________________
પ્રયત્નથી તેની મલિનતાનું રક્ષણ કરવું જોઇએ. પછી સમ્યગ્ આરાધિત આ સમ્યગ્દર્શન જ તેવી કૃપા કરે છે જેથી સર્વ પણ ઉત્તરોત્તર ગુણની સંપ્રાપ્તિ થાય છે. પછી રાજપુત્રે વિચાર્યું કે અહો ! આ સમ્યગ્દર્શન કોઇ મહાપ્રભાવશાળી છે. આનું નામ પણ સુંદર છે. પરંતુ મારે તેને પૂર્ણ સ્વરૂપથી કેવી રીતે જોવો અથવા જાણવો ઇત્યાદિ રાજપુત્ર વિચારે છતે ‘આ અવસર છે' એ પ્રમાણે જાણીને કર્મરાજાએ તેને વિશુદ્ધતર અધ્યવસાય રૂપ અપૂર્વકરણ નામના દૃઢ અને તીક્ષ્ણ કુહાડાને અર્પણ કર્યું અને કાનમાં કંઇક ગુપ્ત જ વાત કરી. પછી આને પૂર્વે ક્યારેય નહીં પ્રાપ્ત કરાયેલો વીર્યવિશેષ ઉન્નસિત થયો. પછી આ રાજપુત્રે પૂર્વે કહેવાયેલ કુહાડાથી બળાત્કારે નિબિડ રાગ-દ્વેષની પરિણતિ સ્વરૂપ ગાંઠરૂપી મહાનગરના બે દરવાજાને તોડીને દરેક સમયે મોહાદિશત્રુઓને નિર્દય રીતે હણતો સમ્યગ્દર્શન મહા અમાત્યના શરદઋતુના ચંદ્રના મંદિર સમાન ઉજ્જવળ અંતઃકરણ નામના મહાપ્રાસાદ રાજાના આંગણાની ભૂમિમાં પહોંચ્યો અને પછી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી ખુશ થયેલ કર્મરાજાએ તેને વિશુદ્ધતમ અધ્યવસાય સ્વરૂપ અનિવૃત્તિકરણ નામનો મહાવજદંડ અર્પણ કર્યો અને તે મહાવ્રજદંડ વડે મોહરાજાના પુત્ર દ્વેષ ગજેન્દ્રના બે પુત્રો અનંતાનુબંધિ ક્રોધ અને માન તથા મોહરાજાના પુત્ર રાગકેસરીની પુત્રી અનંતાનુબંધિ માયા અને પુત્ર અનંતાનુબંધિ લોભ અને મિથ્યાદર્શન દુષ્ટ અમાત્ય આ પાંચેય પણ શત્રુઓ ઘણાં હણાતા હોવા છતાં અતિક્રોધી થયેલ પ્રકૃષ્ટ દુષ્ટ ચિત્તવાળા કોઇપણ રીતે પીછો નહીં છોડતા તેવી રીતે વિશ્વસેન કુમાર વડે હણાયા જેવી રીતે ચિંગિકા (ચપેટા?) ને આપતા પ્રાણ બાકી રહ્યા છે એવા તેઓ નાશીને ચિત્તવૃત્તિ મહા-અટવીની અંદર મૂર્છિત થયેલા છૂપાઇને રહ્યા. પછી પ્રતિબંધકના અભાવે રાજપુત્ર અંતઃકરણ નામના સમ્યગ્દર્શનના મહેલમાં પહોંચ્યો અને ત્યાં ઔપશમિક સમ્યક્ત્વના રૂપને ધરનારા સમ્યગ્દર્શન નામના મહા-અમાત્યને જોયો. પછી દાવાનળથી બળાયેલ વૃક્ષ જેમ પુષ્કરાવર્તના મેઘની વૃષ્ટિથી શાંત થાય, ઉનાળામાં મારવાડનો મુસાફર જેમ મહાસરોવરના પાણીના સિંચનથી શાંત થાય, દુર્જનના દુષ્ટ વચનોથી સંતમ સજ્જન જેમ અમૃતના ઝરણા જેવા સજ્જનના વચનના સંગથી શાંત થાય, આ જન્મ દારિત્ર્યથી ઉપદ્રુત (હણાયેલ) મહાદરિદ્ર જેમ અતિ ઘણાં દ્રવ્યના લાભથી ખુશ થાય, શિશિરના હિમના પાતથી બળેલ કમળનું વન જેમ વસંતૠતુના સંયોગથી વિકસિત થાય, લાંબા સમયથી વિપ્રયુક્ત અતિપ્રિય પત્નીના વિરહથી સંતમ જેમ એકાએક પ્રામ થયેલ પત્નીના સંગમથી હર્ષ પામે તેમ અનાદિકાળના વિરોધી મોહાદિ મહાદુશ્મનના સમૂહથી ઉત્પન્ન થયેલ દુઃખોના સમૂહથી બળેલો રાજપુત્ર, અમૃતના પ્રવાહના સંગમ જેવી પ્રતિભાવાળા સમ્યગ્દર્શન મહા-અમાત્યના દર્શનથી શીતલ થયો. (ઉપશાંત થયો) પછી પૂર્વે કહેવાયેલું હોવા છતાં પણ ફરી પૂછતા એવા તેને ગુરુએ વિસ્તારપૂર્વક મોહાદિનું સ્વરૂપ કહ્યું અને મોહરાજા આવો છે એમ વારંવાર ઓળખાણ કરાવી. અને રાજપુત્રને શિક્ષા આપવામાં આવી. જે આ પ્રમાણે છે -
‘હે ભદ્ર ! યાવત્ જીવ સુધી મારે આ જ સ્વામી છે બીજા નહીં” એ પ્રમાણે દેવો વડે પણ ન ચલાવી શકાય એવી દૃઢ પ્રતિજ્ઞા ધારણ કરવી. પ્રાણ જાય તો પણ આ સ્વામી ન છોડવો. શંકા-કાંક્ષા-વિચિકિત્સા-પરપાખંડી પરિચય-પરપાખંડી પ્રશંસા, પરપાખંડીને અન્નનું દાન, પરપાખંડીને પાણી આદિનું દાન વગેરે પ્રકારો સર્વથા સમ્યગ્દર્શનની મલિનતાના કારણો છે.
222