________________
છે, રાત્રીભોજનનો નિયમ કરાવે છે, ઉપશમથી ભૂષિત કરે છે. માર્દવથી મંડન કરે છે. આર્જવથી અલંકૃત કરે છે, સંતોષથી તર્પણ કરે છે. ગાઢ સ્નેહબંધનથી મુકાવે છે, રાગની બેડીઓને દળે છે. અહીં પણ મહાસમૃદ્ધિનું આરોપણ કરે છે. મોટાઈને ઉત્પન્ન કરે છે, સમસ્ત લઘુતાને સ્થગિત કરે છે, સર્વ જનમાં પ્રશંસાને ફેલાવે છે. સુગતિમાં લઈ જાય છે. નરક અને તિર્યંચ બે ગતિઓનો નાશ કરે છે, મહર્કિક દેવપણામાં ઉત્પન્ન કરાવે છે. સુમાબુમાં જન્મ અપાવે છે. બોધિને પ્રાપ્ત કરાવે છે, રાજ્ય- ઐશ્વર્ય-સૌભાગ્ય-આદેયત્વ, પૂજ્યત્વાદિથી સ્વસ્થ કરે છે. સધર્મક્રિયામાં પ્રવર્તાવે છે. ફરી મહદ્ધિક દેવભવમાં લઈ જાય છે
આ પ્રમાણે આ ચારિત્રધર્મરાજ ભવવાસમાં પણ સુખ આપે છે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરાવે છે. તેથી તેઓને આ હિતકારી છે. આ પ્રમાણે આ બે સૈન્યો હંમેશાં રહેલા છે. પ્રાણીઓના સુખ અને દુઃખને માટે તે બેનું યુદ્ધ ક્યારેય અટકતું નથી. આ બંનેને યુદ્ધ કરતા અનંતકાળ પસાર થયો અને અહીં ક્યારેક કોઈકનો જય પરાજય મનાયેલ છે. જેથી તેઓથી પણ મોટો વૈલોક્યનો નાયક કર્મ પરિણામ નામનો મહર્તિક રાજા છે. શુભ અને અશુભ આદિ સ્વરૂપથી આ વિચિત્ર કહેવાય છે ધૂળ બુદ્ધિવાનોને અલક્ષ્ય છે, યોગીઓને પ્રત્યક્ષ મનાયેલ છે. આ મોહરાજાનો માટો ભાઈ છે. લોકસ્થિતિનો નાનો ભાઈ છે. કાલપરિણતિનો પતિ છે, સમર્થ છે, નાટકપ્રિય છે તે આ પ્રમાણે
કર્મરાજા દેવોને પણ ગધેડા બનાવે છે, ગધેડાઓને પણ દેવ બનાવે છે. તિર્યંચોને પણ નારક બનાવે છે, નારકોને પણ તિર્યંચ બનાવે છે, હાથીઓને પણ કીડા બનાવે છે, કીડાઓને પણ હાથી બનાવે છે. ચકીઓને પણ રંક બનાવે છે, કોને પણ રાજા બનાવે છે. ધનાઢ્યોને પણ નિર્ધન કરે છે. નિર્ધનોને પણ ધનવાન કરે છે. નિરોગીઓને પણ રોગી કરે છે અને રોગીઓને પણ સાજા કરે છે. શોકવાળાઓને પણ શોક વગરના કરે છે અને શોક વિનાઓને શોકવાળા કરે છે. સુખીઓને પણ દુઃખી કરે છે, દુઃખીઓને પણ સુખી કરે છે. આ પ્રમાણે આ સમર્થ અને વિચિત્ર રૂપવાળો દેવ-મનુષ્ય અને નારકોથી થયેલા અસંખ્ય પાત્રોથી અને તિર્યંચના અનંતા પાત્રોથી મોહરાજા વડે સૂત્રિત કરાયેલ નાટકને નચાવતો આ નાટકપ્રિય કર્મરાજા આનંદને પામે છે. આ કર્મરાજા ચારિત્ર ધર્મના પક્ષમાં હોય ત્યારે શુભ રૂપે પ્રવર્તે છે બાકીના સમયે મોહરાજાના પક્ષને સદા પોષે છે. જે પક્ષમાં આ વર્તે છે તેનો જય નિશ્ચિત છે. અન્ય પક્ષનો પરાજય થાય છે. કર્મરાજાની બંને પક્ષમાં સાધારણતા કહેવાઈ છે. કર્મરાજાની બંને સૈન્યોને વિશે પણ સાધારણતા જાણીને મોહરાજા ગુસ્સે થયો. બીજા કોઇક વખતે મોહરાજાએ તેને આ પ્રમાણે કહ્યું કે જેમ અમે હંમેશા તારા હિતને કરીએ છીએ, પ્રિય બોલીએ છીએ, અમે હંમેશા આ તમારા પ્રિયનાટકને કરતા રહીએ છીએ. પણ આ સદાગમ વગેરે હંમેશા તમારા ભંગને કરે છે કારણ કે તેઓ પાત્રોને ખેંચીને નિવૃત્તિ (મોક્ષ)માં મૂકે છે. તો પણ તેઓના પક્ષને આશ્રયીને અમો હંમેશા આપના એક વડે પીસાયા છીએ તેનું શું કારણ છે? તે અમે જાણતા નથી કારણ કે તમારી વિચિત્ર પ્રકારની ચેષ્ટાને કોણ જાણે? પછી હસીને, મસ્તક પર ચુંબન કરીને અને આદરથી ભેટીને અશ્રુસહિત નેત્રવાળા કર્મસંચય રાજાએ આમ કહ્યું કે હે વત્સ! હું સદાગમની ચેષ્ટાને જાણું છું. તું જે કહે છે તે તેમજ છે તેઓ મારો પણ
201