________________
તથા કૃષ્ણ પ્રમુખની સભામાં શ્રી જિનેશ્વર ધર્મને કહે છે. (૩૮૨૨) તે આ પ્રમાણે
આ સંસાર અનાદિનો છે અને જીવ પણ અનાદિનો છે સામાન્ય(પ્રવાહ)થી તેને જ્ઞાનાવરણાદિ કર્મનો સંયોગ અનાદિનો છે. આ કર્મ સંયોગ અભવ્યોને અનાદિ અનંત છે અને ભવ્યોને અનાદિ સાંત છે પણ વિશેષ (વ્યક્તિ)થી મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગોથી કર્મનો સંયોગ થાય છે અને આ કર્મ સર્વ જીવોને સાદિ સાંત છે. અને આ કર્મ સંયોગ અકામનિર્જરા -બાલતપ -ક્રિયા-સમ્યક્ત્વ-જ્ઞાન -વિરતિ આદિ ગુણોથી અવશ્ય નાશ પામે છે તેથી સર્વ જીવોને સાદિસાંત જ છે અને તે કર્મપુદ્ગલના સંયોગના પ્રભાવથી સર્વેપણ જીવો અનંતાનંત પુદ્ગલ પરાવર્તન સુધી અનાદિ વનસ્પતિ નિગોદમાં (અવ્યરહાર રાશિમાં) વસે છે. અને તે એક નિગોદ શરીરમાં અનંતા જીવો ભેગા કરાય છે અને આવા અસંખ્ય નિગોદના સમુદાયો ભેગા થઈને એક ગોળારૂપે પરિણામ પામે છે. અનંતા જીવો સાથે ઉચ્છવાસ લે છે, સાથે નિશ્વાસ મૂકે છે, સાથે આહાર કરે છે, સાથે જ આહારને પરિણમાવે છે, સાથે ઉત્પન્ન થાય છે, સાથે મરણ પામે છે, સ્થાનદ્ધિ મહાનિદ્રા અને ગાઢ જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલોના ઉદયથી પોતાને પણ જાણતા નથી બીજાને પણ જાણતા નથી, શબ્દને સાંભળતા નથી, રૂપને જોતા નથી, ગંધને સૂંઘી શકતા નથી, રસને જાણી શકંતા નથી, સ્પર્શને જાણતા નથી, કાર્ય, અકાર્ય (હિતા -હિત) નું સ્મરણ કરતા નથી, ઈચ્છામુજ્બ ચાલતા નથી, ફરકતા નથી, ઠંડીને યાદ કરતા નથી, તડકામાં જતા નથી. ફક્ત તીવ્ર, વિષની વેદનાથી અભિભૂત અને મહા -મઘના પાનથી ઉન્મત્ત અને મૂર્છિત થયેલ પુરુષની જેમ યથોક્ત (ઉપર કહયા મુજબ) અવ્યવહાર રાશિમાં વસીને કોઇક રીતે તથાભવ્યત્વ અને ભવિતવ્યતાના નિયોગથી કંઈકપણ તેવા પ્રકારના નાશ પામેલ છે કર્મપુદ્ગલના સંયોગો જેના એવા જીવો અનાદિ નિગોદમાંથી નીકળીને કેટલાક સાધારણ વ્યવહાર વનસ્પતિમાં આદુ સૂરણ ગાજર -વજ્રકંદાદિ સ્વરૂપથી ઉત્પન્ન થાય છે અને ત્યાં શસ્ત્રોથી છેદાય છે. શિલાઓમાં ચૂર્ણ કરાય છે. ઘટીઓથી પીસાય છે, શિલાઓમાં ચૂર્ણ કરાય છે, ધંટીઓથી પીસાય છે, કડવા અને તીક્તાદિ રસોની સાથે મિશ્રણ કરાય છે, અગ્નિમાં પકવાય છે. દાવાગ્નિથી બળે છે અને રસાસક્ત જીવોવડે ખવાય છે અને પછી નિર્જરિત થયેલ છે તથાવિધ કર્મનો લેશ જેઓનો એવા કેટલાક જીવો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. અહીંથી અપ્લાયમાં જાય છે અને ત્યાંથી તેઉ કાયમાં જાય છે અને ત્યાંથી વાયુકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી કોઈક રીતે પ્રત્યેક વનસ્પતિ પણાને પામે છે અને અહીં પૃથ્વીકાયમાં મુઙ્ગરાદિથી જીવો ફોડાય છે. ભીંતાદિમાં ચણાય છે, કોદાળી - આદિથી ખોદાય છે, પગોથી મસળાવાય છે. ઠંડી-તાપ-જળ-પવનછાણાદિ શસ્ત્રોથી હણાય છે. અપ્લાયમાં રહેલા જીવો તરસથી શુષિત ગાય-મનુષ્યો આદિવડે પીવાવાથી શોષાય છે, ક્ષાર-ખાત્ર (છાણ) તીક્ત -કટુકાદિ શસ્ત્રોથી હણાય છે.
અગ્નિકાયમાં રહેલા જીવો કાષ્ટાદિથી છેદાય છે. ઉંબાડીયાદિથી ખટખટાવાય છે, પાણીઆદિથી બુઝાવાય છે, અન્નથી પરિપૂર્ણ થાળના તળીયાદિથી ચૂરાય છે. હિમ-શીત-કાંજી આદિ શસ્ત્રોથી હણાય છે. વાયુકાયમાં રહેલા જીવો વીંઝણ-પિટ્ટન-તાડના-ગરમ-પવનાદિથી મરાય છે.
પ્રત્યેક વનસ્પતિકાયમાં રહેલા જીવો પરશુ આદિથી કપાય છે, તડકાથી સુકાય છે. હાથી
169