________________
સુધી ધારણ કરાયો, અને ક્યારેક મુશ્કેલીથી કર્મપરિણામ રાજાવડે ફરી પણ મનુષ્યપણામાં લવાયો મોહરાજાવડે મોકલાયેલ અસાતવેદનીય નામના દુષ્ટ ચોરટાવડે ક્યારેક જન્મથી માંડીને જ મહાકુષ્ટિ કરાયો, ક્યારેક બરોડનો રોગી, જગુવાન, વાતકી, દુઃખી, મોટાપેટવાળો, જવરી (તાવવાળો) અતિસારી,(ઝાડા થવાનો રોગ) ખાંસીવાળો, શ્વાસવાળો, ભગંદરી, પેટના રોગવાળો, રકતપિત્તીયો મસાના રોગવાળો, મસ્તકરોગી, કપાળરોગી, નેત્રરોગી, કર્ણરોગી, કંઠતાલુ, જિહવા -દાંત હોઠ -કપોલ અને મુખરોગી, હ્રદયશૂળી, કુક્ષિશૂળી, પીઠશૂળી, આમદોષી મધુપ્રમેહી, અરોચકી, છાતીમાં જન્મ થવા, ક્યારેક ક્ષયાદિ રોગી, ક્ષીણ દેહવાળો, હંમેશા જ ઘણી ઉછળતી તીવ્ર વેદનાનો સમૂહવાળો, આકંદને કરતો, વિલાપને કરતો, શોકને કરતો, બડબડાટ કરતો, અરીસાની જેમ પરિચિત -અપરિચિત- જાણ- અજાણ સમસ્ત જનોને નિવેદન કરતો, દીન, કંદમૂળનું ભક્ષણ કરતો, અતિકડવા ઉકાળાનું પાન કરતો, અનાર્યજનના ઉપદેશથી અતિઉગ્ર સેંકડો ચૂણને કરતો, સ્વમતિકલ્પનાથી કે શરીરના રાગથી અભક્ષોનું ભક્ષણ કરતો, અપેયોને પીતો, અકાર્યોને કરતો, મંત્ર, તંત્ર, બલિકાર્યના પ્રયોગોમાં મહાસાવધોને કરતો, ઉપાર્જન કરાયો છે મહાપાપનો ભાર, હારી જવાયો છે મનુષ્યભવ જેનાવડે એવો તે અનંતવાર પાછો ફરીને એકેન્દ્રિયાદિમાં દરેક વખતે અનંત પુગલ પરાવર્ત સુધી ધારણ કરાયો અને ફરી કોઈકવાર કોઈક રીતે મનુષ્યપણું પ્રાપ્ત થયે છતે મોહરાજાવડે બતાવાયેલ પાપી એવા મહાદંડાધિપની આજ્ઞાથી ક્યારેક શિકારી, ક્યારેક પારધી, ક્યારેક કસાઈ, ક્યારેક લુબ્ધક, ક્યારેક કેવળ માંસ ભોજનનો વ્યસની, ક્યારેક નિરંતર મહામઘ પાનમાં રત, ક્યાંક નદીપાતથી થયો, ક્યાંક ખાતર પાડવાથી, (ખાતર પાડવું એટલે ચોરી કરવા દિવાલાદિમાંથી બાકોરું પાડી ચોરી જવું). ક્યાંક બંદિઓવડે પકડાવાથી, ક્યાંક કાનાદિને તોડવાથી, ક્યાંક ખોટી સાક્ષી- કપટ- જુગાર- પૂર્તતા- ઠગવિદ્યાદિ પ્રયોગો વડે સકલજનને ઠગવાથી, ક્યારેક કોટવાલ, ગુપ્તિપાલ (જેલર) અમાત્ય- ખર- કમદિના આચરણથી, ક્યારેક શેરડીના ખેતર વાવવાથી, ક્યારેક જીવ સંસક્ત તલ અને શેરડી પીલવાથી, ક્યારેક માંસ વેંચવાથી, ક્યારેક મદિરાના વ્યાપારથી, કયારેક શસ્ત્ર -લાખ લોખંડ -હળ -મુશળ -ખાંડણિયા -વાટવાનો પથ્થર ઘરંટી આદિ ઘણી સાવદ્ય વસ્તુઓના વેચાણથી કપોળકલ્પિત પોતાની અને કુટુંબની દુષ્ટ પ્રાણવૃત્તિ કરી અને અનંતવાર પાછો પડીને એકેન્દ્રિયાદિમાં ફરી પણ અનંત પુદ્ગલ પરાવર્ત સુધી દુઃખથી પીડિત રહ્યો.
આ પ્રમાણે પાછો ફરવા વડે કરીને જીવ મનુજગતિ નામની નગરીમાં અનંતવાર આવે છે અને કોઇક વખત ઉત્પન્ન થઈ છે ચિંતા જેને એવો મોહરાજા પોતાના મિત્ર મંડલ પાસે બેસીને એકાંતમાં કહ્યું કે અહો! આ સંસારી જીવની સાથે મારા આદેશથી સંવ્યવહાર નગરથી માંડીને આટલા કાળ સુધી આ મિથ્યાદર્શન મહત્તમ નામનો મહાભાગ સતત એક ક્ષણ પણ અવિયુક્ત (અલગ થયા વિના) ભમ્યો. મારા આદેશથી જ તેની પાછળ હંમેશા તેના બે અનુચરો જ્ઞાનાવરણ અને અજ્ઞાન મહાસુભટો પણ તે પ્રમાણે ભમ્યા. આ ત્રણેયના પ્રભાવથી આ જીવે ક્યાંય દેવની વાર્તા માત્રાને પણ ન સાંભળી, ગુરુના નામને પણ ન જાણ્યું. તત્ત્વનો લેશ પણ ન જાણ્યો. વધારે શું? ધર્મ એવા જે અક્ષરો છે તે તેના કાનમાં પ્રવેશ્યા નથી. જ્ઞાની પુરુષો વડે કહેવાયેલા
206.