________________
છે કે હે ભગવન્! એકાએક રાંકડાના ઘર પર થયેલી રત્નવૃષ્ટિ સમાન પોતાના આગમથી અમે અનુગૃહીત કરાયા છીએ. હે સ્વામિન્ ! મને કુમારપણામાં કોઈક અને કેટલાક મુનિસંસર્ગ થયો. પરંતુ ત્યારે બાળબુદ્ધિને કારણે તેવા પ્રકારના પરમાર્થને નહીં જાણવાથી કંઇપણ આત્મહિત ન કરાયું. તે મુનિ મહાત્માઓ વડે કંઇક સંસ્કાર માત્ર વાસિત કરાયો અને પછી રાજ્યના ભારરૂપી ગાઢ અંધકાર રૂપી પટલથી નાશ કરાયા છે સંસ્કાર જેઓના, વિષયોથી મૂચ્છિત થયા છે મન જેઓના, સર્વથા નથી થયા સાધુઓના દર્શન જેઓને એવા અમારે આટલો કાળ પસાર થયો. પછી હમણાં સૌથી છેલ્લા વિરામ સમયે જાગતા એવા મારા વડે કંઇક પણ વિચારાયું - અહો ! કોડો અપરિમિત મહારંભથી કરાયેલા પ્રચુર પાપના સંચયવાળા ભવાંતરને પ્રાપ્ત થયેલા એવા મારે પાપના વિપાક કાળે કોણ શરણ થશે? એ પ્રમાણે કોઇક મુનીને જ જોઉં તો તેમને પૂછું. ફક્ત પૂર્વે પ્રાપ્ત કરાયેલ મુનિ સંસર્ગ રૂપી શ્રેષ્ઠ વહાણથી પરિભ્રષ્ટ થયેલા, સંસાર રૂપી મહાસમુદ્રમાં ડૂબેલા, મહાપાપના કર્મવાળા, એવા અમારા જેવાઓને આ દુર્ઘટ છે, એ પ્રમાણે ખેદ સહિત હું બાકીની રાત્રીને પસાર કરીને, પ્રાભાતિક કૃત્ય કરીને જેટલામાં સભામાં બેસું છું તેટલામાં મરુભૂમિના મુરાફર વડે જેમ મહાસરોવર પ્રાપ્ત કરાય તેમ, ચાતક મૂલવડે ઉનાળામાં વૃષ્ટિ પ્રાપ્ત કરાય તેમ, પ્રચંડ સૂર્યના કિરણોથી સંતાપ પામેલા વડે આ વૃક્ષોની શ્રેણી પ્રાપ્ત કરાય તેમ, મહારોગથી ઉપદ્રવિત થયેલ વડે અમૃતથી ભરેલી કૂપિકા પ્રાપ્ત કરાય તેમ, મારા વડે પણં આપના આગમનની વાર્તા પ્રાપ્ત કરાઈ અને વાર્તા સાંભળ્યા પછી તરત જ મહાલડાઇમાં શસ્ત્રોના રામૂહથી હણાતા મહાકાયરને જેમ શરણ્ય એવા સુભટની સહાય પ્રાપ્ત થાય તેમ હર્ષના ઘણાં રામૂહવાળો એવો હું તમારા બે ચરણને પ્રાપ્ત થયો છું, તેથી મારા ઉપર કૃપા અને કરૂણા કરીને કહો કે મને ત્યાં કોણ શરણ થશે? દાંતના કિરણોથી નાશ કરાયો છે અંધકાર રૂપી પટલ જેના વડે એવા મુનીન્દ્ર કહે છે કે હે મહારાજ ! તારા જેવા બીજાઓએ જેનું શરણું સ્વીકાર્યું છે તેઓ તને ત્યાં શરણ થશે. વિશેષથી અમારા જેવાઓએ જેનું શરણું કર્યું છે તેઓ તને શરણરૂપ થશે. આ સાંભળીને રાજાએ વિસ્મયથી કંઈક હસીને કહ્યું કે હે ભગવન્! mતને શરણ એવા આપને પણ બીજો કોઈ શરણ છે તેથી અમને મોટું આશ્ચર્ય છે તેથી આ શી ઘટના છે તે તમે જણાવો. તેથી મુનીશ્વર કહે છે કે હે મહારાજ!આ કથા ઘણી મોટી છે અને તમે વ્યગ્ર (અન્ય પ્રવૃત્તિમાં ડૂબેલા) છો તેથી અહીં શુ કહેવાય? રાજા કહે છે તે ભગવન્! આપ એ પ્રમાણે ન બોલો જેણે અમૃતનું પાન કર્યું હોય એવો મંદ પણ વિષ પીવાને ઉત્સુક થતો નથી. મોરને મેઘના આગમનની જેમ પ્રતીક્ષા કરતા એવા જેમની પાસે તમારું આગમન થયું તેને બીજો ક્યો વ્યાપ હોય? તેથી કોઈપણ વિકલ્પ વિના પૂજ્યો મારા બે કાનને લાંબા સમય સુધી પોતાના વચન રૂપી અમૃતના પ્રવાહના પ્રક્ષેપથી ખુશ કરો. પછી કેવળીએ કહ્યું કે અમે આ કંઈક જણાવીએ છીએ તે સાવધાન થઈ સાંભળો
ખરેખર લોકનો નિવાસ, સર્વ સંપદાનું ઘર, સર્વ ઉત્તમ પુરુષોથી નહીં મૂકાયેલ સ્વપરના વિભાગથી રહિત, શાશ્વત, મહાન, સમસ્ત આશ્ચર્યોનું ઘર, લોકોદર નામનું નગર છે. એવો કોઈ વર્ણ નથી, એવી કોઈ જાતિ નથી, એવું કોઈ ગોત્ર નથી, એવું કોઈ કૂળ નથી. એવું કોઈ કરીયાણું નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઇ વિદ્યા નથી, એવું કોઈ ધન નથી, એવું કોઈ
199