________________
તને ક્યારેક બતાવશે પછી હસીને સબોધે કહ્યું કે હે પ્રભુ! લોકમાં શું સંભળાયું નથી કે ગાયના નાશમાં છાણની પ્રાપ્તિ પણ વખાણાય છે. મોહ નામનો ભાઈ આ સહાયનો અનુરાગી છે ખરેખર આપણે સદા તેના વૈરીઓ છીએ કેમકે આપણે હંમેશા મોહના ક્ષયને માટે પ્રયત્ન કરીએ છીએ. કર્મરાજાની લોકસ્થિતિ મોટીબહેન વડે પણ મોહના અનંતમાં ભાગથી હંમેશા સન્માનિત કરાયા છીએ. (૩૮) હું એક છું અને શત્રુઓ અનેક છે તે પણ અહીં કારણ નથી કારણ કે એકલો સૂર્ય ઘણાં અંધકારનો નાશ કરે છે. તે સહાયનું દર્શન અતિદીર્ઘ કાળ પછી થશે તે પણ આપણને ખેદ કરનારું નથી કેમકે ભૂખ્યાની પીડાને જોઈને કંઈ ઉદુંબરનું વૃક્ષ ફળતું નથી તેથી હે દેવ! તમે ધીર થાઓ કારણ કે કાળે કરીને અશુભની હાનિથી આ સર્વ ક્રમથી સુસ્થિત થશે.
આટલામાં ચન્દ્રમૌલિ રાજા આ સર્વને અત્યંત સાવધાન મનથી સાંભળીને હર્ષપૂર્વક ચિત્તમાં વિચાર્યું કે અહો! સર્બોધ મંત્રી! સારું સારું આ યથાર્થનામવાળો જ છે. આ પ્રમાણે બીજો કોણ કહેવા પણ જાણે. (સમર્થ થાય.) આથી જ સમ્બોધવડે અમે સર્વથા પણ આશ્ચર્યકારી મુનીન્દ્રના આખ્યાનક કહેવા વડે કરીને અનુગૃહીત કરાયા. એ પ્રમાણે વિચારીને આંખ મીંચીને એક ક્ષણ પરમ આનંદ અનુભવીને કહે છે કે હે ભગવન્! પછી તે ચારિત્રધર્મને અપાયેલ સહાયનું આગળ ઉપર શું થયું એમ તેના વ્યતિકરને સાંભળવામાં અમે ઉત્સુક છીએ તેથી અમારા પર કૃપા કરીને ત્યારથી માંડીને નિવેદન કરો. જ્ઞાની કહે છે કે મહારાજા સાવધાન થઈ સાંભળે. પછી કર્મપરિણામ રાજાએ અસંવ્યવહાર રાશિમાંથી લાવીને વ્યવહાર નિગોદમાં મુક્યો અને પ્રચ્છન્ન રૂપ કરીને સ્વસામર્થ્યથી તે કર્મરાજાની પાસે રહ્યો. પછી મોહાદિએ તેના વૃત્તાંતને જાણ્યો અને વિચાર્યું કે અહો! અમારો સ્વામી નારદની (૪૯) જેમ અમારો નાયક એવો કર્મ પરિણામ રાજા બંને પક્ષમાં ઢોલકી વગાડે છે. જેમ ઘડો ભરેલો હોય અને તેમાં બીજુ કંઇપણ ભરવામાં આવે ત્યારે ઘડામાં ન રહેતા ચારે બાજુ ઢળી જાય છે તેમ અમારા નાયકને જે કંઈ ઉપદેશ કહેવામાં આવે તે તેના હૈયામાં ન ઊતરતા વ્યર્થ બને છે. કજીયાનો પ્રિય છે, જાણે દરવાજાના આગળીયાનો ખીલો છે, ઘંટાનો જાણે મોગરો છે, ડમરુકનો જાણે મણિ છે, કોલિકનો જાણે નડક છે, ચાંડાલનો જાણે ઢોલ છે, હંમેશા ઉભયપક્ષમાં જનારો, વારંવાર કહેવાતો પણ આ કંઈ સાંભળતો નથી, ભરેલા ઘડાની જેમ સર્વ બાજુએથી જ ઢળી જાય છે, આનાવડે સત્ય કરાયું છે કે - - ઉપદેશથી સ્વભાવ બદલાવી શકાતો નથી, સારી રીતે તપેલું પણ પાણી ફરીથી શીતળતાને - પામે છે. ૧
ભલે તેમ થાઓ તો પણ પોતાના ભુજાના બળથી જ કાલોચિત અનુષ્ઠાનને કરશું એ પ્રમાણે નિશ્ચય કરીને ચારિત્ર ધર્મ સૈન્યમાં ભવિષ્યમાં સહાય થનારા સંસારી જીવની પાસે ગુસ્સે
, (૯) નારદ બંને પક્ષમાં આડી અવળી વાતો કરીને લડાવે છે તેમ, આગરામાં રહેલો ખીલો અંદર અને બહાર બંને બાજુ ઉઘળતો હોવાથી દરવાજાને ખુલ્લો અને બંધ કરવાના બે કાર્યોને કરવામાં સહાય કરે છે તેમ, ઘંટાનો લોલક બંને બાજુએ અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે તેમ, ડમરુકમાં મણિ બંને બાજુ અથડાઇને અવાજને ઉત્પન્ન કરે છે તેમ, વણકરની તુરી (કોલિકનો નડક) બંને બાજુ ચાલતી કપડાંને વણે છે તેમ, ચાંડાલનો ઢોલ બંને બાજુ વાગે છે તેમ.
203