________________
સમુદ્રવિજય રાજા, શિવાદેવી, સત્યભામાદિ તથા સર્વે યાદવો અને યાદવીઓ હર્ષથી પુલકિત અંગવાળા સમકાળે શ્રી નેમિના ગુણોના સમૂહને સ્તવવાનું શરૂ કર્યું. (૩૮૦૨)
ઘણી સ્તુતિઓના આ ઘોઘાંટોથી કાનમાં પડેલા શબ્દો કંઈપણ સંભળાતા નથી ત્યારે પ્રભુના સમ્યમ્ (સ્પષ્ટ) દર્શનને માટે દેવો પણ નાટકનો આરંભ કરે છે. નાટક કરનારાઓને માટે ઉપર કરાયું છે કલ્પવૃક્ષ જેમાં, જેમાં સ્ત્રી જન વિચરી શકે એવો સક્ષમ, પ્રવર છંદવાળા એવા રંગમંડપને દેવો વિદુર્વે છે. ઢોલ ઠીકઠાક કરાય છે, વીણા મંત્રીઓ સ્થાપિત કરાય છે, દેવસમૂહ શ્રેષ્ઠ વેણુમાં સ્થાપિત કરેલ શ્રેષ્ઠ રાગને ગાય છે. (૩૮૦૫)
કમળના પાંદડા જેવી છે આંખો જેઓની, ચંદ્રના જેવું મુખ છે જેઓનું, ગાલની પાળી પર લટકતું છે શ્રેષ્ઠ મણિકુંડલ જેઓનું, કસ્તુરીના તિલકવાળી, કુંદરુના ફળ જેવા હોઠ છે જેઓના, સુવર્ણ જેવી વર્ણવાળી, સુગંધી દ્રવ્યથી કરેલા અંગરાગવાળી, ઘણાં પુષ્ટ સ્તનપર ઘસાતો એવો શ્રેષ્ઠ હાર છે જેઓના કંઠમાં, ગંભીર નાભિમંડલવાળી, ત્રણ રેખા રૂપી ત્રણ તરંગ છે પેટના મધ્યભાગમાં જેઓના, કેયૂર અને કંકણના સમૂહથી ભૂષિત છે ભુજા રૂપી લતાઓ જેઓની, રણકાર કરતી છે મણિમેખલાઓ જેઓની, છોલાયેલા છે ચંપકવૃક્ષ જેવા ઉરુ રૂપી થાંભલાઓ જેઓના, શ્રેષ્ઠ ઝાંઝરથી ભૂષિત છે ચરણ જેઓના, કાચબા જેવા ઉન્નત છે પગ જેઓના, લાલ નખરૂપી મણિઓમાંથી નીકળેલી કિરણોની પંકિતઓથી રંજિત કરાઈ છે દિશાઓ જેઓ વડે. અશોકવૃક્ષના પાંદડા જેવા છે લાલ કરતલ અને કમળ જેવા છે ચરણતલ જેઓના, રણકાર કરતા મણિઓના વલયવાળી છે ભુજાઓ જેઓની એવી રંભા, તિલોતમાં, મેનકા, ઉર્વશી, શ્યામા, રોહિણી, અલંબુસા, મિશ્રકેશિકા અને તારકાદિ દેવીઓ ત્રણ જગતના નાથ એવા પ્રભુની આગળ શ્રેષ્ઠ ભક્તિના ભરને વહન કરતી નૃત્ય કરે છે. (૩૮૧૨) સવિલાસથી ઉલ્લાસિત કરાયેલ સુંદર હાવભાવથી ઝણ-ઝણ અવાજ કરતા સુવર્ણના વલયો છે જેની ઉપર એવી જંઘાવાળી, કંપતા નિતંબ સ્થળ પર સરકતી મણિની મેખલાવાળી છે નાડીઓ જેઓની, પ્રકટિત થતા નાભિમંડલ પર શીઘ ઉલ્લાસિત થતી છે અંગલતિકાઓ જેઓની, ભરાવદાર સ્તન પર સરકાવાથી તૂટતા છે મોટા હારો જેઓના, ભૂકુટિના ભંગથી ભંગુર, કટાક્ષના વિક્ષેપથી ધવલિત કરાઈ છે દિશાઓ જેઓ વડે, ગાઢ કાળા કેશના અંબોડામાંથી ગળતા કુસુમોથી કરાયેલ છે પગર જેવડે, નંદનવનના ચંદન, કસ્તુરી અને કપૂરથી વાસિત કરાયું છે શરીર જેઓ વડે, તેની વાસમાંથી નીકળેલી પરિમલમાં લુબ્ધ થયેલ ભમરાઓથી રુંધાયેલ છે ગગન જેઓ વડે, પ્રકટિત કરાયો છે વિચિત્ર ઘણાં હાવભાવને પ્રકટ કરતો અંગવિલાસનો સાર જેઓ વડે, સદ્ભાવના સારને બતાવવા ત્રણ પ્રકારે વિભાગ કરાતું છે શરીર જેઓ વડે, શ્રી નેમિજિનેશ્વરના ગુણોના બહુમાનમાં તત્પર, નૃત્ય કરતી એવી દેવાંગનાઓ વડે સ્વર, ગ્રામ, મૂચ્છ, તાલ અને અનુલંકિત રાગોથી યુક્ત, સર્વદોષોથી રહિત, વાગતા વેણુ-વીણામૃદંગ-ઢોલ આદિથી રમણીય સુલલિત ગીત શરૂ કરાયું અને શ્રી ઋષભાદિ જિનેશ્વરોના ચરિત્રોથી બદ્ધ(યુક્ત) શ્રેષ્ઠ ગીતો તથા શ્રી અરિષ્ટનેમિના મનોહર ચરિત્રોને ગાય છે. તે નર્ણિકાઓ પણ નેમિચરિત્રોને ગાય છે અને ભણે છે, ઘણી ભકિતના રંગના ભરથી નિર્ભર એવી તેઓ ફરીથી પણ નૃત્ય કરે છે. આ પ્રમાણે નાટક કરાયે છતે અને સકલલોક શાંત થયે છતે, દેવ
168