________________
અર્થને પણ આણે ન જાણ્યો. આહાર, નિદ્રા અને મૈથુન માત્રમાં આસક્ત એવો આ વરાકડો કેવળ ભમ્યો છે. અને હમણાં કર્મપરિણામરાજા આને કનકપુર નગરમાં અમરશ્રેષ્ઠી અને નંદાના પુત્ર રૂપે ઉત્પન્ન કરાવવાને ઇચ્છતો સંભળાય છે અને કનકપુર નગર કંઇક ધર્મના પ્રભાવવાળો છે તેથી તે ત્યાં ગયે છતે આપણને શું પ્રાપ્ત થશે તેને અમે જાણતા નથી. આ સાંભળીને મિથ્યાદર્શનમંત્રીએ અજ્ઞાનના હાથમાં તાળી મારીને કહ્યું કે અહો! જે લોટના કુંડ પર ઘી નો ઘડો ઊંધો વળ્યો તે સુંદરતર થયું અર્થાત્ અમે જે કાર્યને કરવા ઇચ્છતા હતા તે કાર્ય વિના પ્રયત્ન થયું. ખરેખર તો બાળથી માંડીને વૃદ્ધ સહિત એવું અમરશ્રેષ્ઠીનું ઘર અમારી આજ્ઞાથી નિયંત્રિત છે. જો અમારે યોગ્ય વિશેષથી કંઈક હશે તો ત્યાં અમે જ સર્વની સાર સંભાળ લઈશું પરંતુ દેવ સૈન્ય અનંત છે અને ત્યાં રસગુદ્ધિ અકાર્યપ્રવૃત્તિ અને રોગાદિ રૂ૫ સ્ત્રીઓ વડે તેવા પ્રકારનો વ્યાપાર કરાતો હોવાથી અમે આજે પણ વિશેષથી પોતાના તેવા પ્રકારના અવસરને જોતા નથી. પણ સામાન્યથી તો મધ્યમાં રહેલા દેવવડે પણ સૈન્યનું પ્રવર્તન કરાતું જ છે તો ત્યાં અમારો કયો ગુણ વખાણાય? એ પ્રમાણે મિથ્યાદર્શન મહત્તમની જોરદાર વાણી સાંભળીને બહાર ચિત્તવ્યામોહ -આસ્થાન મંડન પર બેઠેલી એક સ્ત્રી અને એક નપુંસક ખડખડાટ હસ્યા તેથી વિસ્મિત થયેલો મોહરાજા ઊઠીને વિપર્યાસસમૂહ નામના આસન ઉપર બહાર જ પ્રકટ બેસીને કહ્યું કે હે વત્સ! આ નપુંસક ખડખડાટ હસ્યો ? પછી પ્રણામ કરીને તે બોલી કે - સમસ્ત જગતમાં. દુઃખ ઉત્પન્ન કરવા માટે ઈષ્ટજન વિયોજિકા નામની હું સ્વયં જ આપના વડે મહાસ્થાન પર નિમણુંક કરાઈ છું તેમને આપ જાણો છો અને ત્રણ ભુવનમાં અપ્રતિહત આ છે સામર્થ્ય જેનું, શક અને ચક્રવર્તીઓને પણ અલંધ્ય છે શાસન જેનું, મહાધાડપાડુઓનો નાયક, સર્વત્ર અકાળે આફતોને પાડનારો, તમારી કૃપાથી બાળ -વૃદ્ધ સહિત સમસ્ત જગતના જનમાં પ્રસિદ્ધ એવો આ તમારો મરણ નામનો નપુંસક છે. હું અહીં વધારે શું કહું? અને અહીંથી આ સંસારી જીવ તમારા ભાઈ વડે કનકપુરવાસી અમરશ્રેષ્ઠીને ઘરે લઈ જવાયો છે અને નંદાના ગર્ભમાં મુકાયો છે તેને છ માસ થયા છે અને પછી જણાયો છે દેવના મનનો અભિપ્રાય જેના વડે એવી હું મરણને સહાય કરનારી ત્યાં ગઈ અને તેના પિતા મરણ પમાડાયા અને તેનો જન્મ થયે છતે તેની માતાનું અને બાકીના મનુષ્યોનું મરણ થયું અને પછી ક્ષણથી આ મૃત્યુ નામના મહાસુભટવડે તે વરાકડો પણ તેટલામાં મરણને શરણ કરાવાયો જેટલામાં તેના કુળનું નામ પણ ભુંસાઈ ગયું અને ત્યાંથી પાછો ફેરવીને એકેન્દ્રિયાદિમાં લઈ જવાયો અને તે એકેન્દ્રિયોમાં ભમતો એવો આ અનંતપુગલ પરાવર્ત સુધી રહેશે આથી મિથ્યાદર્શનના અયથાર્થ (ગેરવાજબી) વચનને સાંભળીને અમે બે હસ્યા હતા. પછી હર્ષપૂર્વક જોઇને અને આગ્રહ નિકર નામના પોતાના સૈન્યને અને પોતાની મૂછને હાથથી સ્પર્શ કરીને મોહરાજાએ કહ્યું કે અહો! મારા નપુંસક સૈનિકોમાં પણ કેટલું સામર્થ્ય છે તે તમે જુઓ. પછી મરણે કહ્યું કે સ્વામિ! તમે આ પ્રમાણે ન બોલો. આ પ્રભુનો જ પ્રભાવ છે તે આ પ્રમાણે
મંદમતિઓ પણ જે કાર્યમાં સફળતા મેળવે છે તે સફળતાનો ગુણ તેના સ્વામીઓનો છે તેમ જાણવું. જો સૂર્યે તેને રથની ધુરામાં ન જડ્યો હોત તો તે પાંગળો અરુણ (પ્રભા) પણ અંધકારને કેવી રીતે ભેદત?
207