________________
પોતાના પુત્રને કુટુંબ ભળાવીને સંવેગથી સદ્ગુરુની પાસે દીક્ષા લીધી અને ત્યાં પણ તેણે પૂર્વોક્ત વિધિથી ઘણાં દિવસો સુધી મોહસૈન્યને હણતા દીક્ષા પાળી અને અંતમાં વિષય, સુખશીલતા અને પ્રમાદથી જીતાયેલો સંયમ વિરાધીને સૌધર્મદિવલોકમાં હીન ઋદ્ધિવાળો પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી પણ અવીને સંસારમાં ભમીને કોઈ વખત કાંચનપુર નગરમાં ક્ષેમકર રાજાનો વિજયસેન નામે પુત્ર થયો અને તે ભવમાં સગુરુ પાસે ધર્મ સાંભળીને માતાપિતાદિની રજા લઈને તે જ પ્રમાણે સર્વવિરતિ કન્યા પરણવાના કમથી જિનદીક્ષાને ગ્રહણ કરી. તે જ પ્રમાણે ખુશ થયેલા સમ્બોધ અને સદાગમ વગેરે પાસે રહ્યા અને પૂર્વ રીતે જ મોહ સૈન્યની સાથે મહાયુદ્ધ શરૂ કર્યું. પછી કમથી સદાગમ અતિપરિચિત થયે છતે સદ્બોધ ગાઢમિત્ર થયે છતે અપ્રમાદ એકમેક થયે છતે, સંતોષ સ્થિર થયે છતે વિજયસેન સાધુ અપ્રમત્ત ગુણ સ્થાન સ્વરૂપ સિદ્ધિરૂપી મહેલના સાતમા સોપાન પર આરૂઢ થયો અને ત્યાં કંઈક પણ કર્મ પરિણામની અનુકૂળતાથી તેણે ઉપશમ શ્રેણીરૂપ મહાવજ દંડને પ્રાપ્ત કર્યું. પછી ઉછળ્યો છે પ્રચંડ વીર્ય વિશેષ જેનો એવા વિજયસેન સાધુએ મસ્તકમાં હણીને અનાદિકાળના મહાવૈરી અનંતાનુબંધી કોધ-માન-માયા અને લોભ એ ચારને નીચે પાડ્યા અને ભસ્મપુજનો આશ્રય લઈને રહેલા અગ્નિના કણિયાની જેમ નિશ્ચષ્ટ કરાયા પછી શુદ્ધ-અર્ધશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ રૂપથી યુક્ત મિથ્યાદર્શન પણ એવો હણાયો કે જેથી તે પણ ચેતના વિનાનો થઈને પડ્યો અને પછી અપૂર્વકરણ ગુણ સ્થાન સ્વરૂપ મોક્ષરૂપી મહેલનું આઠમું સોપાન ચઢ્યો. પછી પણ અનિવૃત્તિ બાદર સંપરાય નામના નવમાં સોપાન પર આરૂઢ થયો અને ત્યાં નપુંસકવેદને હણીને નિધ્યેષ્ટિત કર્યો પછી પણ સ્ત્રીવેદને તેના પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્વરૂપ રિપુષકને, પછી પુરુષવેદને, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ એ બે ક્રોધ પછી સંજવલન ક્રોધને હણીને નિચેષ્ટિત કર્યો. પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ માનને અને સંજ્વલન માનને, પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણ માયા અને સંજવલન માયા પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ લોભ અને પછી સંજ્વલન લોભને તાડન કર્યું. ત્યારે લોભ સૂક્ષ્મ થઈ ભાગી જઇને સૂક્ષ્મ સંપરાય નામના દસમાં સોપાનમાં છુપાઈ ગયો ત્યાં પણ તેની (સંજવલન લોભની) પાછળ પડીને તેને તાડન કરીને નિશેષ્ટિત કર્યો. પછી આ અઠ્ઠાવીસ પણ કારણભૂત કુટુંબના મનુષ્યો પડવાથી મૂળ, થડ, શાખાદિથી પડેલા વૃક્ષની જેમ તદાકાર છે શરીર અને પ્રાણ જેના એવો મોહરાજ નિશ્ચેતન થઈ પડ્યો. તે આ પ્રમાણે ઉપશમ શ્રેણીરૂપી મહાવજ દંડથી હણીને કુટુંબ સહિત મોહચરઢ નિશ્ચેતન કરાવે છતે વ્યાકુલતા વિનાનો પરમાનંદ સુખને અનુભવતો વિજયસેન સાધુ ઉપશાંત મોહગુણ સ્થાન સ્વરૂપ સિદ્ધિરૂપી મહેલના અગીયારમાં મહાસોપાન પર આરૂઢ થયો અને જેટલામાં ત્યાં આ કેવલી સમાન વિશુદ્ધ ચારિત્રવાળો અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવા યોગ્ય, સકલ સુર અને અસુરની પૂજાને યોગ્ય એવા પદને પ્રાપ્ત થયેલો અન્તર્મુહૂર્ત રહે છે તેટલામાં કંઈક સચેતન થઈને ગુસ્સે થયેલો લોભ પોતાના શરીરથી અભિન્ન અતિવલ્લભ દેહ ઉપકરણાદિ મૂચ્છ નામની પોતાની પુત્રીને તેની પાસે મોકલી. ગુસ્સે થયેલી એવી તે દેહાદિને વિશે મૂચ્છમાત્ર કરાવીને ગળામાં પકડીને દસમાં સોપાનાદિ લઈ જવાના કમથી ત્યાં સુધી ફરીથી નીચે પડાયો યાવત્ પ્રથમ સોપાનમાં
245