________________
દેવોની તેજોલેશ્યાને ઓળંગે છે યાવત્ બાર મહિનાના પર્યાયવાળો શ્રમણ નિર્ણય અનુત્તરોપપાતિક દેવોની તેજલેશ્યાને ઓળંગે છે.
અર્થનો ક્ષય (ધનનો વ્યય) અને દેહનો ક્લેશ (શારીરિક શ્રમ) એ બે સેવા - વાણિજ્ય - કૃષિ - આદિ કર્મમાં પ્રવૃત્ત થયેલાઓને સર્વત્ર દેખાય છે. પરંતુ તરત લાભ તેમને દેખાતો નથી પણ ક્રમથી લાભ દેખાય છે તેમ ધર્મ વિશે પણ જાણવું. તેથી વિસ્તારથી સર્યું. અહીં ઘણું કહેવા યોગ્ય છે પરંતુ ગ્રંથની ગહનતાના પ્રસંગથી કહેવાતું નથી. તેથી આ નિશ્ચિત થયું છે કે –
જેવી રીતે સર્ભેષજ અને પથ્યાદિના ઉપયોગથી જ તુરત કે કમે કરીને રોગની નિવૃત્તિ (નાશ) થાય છે તથા વાણિજ્યાદિની ક્રિયાથી જ અર્થ લાભ થાય છે તેવી રીતે સદ્ધર્માનુષ્ઠાનથી જ જન્મ – જરા - મરણ - રોગ આદિ ઉપદ્રવના સમૂહનો સર્વથા નાશ થાય છે. બીજી રીતે નહીં. એ પ્રમાણે બલિરાજેન્દ્રની જેમ બધાએ પણ પ્રયત્નથી ધર્મ જ કરવો જોઇએ. “આ બલિનરેન્દ્ર કોણ છે? એ પ્રમાણે તમારો પ્રશ્ન હોય તો જવાબ અપાય છે.
બલનરેન્દ્રની કથા આ જંબુદ્વીપમાં મેરુની પશ્ચિમ દિશામાં ગંધિલાવતી નામનું વિજય છે અને તે વિજયમાં સર્વ સંપત્તિઓનો નિવાસ, સર્વ વિલાસોનું સ્થાન, સમસ્ત સવ્યવહારોનું ઘર, સર્વ પાપવ્યાપારોનું અસ્થાન (પાપવ્યાપારથી રહિત) ધર્મ કાર્યોનું ધામ, માટીના કિલ્લાથી વીંટળાયેલ અતિ ગંભીર ખાઈધી રક્ષણ કરાયેલ, સમગ્ર ઐશ્વર્યોનું ધામ, અતિ વિસ્તીર્ણ, પૃથ્વી રૂપી સ્ત્રીના તિલક રામાન એવું વિજયપુર નામનું નગર છે. કામિનીઓને સુંદરતાની પ્રાપ્તિની વારાનાનો ભ્રમ (૭) કરાવનાર અને તે નગરમાં હજારો રાજાઓને આરાધ્ય, સત્ત્વશાળીઓમાં શિરોમણિ, પરાક્રમીઓમાં અગ્રેસર, સમગ્ર સંપદાઓનું ભાજન, બુદ્ધિરૂપી નદીઓ માટે રામુદ્ર સમાન, મહામંત્રીઓને આશ્ચર્યચકિત કરનાર, સુંદરતાની પ્રાપ્તિથી કામિનીઓને કામદેવના વિભ્રમને કરનાર (અર્થાત્ એવા પ્રકારનું રૂપ પ્રાપ્ત થયું છે જેથી કામિનીઓને તેનામાં કામદેવના દર્શન થાય છે.) મહાહાથીના કુંભ સ્થળ પર અફળાવવાથી કઠોર થયેલ હાથથી પકડાયેલ વાળોથી ખેંચાયેલ શત્રુ સ્ત્રીઓની સાથે સતત કરાયેલ છે કીડા જેના વડે, પ્રબળ દુશ્મનના સૈન્ય રૂપી પર્વતના સમૂહને દળવા માટે વજ સમાન એવો ચન્દ્રમૌલિ નામે મહારાજા છે. સમસ્ત દિશા રૂપી વલયમાં ફેલાયેલી કીર્તિરૂપી સીના રમણીય પતિને અનુસરનાર, દંડમાત્રથી સધાયા છે રાજાઓના રાજાઓ જેનાવડે, સર્વ રાજાઓને ઈચ્છિત ન્યાય, આશા, ઐશ્વર્યથી સમૃદ્ધ એવા વિપુલ રાજ્યનું પાલન કરનાર ક્યારેક કોડો સુભટોથી નિરંતર ભરપૂર એવા સભા મંડપમાં અલંકૃત કરાયેલ મહારત્નના સિંહાસન પર બેસે છે ત્યારે ઊગેલા અનેક સૂર્યમંડળથી ચઢિયાતા શ્રેષ્ઠ તેજ સમૂહથી જલદીથી જ પૂર્વદિશા રૂપી સ્ત્રીનું મુખરૂપી કમળ ઉદ્યોતિત થયું. ધીમે ધીમે પ્રવૃત્ત થયેલ સુગંધી શીતળ પવનના રામૂહથી એકાએક ચારે તરફ સંપૂર્ણ રાજા પ્રફુલ્લિત થઈ. કોયલ જેવા કિન્નરગણો વડે ગવાતા મધુર ગીતોનો ધ્વનિ એકાએક ઘણો ઉછળવાથી
(૪૭) કામિની સ્ત્રીને પોતાને પ્રાપ્ત થયેલ સુંદરતાનો જે ગર્વ (સંસ્કાર =વાસના) હતો તેને ભાંગનાર
197