________________
જાતિ ભાઈ છે જ્યારે તેઓને વૈરીપક્ષમાં રહેલો છે અને બીજું આ સંસારી જીવ આટલા કાળ સુધી આપના વડે સન્માર્ગથી સુત (ભ્રષ્ટ) કરાયો અને કદર્શિત કરાયો તેમાં કર્મ પરિણામ સર્વત્ર મધ્યવર્તી હતો. આ કર્મ પરિણામની સહાય વિના તમે આ સંસારી જીવનું ક્યારેય પણ અનિષ્ટ કરવા સમર્થ બનતા નથી અને બીજો કોઈપણ તેનું ઈષ્ટ કરવા સમર્થ થતો નથી. જે કહેવાયું હતું કે દુશ્મનો ભાવિત કરવામાં નિપુણ છે તે પણ મારા મનમાં હાસ્યને ઉત્પન્ન કરે છે કારણ કે ભાવિત કરવામાં અતિનિપુણ એવા તેઓએ અનાદિ કાળથી એક નિગોદમાત્રમાં રહેનારા પણ જીવોને હજુ સુધી સ્વવશ કર્યા નથી. પરંતુ તેના અનંતમાં ભાગમાત્ર જ વશ કર્યા છે. બાકી તમારા દાસપણાને પામેલા અનંત જીવોના સમૂહથી આ ત્રિભુવન ભરેલું છે. જે સંસાર રૂપી મહાનાટકમાં હંમેશા નાચતું રહે છે તેથી અહીં કોણ નિપુણ વાસક(પ્રભાવક) છે એમ ભયથી મુક્ત થઈને વિચારવું. ફરી પણ જે કહ્યું હતું કે તેની પુત્રી (ધર્મબુદ્ધિ) ઈન્દ્રોને પણ સેવનીય છે ઈત્યાદિ. તેથી તેમને એ વિકલ્પ થાય છે કે) ભયંકર ચોરના દર્શનથી ઉત્પન્ન થયેલ ભયથી ભ્રાન્ત થયું છે ચિત્ત છે જેનું, ઘોડાપર આરૂઢ થયેલ અતિકાયર એવા પ્રિયતમને ઘોડાની જેમ સર્વથા જ આત્મા પણ ભુલાઈ ગયો છે એમ હું માનું છું કારણ કે આપણે બંનેને પણ તેના જેવી, તેના કરતાં અનંતગુણ સૌભાગ્યવાળી એવી ધર્મબુદ્ધિ નામની પુત્રી છે જ. પ્રાયઃ તે પુત્રીની પેનીથી મસ્તકમાં પ્રહાર કરાયેલું આ ત્રિભુવન તે પ્રિયપુત્રીનું સતત સેવન કરે છે પણ મારી પુત્રીથી ભયભીત થયું છે મન જેનું એવી તે સમ્યગ્દર્શનની પુત્રી છૂપાતી ફરે છે. આપણી પુત્રીથી ત્યાગ કરાયેલા, ઘણાં વકવાદને ધારણ કરનારા, ખોટી હોંશીયારી કરનારા, કેટલાક થોડા જીવો જ તેનો (ધર્મબુદ્ધિનો) આશ્રય કરે છે તો તે વરાકડાની મારી આગળ કેમ પ્રશંસા કરો છો? તેથી અહીં વધારે શું કહેવું? જે તમે ઘણાં જ ભય પામ્યા છો તો મને જ ત્યાં જવાની રજા આપો જેથી તે વરાકડા સંસારી જીવને તમારી પુત્રીનો દાસ કરી, ગળે પકડીને, પાછો લઈ આવીને પૂર્વે ઘણીવાર અનુભવેલી ભૂમિને બતાવું. હે પ્રિયતમ! હું જાણું છે કે આ પ્રમાણે સ્ત્રીવર્ગે બડાઈથી બોલવું ઉચિત નથી કારણ કે વિનયસહિત અલ્પબોલનારી, લજ્જાવાળી સ્ત્રીઓ જ શોભે છે. તેઓનું ધિષ્ઠાઈપણું નિંદનીય બને છે પરંતુ ઘણાં ઘણાં દુઃખોથી પીડિત થયેલા અમારાવડે આ પ્રમાણે બોલાયું છે તેથી અપ્રસાદ ન કરવો આ મારો સર્વ અવિનય ક્ષમા કરવો પછી હસીને મિથ્યાદર્શને કહ્યું કે પ્રિયા! મોહ મહારાજાને અનુસરનારો લોક મહિલા પ્રધાન જ હોય છે. લોક મોહમહારાજાને લજ્જા ઉત્પન્ન કરતો નથી તેં સારુ કહ્યું. તું ત્યાં જા, જેમ કાર્ય ઉત્તમ થાય તેમ કર. કુદષ્ટિએ કહ્યું કે હે પ્રાણેશ! આ પ્રમાણે ન બોલો. અમારા જેવાની ચતુરાઈ તમારા ઉદયમાત્ર (હાજરી) થી જ થનારી છે. તમારા વિના અમે કોણ માત્ર? તેથી તમારે પણ ત્યાં આવવું જ. પછી મિથ્યાદર્શને કહ્યું કે આ પ્રમાણે જ છે અર્થાત્ હું પણ સાથે આવું છે. આપણે બંને ક્યારેય વિયુક્ત નથી ફક્ત અહીં તારે જ વ્યાપાર (પ્રવૃત્તિ) કરવો. અમે પણ તટસ્થ થઈ ત્યાં નિરીક્ષણ કરશું એમ કહીને પત્ની તથા સંતાનો સહિત મિથ્યાદર્શન ત્યાં ગયો. મોહરાજાએ સર્વ આપત્તિઓને, વ્યસનોને, ધનપિપાસા અને લાભાંતરાયને વગેરેને ધમકાવીને પાછળ મોકલ્યા.
અને આ બાજુ શ્રી નિલયનગરમાં ધનતિલક શ્રેણીની ગૃહિણી પ્રસૂતા થઈ. પુત્રનો જન્મ થયો. વધુપનક મંગલો કરાયા. તેનું વૈશ્રમણ એ પ્રમાણે નામ રાખ્યું. વૃદ્ધિને પામ્યો. કળાઓને
210