________________
લઈ જઈને મહાદુષ્ટ મિથ્યાદર્શન સચીવને સોંપ્યો અને આ નીચે પડે છે ત્યારે પૂર્વે હણાયેલ ચેતના પાછી ગુસ્સે થઈ. સર્વે પણ શત્રુઓ વિજયસેનની પાછળ લાગ્યા. પછી ઘણાં પાપો કરાવીને એકેન્દ્રિયાદિમાં લઇ જવાયો અને નરકાદિ ગતિઓમાં ઘણાં ભવો ભમાવાયો.
અને આ બાજુ મનુષ્ય લોકમાં બ્રહ્મપુર નામનું નગર છે અને તેમાં પરમશ્રાવક અપરિમિત સંપત્તિનો સ્વામી સુનંદ નામનો સમસ્ત નગરમાં મુખ્ય શ્રેષ્ઠી છે અને તેની ધન્યા નામની સ્ત્રી છે અને તે બેનો સંસારીજીવ પુંડરીક નામે પુત્ર થયો અને તેની તે ભવમાં અતિ તીણ બુદ્ધિ થઈ. થોડા જ દિવસોમાં સર્વ કળાઓ ભણ્યો. પછી અભ્યાસ અલ્પ છે એટલે એટલાથી સંતોષ નહીં પામતો કોઈપણ સાધુને પૂછે છે કે આ કલાઓનો મહાન વિસ્તાર ક્યાં છે? સાધુએ કહ્યું કે બાર અંગોમાં, ચૌદપૂર્વોમાં તેનો વિસ્તાર છે. પછી તેણે પુછયું કે તે પૂર્વો કેટલા છે? સાધુએ કહ્યું કે તું ગુરુને પૂછ. પછી તેણે ગુરુને પુછયું. ગુરુએ છણાવટ કરીને પૂર્વગત વિસ્તાર કહ્યો. પછી પૂર્વોના અધ્યયનમાં પુંડરીકને મોટું કૌતુક થયું અને ગુરુને વિનંતિ કરી કે મારા પર અનુગ્રહ કરીને મને તે પૂર્વે ભણાવો. ગુરુએ કહ્યું કે જેણે દીક્ષા લીધી હોય તે જ પૂર્વો ભણી શકે. ગૃહસ્થો પૂર્વો ન ભણી શકે. પછી પુંડરીકે કહ્યું કે તો પછી મને વ્રત પણ આપો. પછી માતા પિતાવડે રજા અપાયેલ તેને મહાવિભૂતિથી દીક્ષા આપી. પ્રજ્ઞાના પ્રકર્ષથી તેણે જલદીથી સમસ્ત શિક્ષા ગ્રહણ કરી. થોડા દિવસોમાં ચૌદપૂર્વો ભણ્યો. અને પછી સભામાં બેઠેલા મોહચરટે દીર્ઘ નિસાસો નાખ્યો અને સભામાં રહેલાઓએ પુછયું કે હે દેવ આ શું છે? પછી હાથથી કપાળ કૂટીને કહ્યું કે અમે હણાયા કારણ કે તે આપણો મહાવૈરી સદારામ સર્વ બળથી પણ આ સંસારી જીવવડે ગ્રહણ કરાયો છે અને આ સદાગમ વડે કહેવાયેલ આપણા મર્મો આ સંસારી જીવ સંપૂર્ણપણે જાણશે અને બીજો સર્વલોક પણ જાણશે. તેથી પુત્ર અને ગોત્ર સહિત અમારા મૂળો હમણાં ઉખેડાશે અને હું તેવા કોઈને પણ જોતો નથી કે આ દુષ્ટ સંયોગને નાશ કરે. પછી ખેદ સહિત પોતાના સ્વામીને જોઈને આળસ-વૈકલ્ય-અંગભંગ-મુખમોટન-બગાસુંસ્વપ્ન દર્શન-ઝંખના-ઊંઘ સ્મૃતિભ્રંશાદિ પોતાના પરિવારથી નિદ્રા ડાબે પડખેથી ઊભી થઈ પછી બે હાથ જોડીને કહ્યું કે હે દેવ! હજુ પણ પોતાની દાસી માત્રથી આ સાધ્ય છે તો આટલો ખેદ કેમ કરાય છે? ગઈકાલે પણ ગળામાં પકડીને અગીયારમાં પગથીયા પરથી મૂચ્છવડે પકડીને પડાતો શું દેવ વડે નથી જવાયો? તો હમણાં મારી કંઈક ચેષ્ટાને પણ દેવ જુએ. પછી હસીને મોહરાજાએ કહ્યું કે હે વત્સ! સારું સારું તું જા તારા પણ ઇચ્છિતોની સિદ્ધિ થાઓ. પછી આ પરિવાર સહિત ચૌદપૂર્વધર પુંડરીકની પાસે ગઈ. અને નિદ્રાએ પ્રથમ તેના શરીરમાં આળસને ઉતારી. આળસને વશ થયેલા એવા આને સૂત્રનું પરાવર્તન કરવું ગમતું નથી. સૂત્રના અર્થની વિચારણા સુખ આપતી નથી. આ પ્રમાણે બે ત્રણ દિવસો ગયા એટલે
વિરોએ કોઇક રીતે પ્રેરણા કરીને બળાત્કારથી પરાવર્તન કરવા બેસાડ્યો. પછી નિદ્રાએ પોતાના બાકીના પરિવારને મોકલ્યો. પછી તેનાવડે વ્યાપ્ત એવો આ બગાસાથી પીઠને મરડે છે. બે હાથ ઊંચા કરે છે, આંગળીના ટચાકા વગાડે છે. યક્ષથી પીડિતની જેમ પગો અને શરીરને પહોળા કરે છે. પછી ઘણાં પ્રકારે મુખને મરડે છે. ઊંઘવડે ગળામાં પકડાયેલો નીચે નમાવાય છે અને આગળથી, પાછળથી, બાજુથી સર્વથી ભ્રમણ કરાય છે. તેથી આ પ્રમાણે
226