________________
પ્રભાવથી બાકીની ત્રણ દિશામાં તેને અનુરૂપ ત્રણ રત્નમય પ્રતિબિંબો દેવો વડે સ્થપાયા. (૩૭૬૪) પછી પ્રકર્ષ હર્ષિત મનવાળા બત્રીશ ઈન્દ્રો દેવોની સાથે આશ્ચર્યભૂત શ્રેષ્ઠ નાટકો કરે છે, ગંધોદક વાસથી વરસે છે. રત્નાવૃષ્ટિઓ કરે છે સિંહનાદ કરે છે અને હાથીના ગર્જરવને કરે છે. ચારે તરફ પડઘાથી પૂરાયેલી છે દિશાઓ જેના વડે એવી દુંદુભિ વાગે છે. બંદિની જેમ છડી પોકારે છે. ઘણાં ગંભીર સ્તોત્રોથી સ્તવના કરે છે.ઉદ્યોદિત કરાયા છે દિશાના વલયો જેઓ વડે, ઉન્મુખ કરાયું છે સર્વ પૃથ્વીવલય જેઓ વડે એવા દેવો સર્વ ગગનળને પૂરતા કૂદે છે અને નીચે ઊતરે છે. પછી દ્વારિકામાં યાદવોને કેવળજ્ઞાન મહોત્સવની ખબર પડી. પછી તુષ્ટ થયેલો કૃષ્ણ પ્રયાણ સામગ્રી તૈયાર કરવાનો આદેશ કરે છે. ધારણ કરાયું છે ધવલ છત્ર જેના ઉપર, ઐરાવણ સમાન શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થયેલ, સમુદ્રવિજય અને બળદેવથી સહિત, સાઈઠ હજાર દુદૉત કુમારોથી સહિત, એકવીશ હજાર વીરોથી સહિત, સોળહજાર રાજાઓથી સહિત, લાખો હાથી ઘોડા અને રથોથી સહિત, અડતાલીશ કોડ સુભટોથી સહિત, આવા સમૂહથી યુક્ત શ્રીકૃષ્ણ ચાલે છે. શિવાદેવી-રોહિણી-મિણી અને સર્વ અંતઃપુર તથા રાજમતી વગેરે સર્વ સ્ત્રીઓ અને યાદવીઓ સ્તોત્રોથી મિશ્ર એવા દુંદુભિના શબ્દને સાંભળે છે અને ક્રમથી દેવસમૂહોની સહિત ત્રણ ગઢને જુએ છે. સો યોજનથી અધિક ઇન્દ્રધ્વજને તથા ભગવાનની ઉપર ભગવાનના શરીરથી બાર ગણા ઊંચા અશોકવૃક્ષને જુએ છે.(૩૭૭૫) પ્રભુની ઉપર ચંદ્રના કિરણના સમૂહ જેવું નિર્મળ મોટું લટકતું મોતીનું અવસૂલ છે જેમાં એવા ત્રણ શ્વેત છત્ર સ્થાપન કરાયા. આ પ્રમાણે ક્રમશઃ જિનઝદ્ધિને જોતા હર્ષથી ભરેલા તેઓના અંગો શરીરમાં માતા નથી તથા ત્રણ ભુવનમાં પણ માતા નથી. પછી દૂરથી જ કૃષ્ણ હાથીના સ્કંધપરથી ઊતરે છે અને મુકુટ, છત્ર, તલવાર, તંબોલ અને પાદુકા અને બીજા ખગાદિ શસ્ત્રો અને સર્વ સચિત્તનો ત્યાગ કરે છે અને બાકીના રાજાઓ પણ આ પ્રમાણે કરે છે. (૩૭૭૯) હારથી શોભતું છે વક્ષસ્થળ જેનું, જુદા જુદા આભરણોથી ભૂષિત છે શરીર જેનું, બે પીળા વસ્ત્રથી યુક્ત, પરિવારથી યુક્ત, મસ્તક પર મૂકાયેલ છે અંજલિપુટ જેનાવડે, એકાગ્ર મનવાળો, જય જય એ પ્રમાણે બોલતો ભક્તિના સમૂહથી ભરાયેલ છે શરીર જેનું, આનંદિત થયેલો એવો તે કૃષ્ણ સમોવસરણમાં પ્રવેશે છે. (૩૭૮૧) પૂર્વે વર્ણન કરાયેલ સ્વરૂપવાળા સિંહાસન ઉપર બેઠેલા, ખેચર-મનુષ્ય-દેવોની સભાની મધ્યમાં કાંતિથી દીપ્તા પુનમના ચંદ્ર જેવા મુખવાળા, વિશાળ કાન સુધી પહોંચેલ છે શ્વેત નયન જેના, શરીરમાંથી નીકળેલ પ્રચંડ તેજને ભામંડલ વડે જીતીને સુકર કરાયેલ છે તેજ જેનું, અર્ગલા (આગળિયા) જેવું સરલ છે ભુજદંડ. જેનું, શ્રી વત્સથી અલંકૃત છે વિશાળ વક્ષસ્થળ જેનું, દસ ધનુષ્ય ઊંચું છે શરીર જેનું, આનંદિત કરાયો છે સકલ તૈલોક્ય જેનાવડે એવા નેમિનિને પરિવાર સહિત કૃષ્ણ જેટલામાં જુએ છે તેટલામાં હર્ષથી પુલકિત અંગવાળો, નિશ્ચયથી સુકૃતાર્થ કરાયો છે પોતાનો જન્મ જેનાવડે, ત્રણ પ્રદક્ષિણા કરીને ભૂમંડલ પર મુકાયા છે જાન હાથ અને મસ્તક જેનાવડે, જોડાયો છે અંજલિપુટ જેનાવડે, નિરુપમ સ્કુરાયમાન થયો છે સંવેગ જેનો તથા ઇન્દ્રવડે ઘોંઘાટ અટકાવાયે છત, દેવો એકાગ્રમનવાળા થયે છતે સમગ્ર યાદવ વર્ગ ઉપયોગ પૂર્વક સાંભળે છતે કુતૂહલાદિના કારણે શેષ સભા પણ શ્રવણમાં એકાગ્ર થયે છતે, પોતાની શક્તિથી અને ભક્તિથી પ્રેરાયેલા
166