________________
ત્રિ અને ચતુરિન્દ્રિય રૂ૫ ચાર જાતિઓનો તથા આતપ-ઉદ્યોત-સ્થાવર-સૂક્ષ્મ-સાધારણ એ પ્રમાણે નામ કર્મના તેર ભેદ અને નિદ્રાનિદ્રા, પ્રચલા અને સિદ્ધિ સ્વરૂપ ત્રણ નિદ્રાનો ક્ષય કર્યો. પછી અર્ધ ખપાવાયેલા આઠ કષાયોનો નાશ કર્યો. પછી નપુંસક વેદ, પછી સ્ત્રીવેદ પછી, તરત હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય અને જાગુપ્તા સ્વરૂપ રિપુષકનો નાશ કર્યો. પછી પુરુષવેદ, પછી સંજવલન કોધ, પછી માન, પછી માયા, પછી સંજવલન લોભનો નાશ કર્યો અને હણાતો લોભ સૂક્ષ્મ થઈને નાશીને સૂક્ષ્મ સંપરાય નામના દશમાં ગુણ સ્થાનકે છૂપાઈ ગયો તેની પાછળ પડી તે ગુણસ્થાનકે ક્ષપક શ્રેણી રૂપી ખગ યષ્ટિથી તેને પણ હણ્યો. આ પ્રમાણે અઠ્યાવીસ કુટુંબના મનુષ્યો સ્વરૂપ મોહરાજા હણાયે છતે તે બલિરાજર્ષિ સૂરિ થોભ્યા. પછી કૂદીને મોક્ષરૂપી શ્રેણીના ક્ષીણ મોહ ગુણ સ્થાનક નામના બારમાં પગથીએ ગયા અને ત્યાં મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યાય અને કેવળજ્ઞાનાવરણીય સ્વરૂપ પાંચ મહાનાયકોને પાડે છતે શત્રુસૈન્ય નાયક વિનાનું અને પ્રભાવ વિનાનું થયું. બલિરાજર્ષિ સૂરિને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોવડે આવરણ કરાઇને જે પૂર્વે છૂપાવાયા હતા તે સકલ પદાર્થના સમૂહને જણાવનારા કેવલજ્ઞાન અને કેવળદર્શન એ બે પ્રકટ થયા. પછી આ સૂરિ સયોગિ કેવલી ગુણસ્થાન નામના તેરમા સોપાન પર આરૂઢ થયા. પછી સર્વે પણ ચારિત્ર ધર્મ વગેરે પરમ ઉત્કર્ષને પ્રાપ્ત થયા. ચારિત્રધર્મના સૈન્યમાં કોઇપણ અંગમાં સમાતું નથી. (૧૨)
ત્યારથી માંડીને બલિ કેવલીએ વિશેષથી મોહાદિના મર્મસ્થાનોને બતાવીને ઘણાં દેશોમાં મોહાદિની વિડંબનામાંથી પ્રચુરલોકને છોડાવ્યો અને હમણાં આ દેશમાં લોક વગેરે તમોને મોહાદિથી છોડાવવાને આવ્યા છીએ અને મોહશત્રુસૈન્યના દુઃખથી મૂકાવવાથી ખુશ થયેલ લોકો વડે તેમનું બીજુ નામ ભુવનભાનુ કેવલી કરાયું છે તે હું પોતે જ છું. આ સાંભળીને હર્ષના સમૂહથી રોમાંચિત થયું છે શરીર જેનું એવા ચંદ્રમૌલિ રાજાએ ઊઠીને તેના બે પગમાં પડીને કહ્યું કે હે ભગવન્! પોતાના આગમનથી અમે સારી રીતે અનુગૃહીત કરાયા તે સારું થયું. આગમના સર્વસ્વને જણાવનાર એવા પોતાના આ ચરિત્રના કહેવાથી વિશેષથી અનુગૃહીત કરાયા. પછી કેવલીએ કહ્યું કે હે મહારાજ! પોતાનું ચરિત્ર પોતાએ કહેવું ઉચિત નથી. પોતાનું ચરિત્ર પોતે કહેવું એટલે સ્વગુણોનું ઉત્કીર્તન કરવું અને તે ધર્માચારની વિરુદ્ધ છે. પરંતુ તમારા ઉપકારને જાણીને સંક્ષેપથી તે પણ કહ્યું. વિસ્તારથી તો આ ભવ સુધી કહી શકાય નહીં કારણ કે આ અમારું જ ચરિત્ર છે તેમ નથી ઘણું કરીને સર્વ જીવોનું છે. ચૌદરાજલોક સ્વરૂપ લોકમાં એકેન્દ્રિયમાં તેવું કોઈ સ્થાન નથી, વિકસેન્દ્રિય જીવોમાં તેઓ કોઈ પ્રકાર નથી, જળચર-સ્થળચર અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચમાં એવી કોઈ વ્યક્તિ નથી, તેવી કોઈ નરકપૃથ્વી નથી. નરક પૃથ્વીઓમાં તેવો કોઇ નરકાવાસ નથી, મનુષ્ય લોકમાં તેવું કોઈ ગામ નગર આદિ સ્થાન નથી જ્યાં સર્વપણ જીવો અનંતવાર ઉત્પન્ન ન થયા હોય. ભવનપતિવ્યંતર-જયોતિષ-સૌધર્મ-ઇશાન દેવલોક સુધીના દેવોમાં એવો કોઈ દેવ કે દેવી નથી જેના સ્થાને આ જીવો અનંતવાર ઉત્પન્ન ન થયા હોય. આ સંસારમાં સર્વ પણ જીવો એવા નથી
(૬૨) મોહના સૈન્યને જીતી લેવાથી ચારિત્ર ધર્મરાજના સૈન્યમાં દરેક સૈનિકોને એટલો બધો આનંદ થયો કે પોતાના શરીરમાં સમાતા
નથી,*
261