________________
આદિથી ભંગાય છે. સાંધાઓ મરડાય છે. મગ-જુના- તલાદિ મુશળ અને ખાંડણીયાથી ખંડાય છે, ઘંટીમાં દળાય છે, પત્રાદિથી મસળાય છે, ઔષધાદિ કાર્યમાં કપાય છે, પ્રચંડ પવનાદિથી ઉખેડાય છે, ઊંટ ગાય-ભેંસાદિથી ખવાય છે, દાવાનળથી બળાય છે, શીતાપ આદિ શસ્ત્રોથી હણાય છે. આ પ્રમાણે પૃથ્વી આદિમાં દુઃખી થયેલા જીવો અસંખ્ય અવસર્પિણી -ઉત્સર્પિણી સુધી ફરી ફરી ઉત્પન્ન થઈ ક્યારેક તેમાંથી નીકળેલા દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રય સ્વરૂપ વિકવેદ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ યુક્ત-અયુક્ત (સારાસાર)ને જાણતા નથી, અવકતવ્ય બોલે છે. આ પ્રમાણે શૂન્યમનસ્ક ભમે છે. અશુચિ- કાદવાદિમાં આસક્ત બને છે. નીચાઊંચા (વિષમ) સ્થાનમાં આળોટે છે. શૂન્યમનસ્ક રહે છે. અગ્નિ આદિમાં તેમ જ તેલાદિમાં પ્રવેશ કરે છે. વાવ નદી આદિમાં ડૂબે છે. હિતને પણ છોડે છે, અહિતને આચરે છે. જળઅગ્નિ-ચૂર્ણ-ક્ષાર-શિલા-પથ્થર ઢેફા-કાષ્ટાદિ સમૂહથી હણાય છે. આ પ્રમાણે વિકસેન્દ્રિયોમાં સુધાદિથી પીડા પમાડાતા અસંખ્ય કાળ સુધી રહીને અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આ પ્રમાણે આઠ ભવ ઉત્કૃષ્ટથી વસીને ફરી એકેન્દ્રિયાદિ ગતિમાં જઈને કોઈક રીતે સંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા નાકથી વીંધાય છે. દોરડા દોરડીથી બંધાય છે. વૃષણ - પૂંછડાદિના છેદને પામે છે, હળમાં જોતરવામાં આવે છે, ગાડામાં જોડવામાં આવે છે, પીઠ ઉપર પાણી ભરેલી પખાલ આદિ મુકાય છે અને બીજો પણ મહાભાર સ્કંધ અને પીઠ પર વહન કરાય છે, તીણ મહાપરોણાથી વશમાં રખાય છે, ચાબુકોથી મરાય છે, ઢેફા અને લાકડીઓથી હણાય છે, ભારથી આકાંત થયેલાઓના પીઠ અને સ્કંધના માંસો ખુલ્લા થાય છે, તેમાં કીડાના સમૂહો ઉત્પન્ન થાય છે અને બીજા ભારથી આકાંત થયેલાઓના અંદરથી સાંધાઓ તૂટે છે અને પૃથ્વી પર પડે છે અને ટળવળે છે, બીજા સુરથી શરીરમાં દંભાય છે, કરુણ રડે છે, અનાદિ ક્ષણીક વેદના સમુદ્દઘાતને અનુભવે છે અને બીજા હરણ-સસલા-ડુક્કર-પક્ષી-માછલાદિ જુદા-જુદા પ્રકારની વિટંબણા કરીને શિકારીઓ વડે મરાય છે. માછીમારો વડે બંધાય છે. માંસના રસમાં આસકત જીવોવડે ખવાય છે. પરસ્પર પણ ભક્ષણ કરાય છે. તડફડતા તીવ્રસુધાને સહન કરે છે. મહાતૃષાથી પીડાય છે. ઠંડીથી નિશ્રેષ્ટ થાય છે. તડકાથી સંતાપ કરાય છે. વરસાદમાં પાણીના પ્રવાહોથી તણાય છે અને માછલા-સાપ-ચિત્તા અને સિંહાદિ તેના માંસને ખાય છે. જીવ સંઘાતને હણે છે. દૂર ચિત્તવાળા બને છે. રૌદ્રધ્યાન કરે છે. મહાનરકોમાં પડે છે અને વિલાપ કરતા ઘટીકા યંત્રોમાંથી ખેંચીને કઢાય છે. વજન કાંટાવાળી શિલાઓ પર અફડાવાય છે, મહાચિતાઓમાં નંખાય છે. વજન કાંટાવાળા શાલ્મલિ વૃક્ષોની સાથે ભેટાવાય છે, કરવતોથી ફડાય છે, તલવારોથી છેદાય છે, શૂળોથી ભેદાય છે, મહાશૂળોમાં પરોવાય છે, તપેલી તેલવાળી કડાઈમાં તળાય છે, મહાકુંભીઓમાં પકાવાય છે, પોતાના માંસો ખવડાવાય છે, તપાવેલ ત્રપુ-તેલ અને તાંબાને પીવડાવાય છે, અસિપત્ર તૃણને જુએ છે અને તેની સન્મુખ દોડે છે અને ત્યાં અસિ, શક્તિ, બરછી, બાણ, ભાલાદિથી છેદાય છે. વૈતરણી નદીને જુએ છે અને તેની સન્મુખ જાય છે. મહાગ્નિથી ગરમ થયેલ લાલચોળ રેતીના સમૂહમાં બળે છે અને ત્યાં ચણાની જેમ લાંબો સમય તડતડ ફુટે છે અને વૈતરણીમાં તપેલા લાખરસની સમાન ચરબી-માંસ અને લોહીના પ્રવાહમાં ડૂબેલા લાંબો સમય સુધી પીગળે છે પછી તપેલી
170