________________
પ્રયત્નથી સ્થવિરો કહે છતે પણ બધા વડે ભેગા થઈને ગળામાં પકડેલા તેના મુખમાંથી એકપણ અક્ષર ન નીકળ્યો. પછી રાત્રીમાં સ્વયં જ ગાઢ નિદ્રાથી આકાંત થયેલો સંથારા વિના પણ જે તે પ્રદેશમાં લાંબો થઈને પડ્યો. કાષ્ટના ટુકડાની જેમ અચેતન થયેલ ઘોરતા મુખવાળો તે સવાર સુધી સૂવે છે. પ્રતિક્રમણ સમયે કષ્ટથી ઉઠાડાય છે એ પ્રમાણે બીજે દિવસે સ્થવિરોએ નજીકમાં જઈ ઊભો કરીને પરાવર્તન કરાવવા શરૂ કરાવ્યું અને પછી નિદ્રાએ તેને નીચા કરીને પાડીને તેના બે ઢીંચણ ભાંગે છત કોણીને મસળીને માથાને ફોડ્યું. અને આ પ્રમાણે કંઈપણ પરાવર્તન નથી કરતો ત્યારે સ્થવિરો મૌન રહ્યા. પછી ગાઢ ઊંઘ ચઢે છે ત્યારે પ્રતિક્રમણાદિ ક્રિયા વખતે પણ ઘણાં મુખના વિકારોથી, જુદા જુદા પ્રકારના આંખોના હાવભાવોથી, જુદા જુદા હાથપગના હલન ચલનોથી નિદ્રાવડે નચાવાતો આ સર્વજનને તમાશાને કરે છે અને પોતાની પણ જાતને પ્રગટ કરીને હાસ્યવશ કરે છે અને પંડિત પુરુષોને પણ આ શું? એ પ્રમાણે મહાવિસ્મયને કરે છે. તેથી આ પ્રમાણે નિદ્રાથી પોતાને વશ કરાયેલા પરાવર્તન નહીં કરનાર, ચિંતવન નહીં કરનાર એવા આનું શ્રુત છિદ્રવાળા હાથમાં રહેલા પાણીની જેમ સતત ગળી જાય છે. સૂક્ષ્મ-ગહન અથ વિસ્મરણ થાય છે, પછી જેમ જેમ આનું સૂત્ર નાશ પામે છે તેમ તેમ આકાંક્ષા વગરનો થતો, પરમાર્થથી કાલકૂટ વિષથી પણ અધિક એવા નિદ્રા સુખને અજ્ઞાનથી અમૃતની જેમ માનતો જેવી રીતે રાત્રે તેવી રીતે દિવસે પણ સતત પડેલો સૂઈ રહે છે ત્યાં સુધીમાં તેનું સર્વ શ્રુત નાશ પામ્યું. પછી ગુરુએ કહ્યું કે હે વત્સ! પુંડરીક મુનિ! તેવા પ્રકારના ઉત્સાહપૂર્વક શ્રુતને ભણવાને માટે વ્રતને સ્વીકાર્યું છે અને તેવા ઉદ્યમ અને કષ્ટથી ફક્ત મનુષ્ય લોકના રાજ્યનું અને દેવલોકના આધિપત્યનું અને મોક્ષ સુખના સમૂહનું ઘર એવા જિનપ્રણીત યુતરત્નને ભણીને સંપૂર્ણ નારક-તિર્યંચ અને અધમ મનુષ્યના દુઃખના સમૂહનું એક માત્ર કારણ એવા નિદ્રા સુખના લવમાં રાગી એવો તું શા માટે હારે છે. પછી નિસુર થયેલ કહે છે કે હે ભગવન્! કોણ ઊંઘે છે? આપને કોઇએ અસંગત કહ્યું છે કારણ કે ગઈકાલે પણ મેં આટલું આટલું પરાવર્તન કર્યું. ગુરુએ વિચાર્યું અહો! આ બીજું પણ જે પ્રત્યક્ષ છે તેને પણ છૂપાવે છે, સાચું પણ બોલતો નથી.
પછી કોઇક વખત વિષથી વઘારેલની જેમ, પ્રહારથી મૂચ્છિતની જેમ મોટા પણ અવાજથી ઉત્તર નહીં આપતો, દિવસે પણ જુદા જુદા સ્વપ્નોને જોતો, મુખથી ઘણું અનુચિતને બોલતો, સતત સૂઈ રહેતા એવા તેને ગુરુએ ઊંચો અવાજ કરીને જગાડીને કહ્યું કે હે પુંડરીક! તું એમ બોલે છે કે હું સૂઈ નથી રહેતો તો પછી આ શું છે? તેણે કહ્યું કે શું હું ક્યાંય સૂઇ રહું છું.? ખરેખર એ પ્રમાણે આપને ભ્રાન્તિ થઈ છે. ખરેખર આજ સુધી હમણાં જ હું પરાવર્તન કરતો હતો. ફક્ત જયારે નિશ્ચલ થઈને સૂત્રાર્થની વિચારણા કરું છું ત્યારે આપ સર્વેને ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે કે હું સૂતો છું. પછી “આ મોટા જુઠાણાને બોલનારો છે એ પ્રમાણે ગુરુ અને સર્વસાધુઓ ઉદાસીન થયા અને પ્રેરણા કરાતો બીજું અસંબદ્ધ બોલે છે અને ઘણાં દ્વેષને પામે છે તેથી સર્વવડે પણ ઉપેક્ષા કરાયો અને પછી પછી મોહરાજવડે મોકલાયેલ બીજે બીજો લોક તેની પાસે આવે છતે વિમુખપણાને પામેલો સદારામ સદા દૂર થયો. સબોધ નાશી ગયો.
247