________________
લોખંડની નાવડીઓમાં આરોપણ કરાય છે, બીજી જગ્યાએ પરસ્પર હણાય છે અને મહાશીત-ઉષ્ણ-સુધા-પિપાસા આદિ દુઃખોને સહન કરે છે. ઈત્યાદિ નરકની મહાવેદનાઓના દુઃખને પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણકાળ સુધી અનુભવીને ફરી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે અને ફરીથી પણ નરકમાં, ફરીથી માછલાદિમાં, ફરીથી પણ નરકમાં ફરી માછલાદિમાં પછી એકેન્દ્રિયાદિમાં, ફરી માછલામાં, ફરી નરકમાં, આ પ્રમાણે અનંતકાળ સુધી ભટકીને ક્યારેક કોઈક રીતે અનાર્યદેશોમાં ચાંડાલાદિમાં મનુષ્ય જન્મને મેળવે છે અને ત્યાં પણ અભોજ્ય, અપેય, અગમ્ય, ભોગાદિથી મહાનરકમાં પડે છે આ પ્રમાણે ફરી પણ અનંતભવ ભમીને વચ્ચે વચ્ચે જાતિકુલાદિથી વિશુદ્ધ પણ મનુષ્યપણાને મેળવીને જીવો ક્યાંક સ્પર્શેન્દ્રિયના વશથી, ક્યાંક રસનેન્દ્રિયની વૃદ્ધિથી, ક્યાંક ગંધના પ્રિયત્નથી, ક્યાંક ચક્ષુની લોલુપતાથી અને ક્યાંક શ્રવણેન્દ્રિયના રાગથી, ક્યાંક ક્રોધી સ્વભાવથી, ક્યાંક માનના ઉન્મત્ત ચિત્તપણાથી, ક્યાંક માયાની બહુલતાથી, ક્યાંક લોભની વિટંબનાથી, ક્યાંક શોકની વિધુરતાથી, ક્યાંક પ્રેમના પાશથી, ક્યાંક ધનની તૃષ્ણાથી, ક્યાંક દારિદ્ર દુઃખાર્ત-વશ-પરાધીનતા પામવાથી, ક્યાંક મહાકૃપણ પણાથી, ક્યાંક દુઃશીલ કુટુંબની સંસ્થાપન (આજીવિકાદિ)ની ચિંતાની વિટંબનાથી, ક્યાંક કલહ વિવાદ કરવાના સ્વભાવથી, ક્યાંક તીવ્ર મહા મિથ્યાત્વના ઉદયથી સંપૂર્ણ મનુષ્યભવ હારીને ફરીથી પણ જીવો નરકાદિમાં અનંતા ભવો ભમે છે.
આ પ્રમાણે મિથ્યાત્વરૂપી અંધકારથી આંધળા થયેલા જીવો કર્મના વશથી સંસારમાં અનંતા લાખો પુદ્ગલ પરાવર્તન સુધી ભમે છે. (૩૮૨૩) લોકમાં વાળના અગ્રભાગ જેટલું પણ કોઈપણ સ્થાન નથી જ્યાં જીવને પૂર્વે અનંતીવાર જન્મ મરણ પ્રાપ્ત ન થયા હોય. એવું કોઈ વિષયસુખ નથી અને વિષય સુખથી ઉત્પન્ન થયેલ એવું કંઇપણ દુઃખ નથી કે જે જીવો વડે પ્રાપ્ત ન કરાયું હોય પરંતુ આ જિનધર્મ પ્રાપ્ત કરાયો નથી. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે અને નામ ગોત્રની વીસ કોટાકોટિ સાગરોપમની છે. જીવો યથાપ્રવૃત્તકરણથી જીવો આ સાતેય કમની સ્થિતિ ખપાવીને અંતઃકોટાકોટિ જેટલી કરે છે ત્યારે ગાઢ રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિને પામે છે. (૩૮૨૮) અહીંયા સુધી સર્વે જીવો અનંતીવાર પ્રાપ્ત થયા છે. પરંતુ અપુણ્યશાળી જીવો કરી પણ પડીને મૂળમાં ગયા. ફરી પણ સંક્લિષ્ટ અધ્યવસાયથી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે. આ પ્રમાણે અભવ્યો આગળ ઉપર સમકાલ (સમકાળ એટલે અભવ્યો ભૂતકાળ અનંત ભમ્યા છે અને તેની સમાન ભવિષ્યકાળ અનંત ભમશે અર્થાત્ ક્યારેય નિખાર નહીં પામે.) સંસારમાં ભમશે. નજીકના કાળમાં સંસારમાંથી સિદ્ધ થનારા જીવો અપૂર્વકરણ રૂપી વજથી તે ગાંઠને પર્વતની જેમ અપૂર્વ વીર્યને પ્રાપ્ત કરીને ભેદે છે. અનિવૃત્તિકરણમાત્રથી અતિશય શુદ્ધ સ્વરૂપને અંતઃમુહૂર્ત સુધી અનુભવીને તે કૃતપુણ્ય જીવો મોક્ષરૂપી મહાકલ્પવૃક્ષનું મૂળ, અનંતસુખનું કારણ, લાખો તીવ્ર દુઃખનું વારણ એવા સમ્યકત્વ રત્નનિધિને રાંકડાની જેમ પ્રાપ્ત કરે છે. (૩૮૩૩) આ પ્રમાણે જે વિષયમાં મૂઢ થયેલા એવા જીવો દુર્લભ જિનધર્મને મેળવીને હારે છે તે જીવો પોતાના હાથથી સંસારના દુઃખોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે કરુણાબુદ્ધિથી નેમિનાથવડે ધર્મ કહેવાય છતે, સંસારના
171