________________
ગંધોદક અને રત્નની વૃષ્ટિ કરે છે. દુંદુભિ વગાડે છે, વસ્ત્રોના છેડાઓથી વીંઝે છે અને હર્ષિત થયેલા દેવો ‘અહોદાને અહોદાન’ એ પ્રમાણે સતત ઘોષણા કરે છે. પછી ઘાતિકર્મ રૂપી વનને તારૂપી અગ્નિથી બાળતા ભગવાન આર્ય તેમજ અનાર્ય દેશોમાં વિચરે છે. (૩૭૧૨).
અને આ બાજુ નેમિનાથ ભગવાનનો નાનો ભાઈ રથનેમિ કામબાણથી શલ્પિત અંગવાળો રાજીમતીના રૂપમાં ભાન ભૂલેલો અપૂર્વ વસ્તુઓના દાનાદિથી તથા ફળોને મોકલીને એવો વ્યવહાર કરે છે કે તેના ભાવને નહીં જાણતી રામતી પણ તે વસ્તુઓનો સ્વીકાર કરે છે. આ મારો દિયર નેમિનાથના સ્નેહથી મારી ભક્તિ કરે છે એ પ્રમાણે શુદ્ધમનવાળી અવિકારી તેની ભક્તિને સ્વીકારે છે. કિલષ્ટ ચિત્તપણાથી રથનેમિને એવો પરિણામ ઉત્પન્ન થાય છે કે આ મને ચાહે છે તેથી મારી ભક્તિનો સ્વીકાર કરે છે. આ પ્રમાણે ભાવના કરતો તેની પાસે જાય છે અને ભાભીના બાનાથી દુષ્ટચિત્તવાળો રથનેમિ તેનો નિત્ય પરિહાસ કરે છે. - હવે કોઈક દિવસે કામથી પીડિત એવા તેણે રાજીમતીને એકાંતમાં જોઈને તંબોલાદિ આપીને મર્યાદા મૂકીને કહ્યું કે હે સુંદરી! હું તારી સાથે પરણીશ. આ યૌવનને તું નિષ્ફળ કેમ કરે છે ?તું સ્ત્રી રત્ન છે તો પણ અહીં કોઈક રીતે મારા મૂર્ખ ભાઈ વડે તું ત્યાગ કરાઈ છે. તે પણ ભોગોથી ઠગાયો છે. પરતું શું નષ્ટ થયું છે? તારો આજ્ઞાકારી એવો હું પોતે છતે મારી સાથે લાંબો સમય સુધી વિપુલ ભોગોને ભોગવ, માતા મરે છતે ઉત્સુકોથી શું કંઈ પણ મેળવાતું નથી? પછી કામથી શલ્પિત રથનેમિના આવા વચનો સાંભળીને તેનો દુષ્ટભાવ રાજીમતી વડે જણાયો તેથી શુધ્ધ ધર્મમાં કુશળ રાજમતી તેને દેશનાદિથી પ્રતિબોધ કરે છે તો પણ આ પોતાના દુષ્ટ અધ્યવસાયથી કોઈપણ રીતે વિરામ પામતો નથી. અન્ય દિવસે રાજીમતી ગળા સુધી દૂધ પીએ છે પછી ઊલટી કરવા માટે મદનફળાદિ પીને ત્યાં આવેલા રથનેમિને કહે છે કે થાળ અને સુવર્ણમય કચોળા (વાટકા) ને લઈ આવ ને તેના વડે લવાયે છતે સમગ્ર પણ દૂધને વમે છે. પછી તેને ઉદ્દેશી ને કહે છે કે તું આ સર્વનું પાન કર. તે પણ કહે છે કે હે સુતનુ! શું હું કૂતરો છું? જેથી કરીને આ ઊલટીને પીવું? પછી રામતી પણ કહે છે કે આ ઊલટી ન પીવાય તેમ તું જાણે છે ? ત્યારે રથનેમિ કહે છે કે ફક્ત હું નહીં પણ બાળકો પણ જાણે છે કે આને ન પીવાય પછી રાજીમતી કહે છે કે જો એ પ્રમાણે છે તો હું પણ જગતપ્રભુ એવા નેમિ જિનવડે વમન કરાઈ છું તેમ તું જાણતો હોવા છતાં કેમ પીવાને ઈચ્છે છે? જે હું દોષોની ઘર છું એમ જાણીને તેનાવડે ત્યાગ કરાયેલી એવી હું ગુણોનું સ્થાન છું એવી પરિણતિ હે સુંદર! તને કેમ
લદીથી થઈ? સ્ત્રીઓ ખરેખર શારીરિક, માનસિક દુઃખોનું કારણ છે તેથી હિતૈષીઓએ દૂરથી જ તેનો ત્યાગ કરવો જોઈએ. અશુચિઓથી ભરેલી, સુવર્ણના ઢાંકણાવાળી, શ્રેષ્ઠ સુવર્ણની કોઠીઓની જેમ બહારથી સફાઈ કરેલી હોવાથી સુંદર અને અંદરથી અસાર એવી સ્ત્રીઓને વિશે પ્રભાતના દીપકની શિખાની જેમ અંદરના નિઃસ્નેહત્વને નહીં જાણતો લોક આકાર (રૂપ)થી જ મુંઝાય છે. વિદ્યુતની જેમ ચંચળ, ક્ષણમાં જોવાયેલ અને નાશ પામેલ રાગવાળી પ્રાયઃ નદીઓની જેમ નીચાણ તરફ વહેનારી, ચુડેલની જેમ સંતાપને કરનારી, ત્યાગ નહીં કરનારાઓને મોક્ષરૂપી મહાપુરના દરવાજા માટે અર્ગલા સમાન, નરકના માર્ગ સમાન એવી સ્ત્રીઓના મુખમાં મધ વસે છે, પરંતુ ચિત્તમાં વિષ છે. કોઈપણ રીતે પુણોથી
164