________________
થયો. તે ભવમાં પણ સર્વવિરતિને સારી રીતે આરાધીને મોહાદિનો અને પુણ્યોદયની પુષ્ટિને કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાંથી પણ અવીને તું આ બલિમહાનરેન્દ્ર થયો છે. પછી પોતાનું આ ચરિત્ર સાંભળીને સંભ્રાત થયેલ બલિનરેન્દ્ર ઊઠીને કુવલયચંદ્ર કેવલીના બે પગમાં પડ્યો અને કહ્યું કે હે ભગવન્! મોદાદિ શત્રુઓ અતિદુષ્ટ છે. તેથી જેટલામાં હમણાં પણ આ ભવમાં મોહાદિ શત્રુઓ પૂર્વની જેમ મને ન છળે તેટલામાં પ્રસાદ કરીને ચરિત્રધર્મ સૈન્યમાં ભેગા કરો અને ઉપાયને પણ જણાવો જેથી તેઓ મારા પર પ્રભાવશાળી ન થાય પણ હું તેઓનો અંત કરું. પછી કેવલીએ કહ્યું કે હે રાજન ! તમારા જેવાને આ ઉચિત છે. આથી મારા શિષ્યના વેશને ગ્રહણ કર જેથી તને ઈચ્છિત સૈન્યમાં ભેળો કરું. શત્રુનો ક્ષય કરવામાં આ ઉપાય છે સર્વ સંગના ત્યાગથી ચારિત્રધર્મનું જ શરણ સ્વીકાર. એકક્ષણ પણ સર્વવિરતિના સંગનો ત્યાગ કરીશ નહિ. સબોધ-સમ્યગ્દર્શન અને સદાગમને અતિનિકટ અને અતિપ્રિય કર. બાકીના પણ પ્રશમ-માર્દવ-આજર્વ-સંતોષ-તપ-સંયમ-સત્ય-શૌચ-અકિંચન્યશીલાંગાદિ-સૈન્યનો ઉત્કર્ષ કરતો એક સમય પણ પોતાથી છોડ નહીં. પછી સબોધ અને સદાગમથી બતાવાયેલ વિધિથી દઢ ધારણ કરાયું છે સત્ત્વ જેના વડે પૂર્વ કહેવાયેલા અનંત સૈન્યથી સહિત તે મોહાદિ શત્રુઓની સાથે તું દરરોજ મહાયુદ્ધને કર અને પછી ચારિત્રધર્મ સૈનિકો તને સહાય છે અને તું પણ તેઓનો સહાય થઈને સર્વથા જ મોહશત્રુના સૈન્યનો ક્ષય કરીને મોક્ષપુરીનો પરમેશ્વર થઈશ. પછી આ કેવલીના વચનને સાંભળીને ખરેખર આવી સામગ્રી દુર્લભ છે એ પ્રમાણે ફરી પણ વિચારીને ત્યાં બેઠેલા જ ખુશ થયેલા બલિરાજાએ પટ્ટમહાદેવી રતિસુંદરીથી જન્મેલ નયસાર નામના જયેષ્ઠ પુત્રને પોતાના સ્થાન પર સ્થાપન કરવાનો આદેશ કર્યો પણ પોતે જિનમંદિરમાં પૂજા મહાદાન અમારી ઘોષણાનો આદેશાદિ મહાપ્રભાવનાપૂર્વક પાંચશો રાજા-માંડલિક -મંત્રી-સામંત અને નગરજનોની સાથે તથા કેટલીક અંતઃ પુરની સ્ત્રીઓની સાથે કેવલી પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. ગુરુએ આપેલ સર્વપણ શિક્ષાનો અમલ કર્યો. સદ્બોધ અને પુણ્યોદયના પ્રભાવથી થોડા દિવસોથી તે બાર અંગોને ભણ્યા અને અનેક અતિશયો (લબ્ધિઓ)થી સંપન્ન થયા. પછી સમય ને જાણીને કુવલયચંદ્ર કેવળીએ પોતાના સ્થાન પર આની નિમણુંક કરી અને સર્વપણ ગચ્છ તેને સોંપ્યો અને પોતે શૈલેશીકરણથી ભવોપગ્રાહિ કર્મના નિર્જરાના કમથી મોક્ષપુરીમાં ગયા. બલિરાજર્ષિસૂરિ પણ સદ્બોધ અને સદાગમ વડે બતાવાયેલ વિધિથી યુદ્ધમાં મોહરાજાના સૈન્યનો ક્ષય કરતા અનેક ગ્રામ-નગર-દેશોમાં મોહાદિની વિડંબનાથી ઘણાં લોકોને છોડાવતા વિહાર કર્યો.
અને કોઈ વખતે તેણે અપ્રમત્તગુણસ્થાનના કમથી અકસ્માત્ અતિવિશુદ્ધ અધ્યવસાય સ્વરૂપ ક્ષપકશ્રેણી રૂપી ખગયષ્ટિને પ્રાપ્ત કરી. તેનાથી મૂળમાંથી જ ચારેય પણ અનંતાનુબંધી ક્રોધ વગેરેને હણ્યા. મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીય રૂ૫ ત્રણ પ્રકૃત્તિ સહિત મિથ્યાદર્શનનો જળમૂળથી ખેંચીને નાશ કર્યો. પછી અપૂર્વકરણ ગુણસ્થાનને સ્પર્શ કરીને, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનને પ્રાપ્ત કર્યું. અને તે ગુણસ્થાને મૂળમાંથી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન નામના આઠ કષાયોને ઉચ્છેદ કરવાની શરૂઆત કરી. તે આઠ કષાયો અર્ધા હણાયા ત્યારે નરકગતિ-નરકાનુપૂર્વી-તિર્યંચગતિ -તિર્યંચાનુપૂર્વી તથા એક-દ્વિ
26n