________________
નિર્મળઘાતક નાશ કરી હર્ષ પામે છે તો પણ હું અહીં આવા પ્રકારના દાક્ષિણ્યને કરું છું. આઓની પણ સાથે મારે અનંત કાળથી વ્યવહાર છે કોઈક પ્રકારે તેઓનું પણ હું કંઈક પ્રિય કરું છું પણ તમે જ હંમેશા મારા ચિત્તમાં વસેલા છો. હે વત્સ! તારે જે પ્રિય હોય તેને કહે હું મેળવી આપું. (૧૩)
મોહરાજાએ કહ્યું કે તમારા અવ્યયપુરમાંથી (અવ્યવહાર રાશિમાંથી) મિત્ર એવા તે જ સંસારી જીવોને આપો જેઓ વડે આ સમગ્ર પણ શત્રુપક્ષ સુખેથી ઉખેડાય. પછી કર્મરાજાએ અસંવ્યવહાર્ય નગરમાંથી દૂરભવ્યો અને અભવ્યો મોહરાજાની સહાય માટે આપ્યા. મોહરાજા તેઓની સાથે સર્વત્ર વિલસે છે. ચારિત્રધર્મના સૈન્યમાં આ ખબર જણાવાઈ. પછી ચારિત્રધર્મનું સૈન્ય સર્વત્ર નિરાનંદ, નિરુત્સાહ અને નિષ્ક્રિય થયું. (૧૭)
તેવા પ્રકારના સૂનમુન ચારિત્ર ધર્મરાજાને જોઈને મંત્રીએ રાજાને કહ્યું કે હે દેવ! આ પ્રમાણે સત્વથી રહિત નિશ્ચણિત કેમ રહો છો? અહીં આપત્તિમાં મહાપુરુષો હંમેશા ઉપાયને જ વિચારે છે. સ્ત્રીઓ અને કાયરોને પગ પહોળા કરી(નિષ્ક્રિય થઈ) બેસી રહેવું શોભે છે. અગ્નિથી ઘર બળે ત્યારે જે નિષ્ક્રિય બેસી રહે તેને ભસ્મ સિવાય બીજું કંઈ મળે? રાહુવડે ગ્રસ્ત કરાયેલ પણ સૂર્ય શું પરાક્રમને ત્યજે છે? સંપૂર્ણ ગ્રસ્ત કરાયેલ સૂર્ય શું જગતને ઉદ્યોત કરતો નથી? તેથી ધીરતાને ધારણ કરીને અહીં ઉપાયને વિચારવો જોઈએ. ચારિત્ર રાજા તેને કહે છે કે સર્વે પણ ઉપાયો તારી પાસે રહેલા છે તેથી હે વત્સ! તું અહીં જે કહે છે તે જ અમે કરશું. વિનયી એવો સર્બોધ પ્રણામ કરીને સ્વામીને કહે છે કે તો આપણે ક્લદી કર્મ પરિણામની પાસે જઈએ કારણ કે અગ્નિથી દાઝેલાઓને (૮) અગ્નિ જ સદૌષધ છે અને આ કર્મ પરિણામ રાજા શત્રુ નથી એમ જાણીને તેની સેવા કરાતી નથી (અર્થાત્ શત્રુ છે એમ સમજીને સેવા કરાય છે). જે અગ્નિવડે સર્વસ્વ ભસ્મ કરાયું છે તે અગ્નિ પણ ઉપાસ્ય છે. આપણે હંમેશા કર્મપરિણામ રાજાના શુભપક્ષને પોષીએ છીએ અને અંતમાં આપણા વડે કરાયેલ શુભને પોષીએ છીએ. તેથી કર્મ પરિણામરાજા પોતાના સર્વનાશને જાણીને પણ આપણી કોઈક સેવાને જ કરશે અને ઘાતી મોહાદિની જેમ હંમેશા આ એકાંતે દુષ્ટ નથી. (૧૨૭) આ પ્રમાણે સમ્બોધે કહ્યું ત્યારે તે ચારિત્ર ધર્મરાજ સદ્ધોધને આગળ કરીને અલ્પ ૫ર્ષદાવાળો તેની પાસે ગયો. પછી સર્બોધે કર્મભૂપાલને કહ્યું કે અમારા પક્ષે આટલા વખત સુધી તમારી સેવા કરેલ નથી તો પણ તમે સમભાવવાળા છો, હાલ તમે અમારી ઉપેક્ષા ન કરશો તમારા પદને (દરજજાને) જાળવી રાખો.
પછી લાંબા સમય સુધી મૌન રહીને, વિચારીને આ કર્મપરિણામ રાજા તે જ નગરમાંથી (અવ્યવહાર રાશિમાંથી) એક સહાયકને બોલાવીને સદ્ધોધને ઉદ્દેશીને કાનમાં ધીમેથી કહ્યું કે તમારે પણ આ એક પ્રગટ મદદગાર કમથી થશે. હમણાં જોકે ચારિત્ર ધર્મના સૈન્યો મદદગારના દુશમનો છે તો પણ આ શત્રુઓ મારે પાલન કરવા યોગ્ય છે નહીંતર કુટુંબ વિખરાઈ જશે. આ પ્રમાણે સાંભળીને પછી ધર્મરાજા સબોધની સાથે પોતાના સ્થાને ગયો અને પૂછયું કે કર્મપરિણામ રાજાવડે આવું કેમ કરાયું? તેણે મોહરાજાને ઘણાં સહાયો આપ્યો જેમાંથી એકને આગળ ઉપર
(૮) અગ્નિ બાળનારો હોવા છતાં અન્ન રાંધવાદિના કાર્યો અગ્નિથી થતા હોવાથી લોકને ઉપકારક છે
202