________________
રત્ન નથી, એવી કોઈ નીતિ નથી, એવો કોઇ ધર્મ નથી, એવું કોઈ કર્મ નથી, એવો કોઈ વિલાસ-આચાર કે નેપથ્ય (શણગાર) નથી, એવી કોઇ વ્યવહાર ક્રિયા નથી અને ક્યાંય પણ એવું નાટક નથી કે જે તે નગરમાં ન હોય કે ન દેખાતું હોય! અમારા વડે અહીં શું કહેવાય? તે નગર સર્વમય છે. (અર્થાત્ તે નગરમાં જગતના સર્વભાવો વિદ્યમાન છે) આ નગરમાં બે સૈન્યો છે, એક ધર્મ સૈન્ય અને બીજું પાપ સૈન્ય એમ બંને સૈન્યો અનંત કાળથી રહેલા છે અને પરસ્પર ગાઢ વિરોધી અને મહાબળવાન છે.
વશ કરાયા છે ત્રણ જગત જેના વડે, સર્વ જીવોનું અહિત કરનાર એવો મોહરાજા નામનો રાજા પાપ સૈન્યનો નેતા છે. તે આ પ્રમાણે
આ મોહરાજા પોતાની આજ્ઞામાં ઈન્દ્રોને પણ વર્તાવે છે. ચક્રવર્તીઓને પણ પોતાની આજ્ઞામાં પ્રવર્તાવે છે. સર્વ રાજાઓને ચાકર બનાવે છે, અમાત્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ આદિ સામાન્ય લોકોને દાસ બનાવે છે પછી અદેવોને વિશે દેવ બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે. અગુરુઓને વિશે ગુરુ બુદ્ધિ તથા અતત્ત્વોને વિશે તત્ત્વોનો અધ્યવસાય (પરિણામ) ઉત્પન્ન કરાવે છે. અવસ્તુઓને વિશે મહારાગને ઉત્પન્ન કરાવે છે, સત્કૃત્યપક્ષનો સર્વથા ત્યાગ કરાવે છે, મહાપાયવાળી ક્રિયામાં પ્રવર્તાવે છે. હિંસાને કરાવે છે, ખોટું બોલાવે છે. અદત્તાદાનને ગ્રહણ કરાવે છે. પરસ્ત્રીઓનું સેવન કરાવે છે, મહારંભ અને પરિગ્રહમાં આસક્ત બનાવે છે, રાત્રીભોજનમાં મહાસક્તિને ઉત્પન્ન કરાવે છે. ક્રોધરૂપી મહાગ્નિમાં ફેંકે છે. માનરૂપી પર્વતના સમૂહથી ટેકો આપે છે. દુષ્ટમાયા રૂપી સાપણીના મુખથી ડંસે છે. લોભ રૂપી મહાસાગરમાં પાડે છે. પુત્રાદિના પ્રેમના બંધપાશોથી બાંધે છે, પત્ની આદિ રૂપી અનુરાગ બેડીઓથી બાંધે છે. પછી સમૃદ્ધિઓથી પછાડે છે, હલકાઈને ઉત્પન્ન કરે છે, દીનતાને ઉત્પન્ન કરે છે, શોગ્યતા (ગમગીનતા) ને પ્રાપ્ત કરાવે છે, દુર્ગતિમાં લઈ જાય છે, મહાનરકોમાં ફેંકે છે, તિર્યંચોમાં લઈ આવે છે, કુમાનુષપણામાં લઇ આવે છે અને ત્યાં દારિદ્રય-દૌર્ભાગ્ય, પરપરિભવાદિ, વિટંબનાઓથી વિલંબના કરે છે. પાપક્રિયાઓમાં પ્રવર્તાવે છે અને ફરીથી નરકાદિમાં લઈ જાય છે
આ પ્રમાણે મોહરાજા દુઃખના સમૂહથી પીડાયેલા જીવોને ભવરૂપી સાગરમાં ભમાડે છે તેથી તે જીવોનો અહિત છે (અર્થાત્ અહિતને કરનારો છે) એમ કહેવાય છે તથા મોહરાજાની આજ્ઞાને કરનારાઓનું સૈન્ય અનંત છે અને કોપ-અહંકાર-લોભ વગેરે સૈન્યો વડે મોહરાજાની જેમ જીવોનું સદા અહિત કરાય છે.
ચારિત્ર ધર્મ નામનો રાજા ધર્મ સૈન્યનો નાયક છે અને સમ્યગ્દર્શન -સદ્બોધ- સદાગમ - શમ -આર્જવ- ગાંભીર્ય- મા-ઔદાર્ય- સત્ય- શૌચ-દમ આદિ અનંત સુભટોથી યુક્ત તે ધર્મરાજા જીવોનું હિત છે અર્થાત્ હિત કરે છે તે આ પ્રમાણે
આ ચારિત્ર ધર્મરાજા દેવોને વિશે દેવબુદ્ધિને ઉત્પન્ન કરે છે, ગુરુઓને વિશે ગુરુબુદ્ધિ, તત્ત્વોને વિશે તત્ત્વરુચિને ઉત્પન્ન કરે છે. અવસ્તુઓને વિશે રાગથી છોડાવે છે. સક્રિયામાં પ્રવર્તાવે છે. પોતાની જેમ સર્વ જીવસમૂહનું રક્ષણ કરે છે. અસત્યનો ત્યાગ કરાવે છે. ચોરીનું નિવારણ કરે છે, અબ્રહ્મનો નિષેધ કરે છે, આરંભ અને પરિગ્રહમાં આસક્તબુદ્ધિને ઢીલી કરે
200