________________
થયું જેમાં લીલાથી પોતાને વશ કરાયેલો છે સંપૂર્ણ ત્રણ ભુવન જેના વડે એવા આર્યપુત્રને આટલી મનની વ્યાકુળતા થઈ. જો તે મને કહેવામાં વાંધો ન હોય તો જણાવો. પછી મિથ્યાદર્શન મંત્રીએ કહ્યું કે હે સુલોચના! આટલા વખત સુધી મેં તને ન કહ્યું હોય એવું કશું જ નથી કારણ કે મારા ઘરમાં તું જ સર્વ વિશેષ કાર્યોની ચિંતા કરનારી છે તેથી પ્રસ્તુત હકીકતને પણ તું સાંભળ. ચારિત્રધર્મની સહાયથી કર્મપરિણામ રાજાવડે સ્વીકારાયેલ સંસારી જીવ હમણાં શ્રી નિલય નગરના નિવાસી ધનતિલક શ્રેષ્ઠીના ઘરે લઈ જવાયો છે તેના સંબંધી મેં સ્વામીની આગળ એક પ્રતિજ્ઞા કરી છે અને તેને તે પણ સાંભળી હશે. તેણીએ કહ્યું કે આ એમ જ છે. અર્થાત્ મારા વડે તે પ્રતિજ્ઞા સંભળાઈ છે. પછી મિથ્યાદર્શન મંત્રીએ કહ્યું કે હે કમલવદના! આ બીના દુર્ઘટ છે કારણ કે કર્મપરિણામ રાજા સામા પક્ષમાં બેઠો છે અને હજી પણ અમારા વડે તે કુળ દઢતાથી ભાવિત કરાયું નથી. અમારા વડે ભાવિત કરાયેલા પણ કુળોને ઠગવાને માટે શત્રુપક્ષો નિપુણ છે અને નિપુણ એવો આ સમ્યગ્દર્શન આપણો વિશેષથી શત્રુ છે. સમ્યગ્દર્શનની મહાસૌભાગ્ય રૂપી અમૃતની નદી સમાન એવી ધર્મબુદ્ધિ નામની પુત્રી છે જે ઇન્દ્રોને પણ સેવવા યોગ્ય છે, ચકીઓને પણ પ્રાર્થના કરવા યોગ્ય છે, સુમુનિઓના ચિત્તમાં હંમેશા રહેલી છે જેણીએ રાજાઓના મનને આકર્ષિત કર્યું છે, પરમ વિદ્વાનોને અભિલાષા કરવા યોગ્ય છે, બાનીઓને ધ્યેય કરવા યોગ્ય છે. પ્રાણીઓને પોતાને વશમાં લાવવા માટે આ સમગ્દર્શન પ્રથમથી તેને (ધર્મબુદ્ધિને) મોકલે છે અને આને જોઈને આપણા વડે સારી રીતે ભાવિત કરાયેલા, હંમેશા આપણા સ્વામીના ભક્ત થયેલા, હંમેશા મારા ચરણોમાં ગાઢ રીતે લાગેલા એવા કેટલાક પણ તેના વિશે જલદીથી અનુરાગી થાય છે. બાકીની પ્રવૃત્તિને શિથિલ કરે છે. મહાકુળમાં ઉત્પન્ન થયેલી રૂપ અને સૌભાગ્યથી યુકત એવી પણ અન્ય સ્ત્રીઓને વિશે વિરાગને પામે છે, અમારા ઉપદેશને ધ્યાનમાં લેતા નથી. સર્વથા કુટુંબોનો ત્યાગ કરીને ભ્રમિતની જેમ તેની (ધર્મબુદ્ધિની) પાછળ લાગેલા બીજાનો ત્યાગ કરીને ધર્મબુદ્ધિના પિતા સમ્યગ્દર્શનને જ મહાસ્વામી તરીકે સ્વીકારે છે પછી સર્વથા આને વશ થાય છે તેમાં (ધર્મબુદ્ધિમાં) અત્યંત રાગી થયેલા તેઓ અમને મહાવૈરી તરીકે જુએ છે. પછી અમારા સંપૂર્ણ પક્ષને મૂળમાંથી ઉખેડી નાખે છે એ પ્રમાણે પોતાના (આપણા) પક્ષનો ક્ષય કરનારી એવી ધર્મબુદ્ધિની વિચારણા કરતા હે પ્રિયા! મારી આ ચિંતા વધે છે. પછી કંઈક હસીને કુદષ્ટિએ તિરસ્કારપૂર્વક કહ્યું કે હે આર્યપુત્ર! શરદઋતુના ચંદ્રની ચાંદનીથી વ્યાસ પુનમની રાત્રીમાં દૂરથી જ આંકડાના પાનને વાઘના કાનની કલ્પના કરનાર વણિકની જેમ આપનાવડે આ ભય પોતાની મતિમાં અસ્થાને કલ્પના કરાયો છે. કેવી રીતે તે ભય કલ્પના કરાયો છે તે હું કહું છું. આ કર્મપરિણામ રાજા “બીજા પક્ષમાં આરૂઢ થયો છે' એમ તમે જે કહ્યું છે ત્યાં આ સંસારી જીવ બળવાન થયો છે તે વાત સત્ય છે અને તે (કર્મપરિણામ રાજા)જ સમુદાયનો જ સ્વામી છે ફકત આ એકપક્ષથી આપણને પણ મળે છે પણ બીજા પક્ષથી તેઓને મળે છે આથી જ ભય લાગે છે એમ કહેતા હો તો તે બરાબર નથી કારણ કે આ કર્મપરિણામરાજા હંમેશા આપણા પક્ષમાં રહેનારો છે જ્યારે તેઓના પક્ષમાં તો કયારેક રહેનારો છે. આપણી સાથે ગાઢ સંબંધવાળો છે, તેઓની સાથે દાક્ષિણ્ય માત્રથી રહેનારો છે.આપણો
209