________________
આત્માનું હિત ઇચ્છનારે તેનો દૂરથી ત્યાગ કરવો. નહીંતર આ સમ્યગ્દર્શન જે જરાપણ કલુષિત થશે તો પૂર્વ પ્રમાણે આ મોહ વગેરે બળવાન બનશે. પછી પૂર્વના અપકૃત્યોને યાદ કરતાં ઘણાં ગુસ્સે થયેલા દાંતથી કચકચાયેલ છે હોઠ જેઓએ એવા તેઓ ગુસ્સા સહિત ગળામાં પકડીને નિશંકપણે ખેંચી જશે અને પોતાને વશ કરશે પછી નિર્દય એવા તેઓ અધિક પીડા કરશે આથી હે વત્સ! દુષ્ટ એવા આઓના થોડા પણ અવકાશ (તક)નું રક્ષણ કરવું. પછી સમગૂ આરાધિત એવો આ સમ્યગ્દર્શન મહા-અમાત્ય સમયે તારી યોગ્યતાને જાણીને નમ્રજનને મહાવાત્સલ્યવાળો, સર્વસુખના સમૂહને આપનાર એવા તે ચારિત્રધર્મમહાચક્રવતીને બતાવશે અને ગાઢ ભક્તિથી આરાધન કરાયેલ પરિતુષ્ટ થયેલ સમ્યગ્દર્શન પોતાના શરીર સ્વરૂપ પરમ વલ્લભ, જગતમાં ગૌરવ સમાન, મહાસામ્રાજ્યને આપનાર શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત સંપૂર્ણ સુખની ખાણ સમાન, સમગ્ર ગુણથી પૂર્ણ એવું લક્ષ્મીગૃહના વાસખંડ સમાન દેશવિરતિ અને સર્વવિરતિ નામની પોતાની બે પુત્રી કમથી આપશે અને અતિનિપુણ જનને રંજનીય એવી તે બે દુરારાધ્ય છે. સર્વથા તે બેના ચિત્તના કાલુષ્યને નહીં ઉત્પન્ન કરતો અને સેવતો એવો તું સુખની પરંપરાને અનુભવતો કમથી પરઐશ્વર્ય શ્રેષ્ઠ, નિઃસીમ-અનંત સુખથી યુક્ત, અપ્રતિપાતિ, સકલ તૈલોક્યની ઉપર નિવૃત્તિપુરના પરમેશ્વરપણાને પામશે. પછી આને સમ્યક સાંભળીને, ક્ષણથી સ્વીકારીને કરાયેલું છે થાયોપથમિક સમ્યકત્વ સ્વરૂપ બીજું રૂપ જેના વડે એવા સમ્યગ્દર્શનનો સેવક થઈને પ્રહણમનવાળો ગુરુના બે પગને નમીને, પરિવાર સહિત વિશ્વસેનકુમાર પોતાને ઘરે ગયો. પછી ગુરુના વચનોને યાદ કરતો અને ગુરુએ બતાવેલી વિધિથી સમ્યગ્દર્શનની સેવાને કરતો એવો આ દિવસોને પસાર કરે છે. પછી કર્મપરિણામે વિચાર્યું કે
અહો ! મેં મારી પ્રતિજ્ઞાનું લગભગ પાલન કર્યું છે. મારી ચિંતા લગભગ ચાલી ગઈ છે કે જે આ સમ્યગ્દર્શનને મળ્યો (પાયો). હવે પછી જો મારા ભાઈઓ આની ઉપર ઘણાં ગુસ્સે થાય તો પણ આનો સંસાર અપાઈપુદ્ગલ પરાવર્ત જ છે. કારણ કે પછીથી ચારિત્રધર્મના સૈન્યની પ્રૌઢ સહાયને લઇને નિવૃત્તિ પુરી પરમેશ્વરને અવશ્ય પ્રાપ્ત કરશે. * પછી કોઈક વખત આનો પિતા મરણ પામ્યો ત્યારે, રાજા થયેલો વિશ્વસેન કુમાર રાજ્યનું પાલન કરે છે અને કોઈક વખત નિરાનંદ, ભંગાયું છે અભિમાન જેનું, ઘણું કરીને ત્યાગ કરાયો છે વ્યાપાર જેના વડે એવા પોતાના પક્ષને જોઇને ગુસ્સે થયેલ અત્યંત કોપને વહન કરતો, મોહરાજાનો મોટો પુત્ર રાગ કેસરી પોતાનું કુદષ્ટિ રાગસ્વરૂપ કરીને માતા-પિતાને નમીને, પોતાના સ્થાનમાંથી નીકળ્યો અને વિશ્વસેન રાજાની પાસે પહોંચ્યો અને છિદ્રોને જેતો રહે
' પછી કોઈક વખત રાજાના સમ્યકત્વના સ્વીકારને સાંભળીને પૂર્વપરિચિત હોવાથી, ઈષ્યસહિત, શિખાયેલા છે અનેક દુષ્ટ વિદ્યા મંત્રોનો સમૂહ જેના વડે, ઘણાં ફૂટ-કપટમાં કુશળ એવો વિશ્વભૂતિ નામનો ત્રિદંડી બહાર ઉદ્યાનમાં આવ્યો અને તેના વડે અજ્ઞાન તપથી વિદ્યામંત્રાદિ કૂટોથી આકર્ષિત કરાયેલ પ્રાયઃ સર્વ પણ નગરલોક ત્યાં આવે છે પણ સમ્યકત્વના માલિન્યના ભયથી રાજા ક્યારેય પણ આવતો નથી. પછી ત્રિદંડી વડે કોઈની પણ મારફત આ પ્રમાણે રાજાને કહેવડાવાયું કે - શું તારા પૂર્વ પરિચયનો અહીં જ અંત આવી ગયો ? કે જેથી
223