________________
અને તે બાણોથી મોહરાજના મર્મસ્થાનમાં વધે છે. કામરૂપી માંડલિક રાજાને મારે છે. રાગકેશરીને ચક્રાકારે ઘુમાવે છે અને દ્વેષ ગજેન્દ્રને ચીસો પડાવે છે. અને આ તારો આ પ્રમાણે શત્રુ છે અને આ તારો આ પ્રમાણે શત્રુ છે એ પ્રમાણે પાસે રહેલ સમ્બોધ અને સદાગમ એ બે વડે ઓળખાયેલા બીજા પણ વૈશ્વાનર-શૈલરાજ-બહુલી-સાગર-હિંસા-મૃષાવાદ-તેય-મૈથુનમૂચ્છથી દુશ્મનોને હંમેશાં હણતો આ કોઈ વખત એકાએક સામા થયેલ અને ઉઠેલા પ્રમાદરિપુના દંડાધિપ વડે નમાવાય છે. ફરી પણ ટેકો લઈને હણતો ક્યાંય એકસાથે ઘણાં ઉભા થયેલા ભૂખ-તરસાદિ પરિષહોથી પીડા કરાય છે અને સ્વસ્થ થઈને ફરી યુદ્ધ કરતો ક્યારેક દિવ્યમનુષ્ય-તિર્યંચના ઉપસર્ગરૂપી સુભટોવડે સંશય ઉપર આરોપણ કરાય છે. અને સદાગમના વચનોથી સ્થિર થઈ ફરી પરાક્રમ કરતો ગચ્છના તપસ્વી-બાલ-તરુણ-વૃદ્ધ-સાધુઓની સ્મારણવારાણ-પ્રેરણાથી ઉત્પન્ન થયેલ સંજવલન કષાય રિપુવર્ગથી હરાવાય છે. પછી પણ પ્રશમમાવાદિ વડે કરાઈ છે સહાય જેને એવો તે કોઈપણ રીતે પાછો વળેલો ફરી પણ સમરભૂમિમાં ઉભો થતો ક્યારેક પણ શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ-લોલતા-રૂપ-અધ્યવસાય રૂપી શત્રુઓ વડે વિહવળ કરાય છે. પછી સંતોષવડે ઉત્સાહિત કરાયેલો ફરી પણ શત્રુ સૈન્યને હણે છે. આ પ્રમાણે જય અને પરાજયમાં વર્તે છતે જેટલામાં જયલક્ષ્મીને પ્રાપ્ત કરે તેટલામાં ચારિત્ર ધર્મ સૈન્ય સહિત અરવિંદ સાધુ ગુરુ વડે કોઈક અપરાધમાં ગાઢતર કંઇક પ્રેરણા કરાયો આ અવસર છે એમ જાણીને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને માને શરીરમાં પ્રવેશ કરીને, મર્મ સ્થાનમાં પકડીને પીડા કરી. તેઓની પીડાના વશથી ગુરુની સામે લડાઈ કરવા લાગ્યો. હે આચાર્ય ! મારા વડે શું વિનાશ કરાયું? જો તમે વિચારશો તો મારો કોઈપણ અપરાધ નથી. આ પ્રમાણે જ બોલતા તમારું કોણ વારણ કરે ? અને બીજું મને એકને જ શા માટે રોકો છો? શું તમારા ગચ્છમાં બીજે કોઈપણ આવું નથી કરતો ? જે મારી સાથે ત્યારે દીક્ષા લીધેલાઓ બોલે છે કે આવું કોઈપણ કરતું નથી. પછી જો સ્થવિરો પણ શીખામણ આપે છે કે અરે ! મહાભાગ ! તું સારા કુળમાં ઉત્પન્ન થયેલ રાજપુત્ર છે. ગુરુની સન્મુખ તારે આવી અવજ્ઞાથી બોલવું ઉચિત નથી વગેરે. ત્યારે આઓ મારા કુળને હલકો કરે છે એવું વિપરીત પરિણમે છે અને કોપ અને અહંકારથી ગાઢાર અધીન કરાય છે અને જેટલામાં ગુરુવડે કંઇક ફરી પણ શિક્ષા અપાયો તેટલામાં અહો ! તમે બધા પણ મને ભગાડવા લાગ્યા છો તો પોતાની આ મોરપીંછને ગ્રહણ કરો. એ પ્રમાણે વેશનો ત્યાગ કરાવીને, હઠથી ગળામાં પકડીને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને માન તેને લઈ ગયા. અને મોહસૈન્યને તાબે કરાયો અને ગુસ્સે થયેલા તેના સર્વ પણ સૈનિકો ભેગા થઈને કંઈક ગૃહસ્થ વેશ માત્ર કરાવીને ગામેગામ અને ઘરે ઘર ધિક્કારાતો, પરઘરોમાં કુકર્મને કરતો અને ભિક્ષા માટે ભમતો અતિદુઃખી થયેલો લાંબો સમય સુધી ભમાવાયો. પછી અંતે પાપિષ્ટ ભ્રષ્ટ બુદ્ધિવાળા મેં આલોક અને પરલોકમાં એકાંતે દુઃખદાયક જે આચરણ કર્યું તેનું હું આ ફળ અનુભવું છું એ પ્રમાણે પોતાની નિંદા કરતો મરીને જ્યોતિષ દેવોમાં ઉત્પન્ન થયો પછી ત્યાંથી ચ્યવીને ઘણો સંસાર ભમ્યો.
અને કોઈ વખતે ફરી પણ રાજગૃહ નગરમાં પરમ મહર્તિક શ્રાવક અમાત્યના પુત્ર રૂપે ઉત્પન્ન થયો અને તે ભવમાં ચિત્રમતિ એ પ્રમાણે નામ રખાયું અને માતા પિતા મરણ પામે તે
244