________________
પ્રાપ્ત થયેલ અને ભોગવાયેલ એવા મનુષ્યોના વિવેક રૂપી પરમાન્સને ક્ષણથી મધમાખીઓના મીણની ગોળીઓની જેમ વમન કરાવે છે. માયાનું ઘર, વિદ્વાનોને પણ દુર્લક્ષ્ય, અગ્રાહ્ય હૈયાવાળી; સેવા કરાયેલી એવી પણ વિફરે છે અને નહીં સેવા કરાયેલી પણ સંબંધ જાળવનારી (સીધી ચાલનારી) છે. (૩૭૩૭) આ પ્રમાણે સર્વપણ સ્ત્રીઓ દોષરૂપી સાપોને માટે કરંડિયા સમાન છે. જે હું દોષમય જ છું એમ જાણીને જાણેલા છે સંપૂર્ણ ભુવનના ભાવો જેણે એવા શ્રી નેમિનાથ વડે હું હમણાં ત્યાગ કરાઈ છું. તેથી પોતાના ભાઈ એવા તેના વડે ત્યાગ કરાયેલી એવી મને તું કેમ ઈચ્છે છે? તેથી હે મહાયશ! તે ધીર પુરુષના જ માર્ગને અનુસર અને સામાન્ય લોકથી આચરિત દુર્ગતિના કારણોનો ત્યાગ કર. ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેને એવો તે જ મહાભાગ જે કહેશે તેને હું કરીશ મારી મતિ અને ગતિ તે (નેમનાથ) જ છે બીજો નહીં. ભોગોને વિશે તેનું દઢ નિરીહપણું જાણીને મુંગો થયેલો રથનેમિ પોતાને ઘરે ગયો. (૩૭૪૨) અહો! એક કુક્ષિમાં જન્મ થયેલ મનુષ્યોનું અંતર જુઓ! એક મોક્ષમાર્ગની સાધના કરે છે અને બીજે નિરર્થક ઉદ્યમ કરે છે અથવા એક બીજમાંથી ઉત્પન્ન થયેલો પણ અંકુરો ઊર્ધ્વ જાય છે અને મૂળ નીચે જાય છે. વસ્તુનો પરિણામ વિષમ છે. આ પ્રમાણે ચિંતન કરતી રાજમતી નેમિના નિર્મળ ગુણોને વિશે દઢતર અનુરાગવાળી તથા સંવેગવાળી થઈ દિવસોને પસાર કરે છે. નિઃસંગ. નિર્મમ, નિરાશંસ, અકષાય, અવિષાદ, અકિંચન, અચલ શુભભાવ, ઉપસર્ગોથી અક્ષોભ, અશઠ, અમદ, અમત્સર, અભય, અવિકાર અને અનાળસુ, નિરુપમગુણોથી અલંકૃત પ્રતિદિન ઘનઘાતિ કર્મરૂપી પર્વતનું ચૂર્ણ કરતા એવા નેમિનાથ ભગવાન ચોપન દિવસ સુધી અપ્રતિબદ્ધ પૃથ્વીતળ પર વિચરે છે. ધ્યાન અને તારૂપી વજથી સર્વઘાતિ કર્મો ક્ષીણ થયે છતે વિહાર કરતા અનુક્રમથી ઉજજયંત પર્વતના શિખર પર સહસામ્રવન ઉદ્યાનમાં પધાર્યા ત્યારે અઠ્ઠમના તપથી આસો વદ અમાસના દિવસે પૂર્વ ભાગમાં, અપ્રતિહત, અનુત્તર, અપ્રતિપાતી, અનંત પરિમાણવાળું, લોકાલોકને પ્રગટ કરનારું એવું કેવળજ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. (૩૭૫૧) ચલિત થયું છે આસન જેનું એવા સર્વે ઈન્દ્રો અસંખ્ય દેવ-દેવીઓની સાથે ત્યાં આવ્યા. એક યોજન પ્રમાણ ભૂમિને વાયુથી શુદ્ધ કરે છે. ગંધોદકની વૃષ્ટિથી સર્વ પણ રજને શમાવે છે. પંચવર્ણ પુષ્પોના સમૂહથી કુસુમવૃષ્ટિ કરે છે. પછી મધ્યભાગમાં કેવળરત્નમય ગઢ વૈમાનિક દેવો રચે છે. જ્યોતિષી દેવો સુવર્ણમય બીજા ગઢની રચના કરે છે. ભવનપતિ દેવો રુખમય ત્રીજા ગઢને બનાવે છે. સર્વથી બહાર ચારેય દિશામાં મણિ સુવર્ણ રત્નોથી વિચિત્ર તોરણોને બનાવે છે. મણિરત્ન અને મણિસુવર્ણ મય કાંગરા બનાવે છે. સર્વરત્નમય દરવાજા, સર્વરત્નમય પતાકા અને ઈન્દ્ર ધ્વજ તથા ક્યાંક સુવર્ણમય ક્યાંક મણિરત્નમય પુતળી અને મગરના મુખાદિ વાળા ચાર છત્રો બનાવે છે. (૩૭૫૮) રત્નમય પીઠની ઉપર મણિમય પીઠ પર ચાર રત્નમય સિંહાસનો કરે છે અને અશોકવૃક્ષ અને પછી ચારેય બાજુથી કાલાગરુ કુંદરુકાદિના ગંધથી મનોહર ધૂપદાનીઓ વિદુર્વે છે. ચૈત્યવૃક્ષ, પીઠ છંદક, આસન, છત્ર તથા ચામરો તથા અન્ય જે કરવા યોગ્ય હતું તે બધું વાણવ્યંતર દેવો કરે છે. પછી તે સમવસરણમાં દેવો વડે રચાયેલ નવ સુવર્ણ કમળમાંથી બે ઉપર પગને મૂકતા પ્રભુ પૂર્વના દ્વારથી પ્રદક્ષિણા કરીને તથા તીર્થને નમીને પૂર્વ દિશામાં સ્થાપન કરાયેલ સિંહાસન ઉપર નેમિજિન પૂર્વાભિમુખ બેસે છે. તીર્થકરના
165