________________
પ્રયોજનવશ આવેલી અગમહિષીની દાસીએ સ્થિર થઈને સર્વ સારી રીતે સાંભળીને રાણીને જણાવ્યું અને રાણીએ રાજાને વાત કરી. રાજાએ રોહિણીને બોલાવી અને તેનો પિતા સુભદ્ર સાર્થવાહ તેને લઈને ગયો. પછી રાજાએ એકાંતમાં રાખીને રોહિણીને પુછ્યું કે હે ભદ્ર ! મારી સ્ત્રીની જે હકીકત સાંભળી છે તે મને સાચી જણાવ. તે બોલી કે આ શું ? મેં કંઈપણ સાંભળ્યું નથી. હું કોઈના સંબંધી કંઈપણ જાણતી નથી પછી મૂળથી જ સર્વ જૂઠાણાને બોલતી આને જોઈને રાજાએ ત્યાં તે દાસીને બોલાવી અને બંનેને રૂબરૂ કરાવ્યું. પછી દાસીએ અનેક ખાત્રીઓ સહિત તેવી દલીલો કરી જેથી તે રોહિણી નિરુત્તર કરાયેલી નીચું મુખ કરી મૌન ધરીને રહી. પછી ગુસ્સે થયેલ રાજાએ સુભદ્ર સાર્થવાહને પોતાની પાસે બોલાવીને દાસી વડે તેનો વ્યતિકર મૂળથી કહેવાયો. પછી અકાળે પડેલા મહાવજના અશનિની જેમ તેણે રોહિણીને પુછ્યું કે આ શું છે? તે એકાંતમાં પણ કંઈ ઉત્તર આપતી નથી. જ્યાં સુધી ઘણાં પ્રકારે પુછાયેલી રોહિણી કંઈપણ બોલતી નથી તેટલામાં જેની આગળ રોહિણીએ આ વાત કરી હતી તેને ત્યાં બોલાવીને સાર્થવાહે પુછયું. તેણીએ કહ્યું કે રોહિણીએ કોઈપણ હેતુથી આ કહ્યું છે પરંતુ તે સત્ય છે કે અસત્ય છે તે હું જાણતી નથી. પછી પૂર્વે પણ તે રોહિણીની સ્વચ્છંદ વાણીને કંઈક જાણતો તેણીને રજા આપીને પુત્રી રોહિણીને લઈને રાજાની પાસે આવ્યો. પછી આંસુ સારતા આંખોવાળા સુભદ્ર સાર્થવાહે બે પગમાં પડીને કહ્યું કે હે દેવ! જે અમારા કુળમાં અનેક પ્રકારે આંખની સમક્ષ થયેલા બનાવને પણ પ્રાણત્યાગમાં પણ કહેવાતું નથી. પણ આ રોહિણી વડે સર્વથા નહીં જોયેલ અને નહીં સાંભળેલ નિરર્થક કહીને બીજના ચંદ્રની કળા જેવી નિષ્કલંક મારા કુળની વંશપરંપરામાં આ પ્રથમવાર જ મહાકલંક લગાડાયું છે અને આ દોષ મારો જ છે. કારણ કે લોકો પાસેથી આના વાણીની સ્વચ્છંદતાને સાંભળવા છતાં મેં ઘરના કાર્યની વ્યગ્રતાથી અને પ્રમાદથી આને શિક્ષા ન આપી અને ત્યાગ ન કર્યો. તેથી જે ઉચિત જણાય તે દેવ કરે. પછી રાજાએ કહ્યું કે સાર્થવાહ! મારા નગરમાં તું મોટો પુરુષ છે. મને પણ માન્ય છે અને તું સત્ય વચની છે તેથી આના ટુકડા કરીને હું આને નગરના ચાર રસ્તે મૂકતો નથી. ફક્ત એટલું જ કરું છું કે તે મારા દેશના સીમાડાને હમણાં જ છોડે એમ કહીને રાજાએ તેને રજા આપી. સાર્થવાહે પણ તે રાજસભાના સ્થાન પરથી જ પુત્રીને વિસર્જન કરી અને પછી અહો ! આ તે શ્રાવિકા છે, આ તે દેવવંદના છે. આ તે પ્રતિક્રમણ છે. આ તે મુખવસ્ત્રિકા છે, આ તેનું ભણતર છે, આ લોકોનો આવો ધર્મ છે જે બીજાના અસ દોષોને લઈને (કાઢીને) રહે છે અને બીજાની ચિંતા કરતા રહે છે આ પ્રમાણે હલકાજનો વડે પોતાની અને ધર્મની નિંદા કરાવતી, છૂપાતી રોહિણી નગરમાંથી બહાર નીકળી. પછી પિતાના તે વિભવના વિસ્તારને યાદ કરતી, માતાના તે લાડકોડને વિચારતી અને ભાઇઓના ગૌરવની પરિભાવના કરતી, કુટુંબની પૂજનીયતાનું ધ્યાન કરતી, સદ્ગુરુના વિયોગનો ફરી ફરી શોક કરતી, વારંવાર મૂચ્છ પામતી, પડતી, ફરી ફરી પડતી, ગામેગામ ભિક્ષા માટે ફરતી. શરીરની સુકુમારતાથી ફુટેલ પગના તળિયામાંથી નીકળતા લોહીના પ્રવાહથી પૃથ્વીને સિંચતી, અપ્રત્યાખ્યાન આવરણ કષાયના ઉદયથી તેને (કષાયને) વશ થયેલી, દેશવિરતિ ગુણના નાશથી સમ્યકત્વને વિરાધીને મરીને, હીન-અપરિગૃહીત વ્યંતર દેવીમાં ઉત્પન્ન થઈને અતિ દુઃખનું ભાજન થઈ, ત્યાંથી પણ ઉદ્વર્તન પામીને એકેન્દ્રિયાદિમાં સર્વથા ક્યારેક જીભના અભાવથી,
241