________________
એકવાર પણ દર્શન નથી કરતો. શું આટલા દર્શન માત્રથી તારું કંઈ બગડી જવાનું છે? પછી પૂર્વના દાક્ષિણ્યથી અને તેના આગ્રહથી રાજા ત્રિદંડીની પાસે ગયો અને ત્રિદંડીએ મહાઆકર્ષિત કરે તેવા વિદ્યા-મંત્રો અને કૌતુકોના પ્રયોગો બતાવ્યા. પછી પોતાના અવસર જાણીને કુદષ્ટિ રાગવડે રાજા અધિષ્ઠિત કરાયો (ભાવિત કરાયો). કુદષ્ટિના સંનિધાનથી રાજા ત્રિદંડી વડે કંઇકપણ ખુશ કરાયો અને બીજા દિવસે આવેલા રાજાને બીજા બીજા અપૂર્વ કૌતુકો બતાવ્યા તથા રાજા અને પરિજનને માદળીયા બાંધે છે અને રક્ષા કરે છે અને ઘણાં વિશ્વાસોને (૫૩) ત્યાં સુધી પૂરે છે કે જ્યાં સુધી કુદષ્ટિ રાગના રૂપને ધારણ કરનાર રાગકેસરી વડે આ રાજા એવો ભાવિત કરાયો કે જેથી સમ્યગ્દર્શનથી વિરક્ત થયેલા સકલજનની સમક્ષ આ પ્રમાણે બોલે છે કે
આ શ્વેતાંબર સાધુઓ કંઈપણ જાણતા નથી જ્યારે આ ત્રિદંડી ભગવાનને પરચા બતાવનારું જ્ઞાન પ્રત્યક્ષ છે અને પછી સમ્યગ્દર્શને વિચાર્યું કે અહો ! કુદષ્ટિરાગ-સ્નેહરાગ-વિષયરાગ રૂપ ત્રણ રાગોમાંથી પ્રથમના કુદષ્ટિ રાગને ધરનારો રાગકેસરી અહીં આવ્યો છે અને રોગીઓને (નબળાઓને) પ્રાયઃ તાવ હોય છે તેમ રાગ કેસરીની હાજરીમાં પ્રાયઃ અજ્ઞાન હાજર હોય છે. તાવની જેમ બધાને આ બીજો અજ્ઞાન ચરટ હાજર છે, તો ત્યાં શું વાત કરીએ ? અને આ પાપીઓની સંગત એવી હોય છે કે જ્યાં એક પાપી હોય ત્યાં પ્રકટ કે ગુસરૂપે બીજા મોહક્રોધ-માન વગેરે સર્વે પણ આવે જ છે. તેથી હવે પછી આ વિશ્વસેન રાજાની સાથે અમારી સોબત કલ્યાણકારી નથી એ પ્રમાણે વિચારીને સમગ્દર્શન જલદીથી અદશ્ય થયો અને તેજ ક્ષણે ક્યાંયથી પણ પ્રગટ થઈને પ્રાપ્ત થયો છે અભ્યદય જેને એવો મિથ્યાદર્શન પ્રવેશ્યો. પછી ગુસ્સે થયેલ મિથ્યાદર્શને તેને ગળામાં પકડીને બીજા બીજા મંત્ર-તંત્ર-ક્ટવિદ્યા-આદિમાં કુશલ, અજ્ઞાન કષ્ટ કરનારાઓની પાસે લઈ ગયો. પછી ફરી પણ ધર્મના નાનાથી કરાયા છે મહાપાપો જેનાવડે એવો વિશ્વસેન રાજા મરણવડે સંહાર કરાયેલો તે સર્વમોહાદિ શત્રુઓ વડે ભેગા થઈને તે જ પ્રમાણે એકેન્દ્રિયમાં લઈ જવાયો અને એકેન્દ્રિયમાં જ અતિદુઃખી ઘણાં કાળસુધી ધારણ કરાયો. પછી કોઈક વખત ફરી પણ કર્મરાજા વડે મનુષ્યક્ષેત્રમાં ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે સુભગ નામે તેના પુત્રરૂપે ઉત્પન્ન કરાયો અને યૌવનને અભિમુખ થયેલ અને સદ્ગુરુ અને સદાગમ બેનું સંવિધાન બતાવાયું. પછી તેણે કેટલાક વર્ષો સુધી સમ્યગ્દર્શનની સેવા કરી અને કોઈક વખત પરણેલા એવા આને પુત્ર થયો પછી અવસરને જાણીને બીજા સ્નેહરાગના રૂપને ધારણ કરનારા રાગકેસરી વડે ફરીથી પણ આવીને અધિષ્ઠિત કરાયો અને પછી રાગકેસરીના સંનિધાનથી તેટલામાં આનો માતા ઉપરનો સ્નેહ પ્રમાણથી અધિક થયો, પિતાને વિશે આને પ્રીતિયોગ અલૌકિક થયો, ભાઈઓ વિશે અધિક રાગ થયો, બહેનો વિશે અધિક રાગ થયો અને પરિજનને વિશે લોકમાં વિસ્મય કરનાર પ્રેમ થયો. વધારે શું? બહારથી આવ્યો હોય અને ઘરના દાસી આદિ મનુષ્યને પણ ન જુએ ત્યારે સંભ્રાન્ત થયેલો પૂછે છે કે અમુક ક્યાં ગયો? પછી ભૂખાદિને ગણકાર્યા વિના તેની તપાસ કરે છે અને તેની ખબર મળે પછી શાંતિને પામે છે અને પુત્ર વિશે આનો જે રાગ થયો છે તેનું શું કહેવું? તે આ પ્રમાણે - | (૫૩) ચમત્કારો બતાવીને વિશ્વાસમાં લઈ પોતાના દર્શનમાં રાગી કરે છે.
224