________________
કૃષ્ણ સ્તવના કરવાની શરૂઆત કરી. (૩૭૮૮) તે આ પ્રમાણે
ભવરૂપી સમુદ્રની દુઃખલહરીઓમાં નાખનાર મોહથી સંત્રાસિત, નિષ્કરુણ, વિષય-કષાય પિશાચોથી ગ્રસાયેલ, રાગ, રોષથી સંતપ્ત, નાશ નથી થયા જરા અને મરણ જેના એવો હું હે નેમિજિન! હે ઇન્દ્રિયને દમનારા મુનીન્દ્ર તારી પાસે આવ્યો છું, તારું શરણ થાઓ. (૩૭૮૯)
બે વિશુદ્ધ પાંખવાળો હંસ જેમ વિમલ સરોવરમાં વસે છે તેમ હે પ્રભુ! માતા અને પિતા બંને પક્ષ શુદ્ધ છે જેના એવો તું જેના વિમલસરોવર જેવા નિર્મળ ઉદરમાં વસ્યો તે શિવાદેવીને નમસ્કાર થાઓ. પવિત્ર કરાયું છે ત્રણ ભુવન જેનાવડે, ગુણોનો ભંડાર એવો તું જેનો પુત્ર થયો છે તે શ્રી સમુદ્રવિજય પૃથ્વીપર ચિરકાળ સુધી વિજયી થાઓ. (૩૭૯૦)
વળી તમારું મુખકમળ પુનમના ચંદ્ર જેવું છે, તમારી બે સફેદ આંખો કમળના પાંદડા જેવી દીધું છે, તમારી મરકતામણિ જેવી નિર્મળ છાતી સુખદાયક છે. હે પ્રભુ! તમારી ભુજાઓ નગરના દરવાજાની અર્ગલા સમાન શોભે છે. (૩૭૯૧)
ડાબી ભુજાના અગ્રભાગ પર લાગેલા વાસુદેવને ધરીને જે ડોલાવે છે અને તેવા વાસુદેવના હે પ્રભુ! તમે પતિ છો એમાં અમને આશ્ચર્ય લાગતું નથી. જે આંગળીઓથી ત્રણ પણ ભુવનને તોલે છે અને તણખલાની જેમ ફેકે છે તેની કોણ પ્રશંસા કરી શકે? (૩૭૯૨) આ તરુણપણામાં કોણ કામદેવને ઉખેડે? સુરુપ, સ્નેહાળ સ્ત્રી રત્નને કોણ છોડે? રાજ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરીને ભોગવ્યા વિના કોણ છોડે? તથા પર્વત પર ચઢવા સમાન વ્રતને કોણ ગ્રહણ કરે? (૩૭૯૩)
શ્રી ઉજ્જયંત મહાગિરિ પર પ્રાપ્ત કરાયો છે ઉદય જેના વડે, કેવળજ્ઞાન રૂપી કિરણોથી કદર્શિત કરાયો છે મોહરૂપી મહા અંધકાર જેના વડે, શિવરૂપી દ્વીપાંતરમાં જવામાં અસ્ત નહીં પામેલા અપૂર્વ સૂર્ય જેવા એવા હે નેમિ! તારા ચરણને હું નમસ્કાર કરું છું. (૩૭૯૪)
દેવ સમૂહથી સંસ્તવ કરાયેલા ચંદ્ર જેવા નિર્મળ, ત્રણ ભુવનમાં લોકોના મનને હરણ કરનારા, નાશ કરાયો છે પાપ મળ જેનાવડે, બીજાઓ વડે સ્વપ્નમાં પણ નથી પ્રાપ્ત કરાયો સંગમ એવા હે પ્રભુ! તારા નિરુપમ અનંતગુણની સેવા કરનારો થાઉં.(૩૭૯૫)
હે ત્રિભુવન લક્ષ્મી તિલક! હે દયાનિલય! હે શ્રી નેમિપ્રભુ! ભયંકર ભવરૂપી અટવીમાં ભ્રમણ કરવાથી ચિરકાલથી સંતાપિત, કોઈક રીતે પ્રાપ્ત થયો છે તારા ચરણ રૂપી કલ્પવૃક્ષ જેને, તે ચરણરૂપી કલ્પવૃક્ષના ઉપયોગમાં પ્રાપ્ત કરાયું છે વિન જેના વડે એવા મારું ભાવ દુશ્મનોથી રક્ષણ કરો. (૩૭૯૬)
આ પ્રમાણે અનુરાગ, ભક્તિ અને સંવેગથી ભરાયેલા કૃષ્ણ ત્રણ જગતના બંધુ શ્રી નેમિજિનની સ્તવના કરીને પંચાંગપ્રણિપાત કરે છે. હર્ષથી ઊંચા કરાયા છે ભુજના અગ્રભાગ જેઓ વડે એવા દેવ તથા શકેન્દ્રોવડે થી સમુદ્રવિજય તથા શિવાદેવી પ્રશંસા કરાયા. જ્યાં આવો નરરત્ન જનમ્યો છે તે તમે જ ધન્ય છો, તમારું જ કુળ જગતમાં સુકુળ છે, હરિવંશ તે જ વંશ છે કે જેમાં કુમારભાવમાં પણ સ્કુરાયમાન થયું છે માહભ્ય જેનું, દઢ રીતે હણાયેલ છે ભુવનના એક મલ્લ એવા કામદેવનું સૈન્ય જેનાવડે, ત્રણ ભુવનમાં પ્રદીપ સમાન એવા ભગવાન અરિષ્ટ નેમિ જન્મ્યા છે. એ પ્રમાણે શકેન્દ્રની વાણીથી તથા જિનેશ્વરની રિદ્ધિને જોઈને
167