________________
કરાવાયો. ત્યાંથી મહાનરકોમાં પડાયો અને ત્યાં અનંત દુઃખોને અનુભવતો અસંખ્યકાળ સુધી ધારણ કરાયો અને કોઈક વખત ત્યાંથી ખેંચીને કર્મરાજાવડે આ પક્ષી આદિ ભવોમાં લવાયો. પછી અતિગુસ્સે થયેલા મોહાદિવડે ફરીથી આ વિમુખ કરાયો અને તેજ પ્રમાણે એકેન્દ્રિયથી માંડીને નરકસુધીના સ્થાનોમાં ગમનાગમનથી અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો અને કોઈક વખત કયાંયથી પણ કોઈક રીતે(ઉપાયથી) કર્મરાજા વડે સંમૂર્છાિમ મનુષ્યમાં લઈ જવાયો.
ત્યાં પણ જલદીથી આવીને મોહાદિવડે આઠ ભવોમાં અંતર્મુહૂર્ત ધારણ કરીને જલદીથી વિમુખ કરાયેલ પાછો ફરાવાયો ત્યાંથી ફરી એકેન્દ્રિયથી માંડી સંમૂચ્છિમ મનુષ્ય સુધી જીવોમાં ગમન અને આગમનથી અનંતા પુગલ પરાવર્ત ધારણ કરાયો અને ત્યાંથી કોઈક વખત કોઇક રીતે કર્મપરિણામ રાજાવડે આ અનાર્ય દેશોમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ મનુષ્યોમાં લઈ જવાયો તેથી મોહ ચોંક્યો. મોહરાજાના સર્વ સૈનિકો ક્ષોભ પામ્યા અહો! આપણે હણાયા. આ વૈરી દૂર લઈ જવાયો. પછી રસમૃદ્ધિ અને અકાર્યપ્રવૃત્તિ નામની બે સ્ત્રીઓએ ઊભી થઈને કહ્યું કે તમારે વળી આ ક્ષોભ શાનો? કારણ કે અહીં રહેલો આ વાકડો અમને સાધ્ય છે તમે આજ્ઞા કરો જેથી ગળામાં બાંધીને તમારો દાસ કરીને જલદીથી પશ્ચાત્ મુખ કરીને પાછો લઇ અવાય. અહો! આપણા સૈન્યમાં સ્ત્રીઓનો પણ આટલો ટેકો છે એ પ્રમાણે ખુશ થયેલ મોહરાજાવડે કહેવાયું કે હે વત્સિકે! તમે બે જલદીથી ત્યાં જાઓ અને એ પ્રમાણે જ કરો. આ કાર્યોમાં તમારી સિદ્ધિ થાઓ. અમે પણ સૈન્ય સહિત તમારી સહાયને કરશું એ વચનનો સ્વીકાર કરીને તે બે ગઈ અને આ જીવ રસગૃદ્ધિવડે મધ-માંસ-આદિ-અપયપાન અને અભક્ષ્ય ભક્ષણમાં પ્રવૃત્ત કરાયો અને અકાર્ય પ્રવૃત્તિ વડે મા-બહેન આદિ અગમ ગમનમાં પ્રેરણા કરાયો અને ત્યાંથી જલદીથી મહાનરકોમાં નંખાયો. આ પ્રમાણે ફરી પણ વિમુખ કરીને મત્સ્ય -એકેન્દ્રિયાદિ સ્થાનોમાં અનંત પુગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. અને કોઈક વખત કોઈક રીતે પણ આ જીવ આર્યદેશોમાં ઉત્પન્ન થયેલા ચાંડાલોમાં લઈ જવાયો અને તે ચાંડાલભવમાં પણ અભક્ષ્ય ભક્ષણાદિ પ્રવૃત્તિથી નરકપાતાદિના કમથી રસમૃદ્ધિ અને અકાર્યપ્રવૃત્તિ એ બે વડે લીલાથી પાછો વાળીને અનંત પુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો. પછી આર્યદિશોમાં પણ વેશ્યાદિ કુળોમાં ઉત્પન્ન થયેલો તે બે (રસમૃદ્ધિ અને અકાર્ય પ્રવૃત્તિ) વડે પાછો ફેરવી ફેરવીને તેટલો જ (અનંત પુદ્ગલ પરાવર્ત કાળ સુધી) ધારણ કરાયો અને ક્યારેક ક્ષેત્ર અને જાતિથી વિશુદ્ધ એવું મનુષ્યપણું પ્રાપ્ત કરાયું ત્યારે મોહરાજા વડે દર્શનાવરણ અને નામકર્મ નામના બે સામંતો મોકલાવાયા અને તે બે વડે ક્યાંક જાતિ અંધ, પાષાણના ટૂકડા સમાન વિરૂપ, સર્વથા શોક કરવા યોગ્ય કરીને, વૃથા પ્રાપ્ત કરાયો છે મનુષ્યભવ જેના વડે એવો જીવ લીલાથી જ પાછો ફરીને એકેન્દ્રિયાદિમાં તેટલો જ (અનંત પુદ્ગલ પરાવર્ત) કાળ ધારણ કરાયો. ક્યારેક ફરીથી પણ કર્મપરિણામ રાજાવડે મનુષ્યભવમાં લવાયો. તે ભવમાં દર્શનાવરણ અને નામકર્મ સામંતવડે જન્મથી બહેરો, કાષ્ઠ સમાન વિરૂપ કરીને પાછો ફેરવાયેલો તે પૂર્વ પ્રમાણે ધારણ કરાયો. ક્યારેક મૂંગો અને પછી બાકીનું પૂર્વ મુજબ (એટલે કે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી શેષગતિઓમાં ધારણ કરાયો) આ પ્રમાણે કુબડો, કાણો, લંગડો, મંટ ઈત્યાદિ ભાવોથી અતિ બીભત્સ વિરૂપ કરીને લીલાથી જ દાસીની જેમ વશ કરાયેલો અનંતવાર પાછો પ્રત્યેકમાં અનંત પુદ્ગલ પરાવર્ત
205