________________
સમગ્ર પણ નગર ઊંચા કાનવાળું થયું. દેવીઓના ચરણમાં રણકાર કરતા ઝાંઝરના આવાજથી મિશ્રિત મણિની ઘુઘરીઓના ઝમકારથી સંપૂર્ણ ગગન મંડળ ક્ષણથી જેવા યોગ્ય થયું. અફળાવાયેલ અતિ ભયંકર દેવ દુદુભિના અવાજથી પૃથ્વીનું વલય જાણે શીઘ્ર બહેરું થયું.
પછી એકાએક જ કંઇક ઉત્સહિત થઇને સર્વ રાજાઓની મંડળીથી શોભિત અને સભામાં રહેલ લોકથી સહિત જ અને કંઇક ભાલતલ અને નીચા કરેલ મુખ પર મુકાયો છે ડાબા હાથનો કરતલ તથા કમળદળના પાંદડી જેવા કોમળ દાઢીના ખૂણા પર જમણી ભુજાના કરતલ વડે કરાયો છે ટેકો જેના વડે, સ્થિર અને એકાગ્ર કરાયા છે કર્ણ યુગલ જેના વડે, વિસ્ફારિત અને સ્થિર છે આંખો જેની એવો રાજા અહો ! આ શું એ પ્રમાણે વિસ્મય - હર્ષ અને ઉત્કંઠાપૂર્વક લાંબા સમય સુધી જેટલામાં જુએ છે તેટલામાં લલાટપટના કિનારા પર રચાયેલ છે ઘટ ચંદનનું તિલક જેનાવડે, હાથમાં રહેલ સ્કુરાયમાન થતો છે સુવર્ણ દંડ જેનો, ભરાવદાર સ્તન પીઠ પર આળોટતા નિર્મળ આંબળા જેવડા મોતીના હારથી શોભતી એવી પ્રતિહારી પ્રવેશીને અને પ્રણામ કરીને જણાવે છે કે દેવ વડે નિયુક્ત કરાયેલ, પૂર્વ દિશાનો ઉઘાનપાલક પ્રતીક્ષા ભૂમિપર હર્ષ પૂર્વક ઊભો છે તેને શો આદેશ કરવો ? તેને જલદીથી પ્રવેશ કરાવો, પછી પ્રતિહારીએ તે પ્રમાણે જ કર્યું. પછી વિનયથી પ્રણામ કરીને, મસ્તક પર મૂકાયેલ છે હાથની અંજલિ જેનાવડે એવો ઉધાનપાલક બોલ્યો કે - ઘણાં દેવ - મનુષ્યો - ખેચરના સમૂહથી યુક્ત, પવિત્ર કરાયો છે પૂર્વદિશાના ઉદ્યાનનો ભૂમિ ભાગ જેનાવડે, સુગૃહીતનામધેય એવા ભુવન - ભાનુ કેવલીના આગમનથી આ દેવ સહર્ષ વધામણી કરાય છે.
પછી ઉઘાનપાલકનું વચન સાંભળ્યા પછી જાણે અમૃતથી ન સિંચાયો હોય ! એકાએક : મલય પર્વતના ચંદનના રસથી જાણે વિલેપન ન કરાયો હોય ! રાગી થયેલી ત્રણ ભુવનની લક્ષ્મીથી જાણે આલિંગન ન કરાયો હોય ! જાણે આનંદ સાગરમાં ડૂબેલો, ક્ષણથી વિકસિત થઇ છે આંખો જેની એવો રાજા ન કહી શકાય એવા કોઇક સુખને અનુભવીને પારિતોષિક રૂપે ઘણું દાન આપ્યું. ભ્રૂકુટિના ભંગ માત્રથી તૈયાર કરાઇ છે સમગ્ર સામગ્રી જેનાવડે એવો રાજા કૈલાસ પર્વતનું અનુકરણ કરનાર મહાહાથીના શ્રેષ્ઠ સ્કંધપર આરૂઢ થયો. દેવોના સમૂહવડે મથન કરાતા ક્ષીર સમુદ્રના સફેદ ફીણના સમૂહ જેવા સફેદ મહાપુંડરીક કમળથી અટકાવાયો છે સૂર્યનો તાપ જેની ઉપર, શરદઋતુના સુંદર ચામરના સમૂહથી વીંઝાવાતું છે શરીર જેનું એવો, હાથીઓના સમૂહથી વીંટળાયેલ ઘોડાઓના સમૂહથી વીંટળાયેલ, રત્નોથી બનાવાયેલ રથોના સમૂહથી પરિવરિત, ક્રોડો સુભટોથી શોભતો, ક્રમથી પૂર્વ દિશાના ઉદ્યાનમાં પહોંચ્યો. ભગવાન કેવલીની ચક્ષુ ગોચરમાં આવ્યા પહેલા રાજા હાથી ઉપરથી ઊતર્યો. પછી અતિખુશ થયેલ, કમળને ત્યજીને, મસ્તક પરથી મુકુટ ઊતારીને તાંબૂલનો ત્યાગ કરીને, શસ્ત્રોને છોડીને, રત્નપાદુકા ઊતારીને, જળના પ્રક્ષાલન વડે કરાઇ છે હાથ, પગ અને મુખની વિશુદ્ધિ જેના વડે, વિનયથી નમેલું છે મસ્તક જેનું, મળેલી છે હાથ રૂપી કળી જેની, કરાયા છે એકાગ્ર આંખ અને મન જેનાવડે એવો રાજા વિદ્યાધર - દેવ - મનુષ્યોથી પૂર્ણ સભામાં પ્રવેશ કરીને, મહાસુવર્ણ કમળપર બેસેલા કેવલી ભગવંતને અતિશય ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરીને, પ્રણામ કરીને અને સ્તવના કરીને, સમુચિત પ્રદેશમાં બેઠો. બે હાથ જોડીને વિનયપૂર્વક કહે
198