________________
થયેલા મોહ વગેરે આવ્યા અને તે જ વ્યવહાર નિગોદમાં અનંત ક્રોડ દુઃખોને અનુભવાતો અનંત ઉત્સર્પિણી સુધી ધારણ કરાયો. પછી તે મોહરાજાદિ ક્યારેક, કંઇક, કોઇક રીતે પણ પાતળા પડે છતે અવકાશને મેળવીને કર્મપરિણામ રાજાવડે આ નિગોદનો જીવ પૃથ્વીકાયાદિમાં લવાયો અને પૃથ્વીકાયાદિમાં લાખો દુ:ખોને આપનારા, રોષવાળા મોહાદિએ અસંખ્ય ઉત્સર્પિણી- અવસર્પિણી સુધી સન્માર્ગથી ભ્રષ્ટ કર્યો અને પછી કંઈક અવકાશ મેળવીને કર્મપરિણામ રાજા આ જીવને અપ્લાયમાં લઇ ગયો. ત્યાંથી પણ તેજસ્ કાયમાં, અહીંથી પણ વાયુકાયમાં લઇ જવાયો અને આ પ્રત્યેક કાયમાં ક્રોધિત થયેલ મોહરૂપી દુશ્મનો વડે જુદાજુદા પ્રકારના દુઃખો આપવાપૂર્વક અસંખ્ય ઉત્સર્પિણી- અવસર્પિણી સુધી સન્માર્ગથી બાધિત કરાયો અને ત્યાંથી કાઢીને સિત્તેર કોટાકોટિ સાગરોપમ સુધી પ્રત્યેક વનસ્પતિ કાયમાં ધારણ કરાયો. અહીં પણ વચ્ચે વચ્ચે અતિકુપિત તે દુષ્ટ મોહાદિવડે આ વરાકડો સસારી જીવ વિમુખ-કરીને ફરી ફરી વ્યવહારનિગોદ અને પૃથ્વીકાયાદિમાં લઇ જઇને તે જ પ્રમાણે પ્રત્યેકમાં અનંતાદિ સ્વરૂપવાળા કાળ સુધી ધારણ કરાયો જ્યાં સુધી આ એકેન્દ્રિયોમાં જ અસંખ્ય પુદ્ગલ પરાવર્તો પસાર થયા ત્યાં સુધી ફરી ફરી ભ્રમણ કરાવનાર મોહાદિવડે ધારણ કરીને અટકાવાયો. આટલા કાળ પછી કાંઈક અવકાશ પ્રાપ્ત કરીને કર્મ પરિણામ વડે આ વિકલેન્દ્રિયમાં લઈ જવાયો. આ જાણીને મોહ વગેરે પાછળ દોડ્યા અને તેઓ વડે સંખ્યાતા હજાર વર્ષો સુધી ધારણ કરાયો અને ફરી પણ પ્રકુપિત મોહાદિવડે વિમુખ કરાયો અને પૂર્વે કહેલા નિગોદાદિ એકેન્દ્રિયોમાં નંખાયો અને ફરી તે નિગોદાદિ એકેન્દ્રિયોમાં ભ્રમણ કરાવનાર મોહાદિવડે આ જીવ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત કાળ સુધી ધારણ કરાયો. ફરીથી ક્યારેક વિકલેન્દ્રિયમાં આવ્યો. ફરી સંખ્યાત કાળ સુધી તેમાં ધારણ કરીને તે જ પ્રમાણે વિમુખ કરીને એકેન્દ્રિયમાં નંખાયો અને અસંખ્ય પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. આ પ્રમાણે વિકલેન્દ્રિય અને એકેન્દ્રિયમાં જતા અને આવતા અનંતા પુદ્ગલ પરાવર્તો સુધી અતિ દુઃખી એવો તે ધારણ કરાયો અને ક્યારેક કોઈક અવકાશ પામીને કોઈક રીતે તું આ કર્મપરિણામ વડે સંમૂર્ચ્છજ પંચેન્દ્રિય તિર્યંચમાં લઇ જવાયો અને ત્યાં પણ દોડીને પહોંચેલા મોહાદિવડે આઠ ભવોમાં બે થી નવ ક્રોડ પૂર્વ વર્ષો સુધી ધારણ કરાતો આગળ કોઈક દુશ્મન સૈન્ય નજીકમાં આવેલ હશે તેથી ભયભીત થયેલ મોહાદિ વડે ફરી પણ અધઃપાત કરાયો અને વિમુખ કરી પૂર્વે કહેવાયેલ એકેન્દ્રિયમાં લઈ જવાયો પછી તે જ પ્રમાણે વિકલેન્દ્રિય અને સંમૂર્ચ્છજ પંચેન્દ્રિયોમાં જતા આવતા ફરી પણ અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. પછી કોઇક વખત કોઈક રીતે કર્મરાજાવડે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમાં લઇ જવાયો. ત્યાં પણ તરત આવેલા મોહાદિવડે આઠભવોમાં બે થી નવપૂર્વ કોડ વર્ષ રાખીને પ્રબળ પ્રજ્જવલિત ગુસ્સાવાળા મોહાદિવડે વિમુખ કરાયો અને ફરી પણ એકેન્દ્રિયથી માંડી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સુધીના જીવોમાં જવા આવવાથી તે જ પ્રમાણે અનંતપુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો અને કોઇક વખત પંચેન્દ્રિતિર્યંચમાં માછલા વગેરેના ભાવમાં આવેલા આને જોઇને મોહરાજાવડે વિચારાયું. અહો! આ કર્મ પરિણામ રાજા આને આગળ -આગળના ભવોમાં લઇ જતા અટકશે નહીં અને ક્યારેક દુશ્મન પક્ષને પણ બતાવશે એથી ગુસ્સે થયેલા મોહાદિવડે આ મહાપાપોમાં પ્રવૃત્ત કરાવાયો. સતત જીવઘાતને કરાવાયો. ફક્ત માંસ ભક્ષણમાં પ્રેરણા
204