ્રહર્ષિત હૈયાવાળી અપ્સરાઓ નૃત્ય કરે છે, શોકથી દુઃખી થયેલી રુકિમણી-શિવાદેવી પ્રમુખ યાદવીઓ રડે છે, શ્રેષ્ઠ હાથીઓ પર આરૂઢ થયેલા કૃષ્ણ અને સમુદ્રવિજયાદિ રાજાઓ તથા રથ અને અશ્વોપર આરૂઢ થયેલા કોડો યાદવો જાય છે. નેમિને ચારેય બાજુથી વીંટીને દેવો નિરંતર કરાયેલ છે ઉદ્યોત જેમાં એવા આકાશતળને વિમાનોથી ઢાંકે છે. (૩૬૯૪) ગંધોદકથી પૃથ્વીતળને સિંચે છે અને આકાશતળમાંથી શ્રેષ્ઠ સુગંધી કુસુમવૃષ્ટિને મૂકે છે તથા પ્રહૃષ્ટમનવાળા દેવો પગલે પગલે બંદિની જેમ શ્રી નેમિજિનના ગુણ સમૂહને ભક્તિ (પ્રીતિ) થી ગાય છે. વિવિધ અભિપ્રાયોથી દેવીઓ વડે તથા કરાયેલી છે વિવિધ સંકથાઓ જેઓ વડે એવી યાદવીઓથી બતાવાતો અને અભિલાષ કરાતો, કહેવાતો છે ગુણોનો સમૂહ જેનો અને પ્રશંસા કરાતો એવો નેમિ સહસામ્રવન ઉદ્યાનમાં પહોંચ્યો. છઠના તપથી શુદ્ધ અધ્યવસાયથી, વિશુદ્ધ થતી વેશ્યાઓથી ઉત્તરકુરુ શિબિકાથી ઉપર કરાયા છે ભુજદંડો જેઓ વડે એવા ઇન્દ્રો અને રાજાઓ વડે સ્તવના કરાતો શ્રી નેમિજિનેશ્વર નીચે ઉતરે છે. (૩૬૯૯) પછી પ્રભુ અલંકારો ઊતારે છે, કેન્દ્ર તે અલંકારો કૃષ્ણને અર્પણ કરે છે અને પછી સ્વયં પંચમુષ્ટિથી લોચ કરે છે. શક તે વાળને ગ્રહણ કરીને જિનેશ્વરને જણાવીને પરમ બહુમાનને પ્રાપ્ત થયેલો ક્ષીર સમુદ્રમાં વિસર્જન કરે છે. જ્યારે જિનેશ્વર દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે ત્યારે કેન્દ્રવડે દેવદુભિનો નિર્દોષ શાંત કરાયે છતે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હોતે છતે એક હજાર શ્રેષ્ઠ રાજપુત્રોની સાથે પ્રભુએ દીક્ષા લીધી. (૩૭૦૩) પછી સિદ્ધોને નમસ્કાર કરીને, મારે સર્વ પાપ અકરણીય છે એ પ્રમાણે ચારિત્રને - સ્વીકારે છે પછી ચારિત્રથી સહિત એવા પ્રભુને મનચિંતિત અર્થને પ્રગટ કરનારું મનુષ્યક્ષેત્રથી સીમિત એવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું કારણ કે આ અવસ્થિત (નિયત) ભાવ છે કે તીર્થકરો ગૃહસ્થાવાસમાં ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે અને ચારિત્રનો સ્વીકાર કર્યા પછી જ્યાં સુધી છદ્મસ્થ હોય ત્યાં સુધી ચાર જ્ઞાનવાળા હોય છે.(૩૭૦૬) :
આમ દિવસના પૂર્વ ભાગમાં દીક્ષા મહોત્સવને જોઈને લોક જાદવોની સાથે ગયો. કેન્દ્ર અને દેવો સ્વસ્થાને જાય છે. કાઉસ્સગ્નમાં રહેલા પ્રભુ નિશ્ચલ ધ્યાનથી તે દિવસ રાત્રી પસાર ' કરીને બીજા દિવસે દ્વારિકા નગરીમાં વરદિન્ન બ્રાહ્મણને ઘરે પરમાનથી પારણું કરે છે અને
ત્યાં પાંચ દિવ્યો પ્રકટ થાય છે દેવો સાડાબાર ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરે છે તથા કુસુમ વૃષ્ટિ તથા
163