________________
ક્યારેક છેદનના અનુભવથી, ઘણો સંસાર ભમી. પછી મોહરાજાએ મહામૂઢતા સ્ત્રીના હાથમાં તાળી લગાવીને અટ્ટહાસપૂર્વક કહ્યું કે હે ! પ્રિયા ! આ ઉત્તમ શ્રાવિકાનું જે થયું તે જોયું ? મહામૂઢતાએ કહ્યું કે હે દેવ ! અહીં શું જોવું ? કેમકે આ મનુષ્યમાત્ર વરાકડી સ્ત્રી ચૌદગુણ
સ્થાનક સોપાનવાળા સિદ્ધિરૂપી મહામહેલના પાંચમાં સોપાન માત્ર પર આરૂઢ થયેલી દેવવડે પાછી પડાઈ. જે ઇન્દ્ર અને ચક્રવર્તીઓને પણ પૂજ્ય છે. દેવોને પણ અક્ષોભ્ય છે. અસાધારણ પુરષાર્થવાળા છે, સિદ્ધિરૂપી મહામહેલના અગિયારમાં સોપાન પર આરૂઢ થયેલા પુરુષો છે તેઓ પણ હુંકારા માત્રથી દેવવડે નીચે પટકાવાયા છે અને આ દેવની આગળ આળોટતા બે પગમાં પડેલા અનંતા જીવી રહ્યા છે. પછી મંત્રી અને સામંતોને એકી સાથે કહ્યું કે અહો ! આ આવું જ છે એ પ્રમાણે બોલવું દેવી જાણે છે.
અને કોઈ વખત તે રોહિણીનો જીવ મનુષ્યમાં ઉત્પન્ન થયો અને તે ભવમાં સમ્યકત્વની સાથે દાનધર્મનો અભિગ્રહ લીધો અને તે અભિગ્રહ પણ મોહ વડે મોકલાયેલ દાનાંતરાય અને કંજુસાઈ આદિવડે ભંગાયો અને પછી સંસારમાં ભમીને કોઇક વખત મનુષ્ય ભવમાં જ શીલધર્મનો અભિગ્રહ સ્વીકાર્યો. તીવ્ર વેદોદય અને કુસંસર્ગથી તે પણ ભંગાયો. પછી સંસારમાં પરિભ્રમણ કરીને મનુષ્યભવમાં જ ક્યારેક તપનો અભિગ્રહ લીધો અને તે પણ બોલતા અને નિઃસર્વતાદિથી ભંગાયો. પછી સંસાર ભમીને કોઈક વખત મનુષ્ય ભવમાં જ ભાવના અભિગ્રહ
સ્વીકારાયો તેને પણ આર્ત અને રૌદ્ર ધ્યાનની ચિંતાથી ભાંગ્યો આ પ્રમાણે દેશવિરતિ પણ ક્ષેત્રપલ્યોપમના અસંખ્ય ભાગમાં રહેલા ક્ષેત્રના પ્રદેશની સંખ્યા પ્રમાણ ભવોમાં લીધી અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયાદિ મહાદુષ્ટ મોહસૈન્યથી નાશ કરાઈ.
એટલામાં વિસ્મય-હર્ષ-ભક્તિના ભરથી પૂરાયેલ છે મન જેનું એવા ચંદ્રમૌલિ રાજાએ ભુવનભાનુ કેવળીને પ્રણામ કરીને પુછયું કે હે ભગવન્! મોહાદિ શત્રુઓ અતિદુસ્તર અને મહાદુષ્ટ છે કે જે આ પ્રમાણે અચિંતનીય, અસહ્ય અને અતિ વિસ્મયકારક રીતે જીવોને પીડે છે અને આ સકલ સિદ્ધાંતના પરમ રહસ્યભૂત વ્યાખ્યાનની અંદર જે કંઈ કહેવાય છે તે સંગત જ છે. ફક્ત જે કંઇક શંકાઓ માત્ર છે તે હું પૂછું છું. તેથી તમારે અપ્રસાદ ન કરવો. પહેલાં ખરેખર સમ્યગ્દષ્ટિ આત્માનો ઉત્કૃષ્ટ સંસાર ન્યૂન અધપુગલ પરાવર્તન કહેવાયો હતો અને તેમાં અહીં પ્રસ્તુત જીવની સમ્યકત્વની સ્પર્શના અને દેશવિરતિની સ્પર્શના દરેકની અસંખ્યાતા ભવોમાં થઈ અને તેનો નાશ થયા પછી વચ્ચેના ગાળામાં ઘણું સંસાર ભ્રમણ કહેવાયું તો તેના વિશાળતાનું શું માપ છે તે આપ કહો.
પછી કેવલી ભગવંત કહે છે કે સમ્યકત્વકે દેશવિરતિના પરિભ્રંશમાં વચ્ચે કોઇવાર સંખ્યાતા ભવો, કોઇવાર અસંખ્યાતા ભવો અને કોઈકવાર અનંતભવો થાય છે. અર્ધપુદ્ગલ પરાવર્તનમાં અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી જેટલો કાળ જાય છે અને અનંતના અનંત ભેદો હોય છે તેથી હે મહારાજ ! વચ્ચે વચ્ચે દરેકમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી થાય છે તેથી કંઇપણ બાધ આવતો નથી.
પછી ચંદ્રમૌલી રાજાએ પ્રણામ કરીને કહ્યું કે હે ભગવન્! આ મોટું આશ્ચર્ય છે કે સમ્યકત્વ અને દેશવિરતિની પ્રાપ્તિ થયા પછી પણ આ મોહાદિ શત્રુઓ પોતાનો પ્રભાવ બતાવે છે.
242