________________
વાનરનું પરાક્રમ એક ડાળી પરથી બીજી ડાળી પર જવા જેટલું જ હોય છે પણ વાનરવડે જે સમુદ્ર તરાય છે તે પ્રભાવ તેના સ્વામીનો છે.
પછી મોહરાજાએ કહ્યું કે હે વત્સ! અહીંથી માંડીને સર્વ આપત્તિઓના સમૂહમાં સહાય કરનાર તરીકે તારી નિમણુંક કરવામાં આવે છે. તેથી તારે સારી રીતે નિરીક્ષણ કરતા રહેવું. મનુષ્યગતિ નગરીને પ્રાપ્ત થયેલા એવા તે દુષ્ટને ક્યારેય પણ ઊભો પણ ન થવા દેવો. ધર્માક્ષર જાણે તે પહેલા મૂળથી ઉખેડીને જલદીથી પશ્ચાત્ મુખવાળો પાછો ધકેલવો. ‘આપનો આદેશ પ્રમાણ છે.' એમ કહીને મરણ વગેરે સર્વે ઊભા થયા અને લાંબો સમય આ બધા નિરીક્ષણ કરે છતે કર્મપરિણામરાજાવડે આ લાવીને કુલટાનારીના ગર્ભમાં પ્રવેશ કરાવાયો અને ત્યાં દુષ્ટઔષધિના પાનથી પ્રાણાનિક મહા-આપત્તિઓને પ્રાપ્ત કરાવાયો. મરણથી સૂઘાયેલો ગર્ભમાંથી પણ ગળ્યો. પાછો પડીને તે એકેન્દ્રિયાદિ ગતિમાં ગયો અને ત્યાં તેટલો જ (અનંત પુગલ પરાવર્ત) કાળ ધારણ કરાયો. તેના અંતે કર્મવડે કોઈપણ રીતે આ પ્રથમ પ્રસૂતિવાળી સ્ત્રીના ગર્ભમાં લવાયો. ગર્ભમાં પણ યોનિરૂપી યંત્રથી પીડાયેલો મહાવેદના સમુઘાતમાં પડેલો જનમતા જ માતાની સાથે મરણ વડે ઉપસંહાર (નાશ) કરાયો. ત્યાંથી પટકીને તે પ્રમાણે જ એકેન્દ્રિયાદિમાં અનંતકાળ સુધી ધારણ કરાયો. આ પ્રમાણે ક્યારેક એક વરસનો, ક્યારેક બે વરસનો, ક્યારેક ત્રણ વરસનો થઈને અકાળે જ બાલાદિ અવસ્થામાં ધર્મ નામના અક્ષરોની પ્રાપ્તિ વિના સર્વ આપત્તિથી સહિત મરણવડે સંહાર કરીને પાછો ફરેલો એકેન્દ્રિયાદિમાં મુકાયો અને દરેક વખતે તેમાં પરિભ્રમણ કરતો અનંતપુદ્ગલ પરાવર્ત સુધી ધારણ કરાયો.
અને આ બાજુ મનુષ્યક્ષેત્રમાં શ્રીનિલય નામનું નગર છે અને તેમાં ધનતિલક નામનો શ્રેષ્ઠી છે. ધનમતી નામની તેની સ્ત્રી છે અને કોઈક વખત કર્મપરિણામ રાજાવડે આ સંસારી જીવ તેના ગર્ભમાં નંખાયો. આ હકીકત જાણીને ગભરાયેલા મનવાળા મોહરાજાએ મિથ્યાદર્શન મંત્રીને નિવેદન કર્યું. મિથ્યાદર્શન મંત્રીએ પણ આંખો નીચી કરી ક્ષણ મૌન રહી પછી કંઈક માથું ધુણાવી હુંકાર કરીને કહ્યું કે અહો! હવેથી માંડીને તેનું કુળ વિશેષથી આપણે યોગ્ય(અનુકૂળ) થશે. જોકે શત્રુના સૈનિકો વડે હજુ સુધી ક્યાંય પણ આપણું નુકશાન કરાયું નથી તો પણ આપણા વડે પણ સામાન્યથી જ શત્રુનું સૈન્ય આપણી દેખરેખ નીચે વર્તે છે. વિશેષથી હજુ સુધી શત્રુનું સૈન્ય આપણા દેખરેખ નીચે નથી તો પણ દેવે અહી કોઈ શંકા ન કરવી. આપના વડે જોવાયેલ આ વરાકડો ક્યાં જશે? જલદીથી આને ગળામાં પકડીને પરાક્રૂખ કરીને દેવને ખબર આપીશું એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વિસર્જનના બીડાને મેળવીને અર્થાત્ વિસર્જન કરાયેલો મિથ્યાદર્શન મંત્રી સ્વસ્થાને ગયો અને ચિંતાથી ચિંતિત થયો. ડાબા હાથના તળ ઉપર મૂકાયેલ છે એક ગાલ જેનાવડે એવો તે તે રીતે ઘણાં સમય સુધી રહ્યો. પછી કુદષ્ટિ નામની પોતાની સ્ત્રી વડે જોવાયો. તેણે કહ્યું કે હે આર્યપુત્ર! જગતમાં અસાધારણ સૌભાગ્યની ભૂમિ એવી કઈ સ્ત્રી ધન્ય છે જેના માટે દેવીઓને ઈચ્છવા યોગ્ય એવા તમને આટલી ચિંતા થઈ. પછી તેના વડે કહેવાયું કે હે પ્રિયા! તારે આ મશ્કરીવચન બોલવા ઉચિત નથી કારણ કે તને છોડીને મને સ્વપ્નમાં પણ બીજી કોઈ સ્ત્રી મનમાં નથી પરંતુ આ ચિંતા બીજા કાર્યના વિષયવાળી છે. પછી સંભ્રમથી બે ભૂકુટિ ચઢાવીને તેણીએ કહ્યું કે એવું ક્યું કાર્ય ઉપસ્થિત
208