________________
છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. ધર્મ નિત્ય થયો.)
પૂર્વપક્ષ ઃ વૃક્ષભવન ધનાદિમાં પણ કથંચિત્ નિત્યતા છે તેથી કંઈપણ અનિત્ય નહીં રહે. જૈન ઃ ના,આ રીતે સર્વ વસ્તુઓ નિત્ય બની જતી નથી. તત્ત્વાર્થ સૂત્ર છે કે અર્પિતાનર્વિતસિદ્ધેઃ (૫-૩૧) જ્યાં જે પર્યાય કોઈપણ કારણથી (અપેક્ષાથી)ઉત્કૃષ્ટ પણે વિવક્ષા કરાય છે ત્યાં તે પદાર્થથી જ વ્યપદેશ પ્રવર્તે છે બીજાથી નહીં અને મોક્ષમાં અનંતસુખ છે, અનંતજ્ઞાન છે, અનંતદર્શન છે, સિદ્ધત્વાદિપર્યાય નિત્ય છે એના ઉત્કૃષ્ટપણાની વિવક્ષાએ મોક્ષ નિત્ય છે એમ વિવક્ષિત કરાયો છે. હવે જો ‘ધર્મ અનિત્ય છે' એવો વ્યપદેશ કરાય તો મોક્ષ સાધક અનુષ્ઠાનમાં મુમુક્ષોની પ્રવૃત્તિનો અભાવ થશે તેથી ધર્મનો તેવો વ્યપદેશ કરાતો નથી. હવે જે મોક્ષપણ અનિત્ય છે એવો વ્યપદેશ કરાય તો મોક્ષ સાધક અનુષ્ઠાનમાં મુમુક્ષોની પ્રવૃત્તિનો અભાવ થશે તેથી મોક્ષનો તેવો વ્યપદેશ કરાતો નથી. હવે જો તેમાં (ધર્મમાં) પણ વિશ્વાસ નહીં રહેવાથી મોક્ષને સાધી આપનારા કઠીન અનુષ્ઠાનોમાં મુમુક્ષો પ્રવૃત્તિ નહીં કરે. તેથી ધર્મ પણ મોક્ષરૂપ નિત્ય કાર્યને સાધનારો હોવાથી ધર્મ પણ નિત્ય કહેવાય છે.
‘નહિ તેનાપિ વિધીયમાનેન ફરારીરે'ત્યાદ્રિ એ પ્રમાણે જે કહ્યું છે તે પણ અયુક્ત છે. ‘ધર્મારાધનની શરૂઆત કરાય કે તુરત જ શરીરની સમૃદ્ધિ આદિનો વિનાશ અટકી જાય છે’ એમ અમે નથી કહેતા.
પૂર્વપક્ષ : તો તમે શું કહેવા માગો છો ?
જૈન : અમે એમ કહીએ છીએ કે ધર્મારાધનની શરૂઆત કરાય પછી ક્રમે ક્રમે શરીરની સમૃદ્ધિ આદિનો વિનાશ અટકે છે. જેવી રીતે સદ્વેષજનો પ્રયોગ કરવામાં આવે તો વ્યાધિની અવિચ્છિન્ન પરંપરા (સાતત્ય) ક્રમશઃ છેદાય છે તેમ ધર્મથી પણ જન્મ - જરા - મરણાદિ ઉપદ્રવો ક્રમશઃ છેદાય છે.
પૂર્વપક્ષઃ સભૈષજ ક્યારેક તુરત જ રોગના નાશને કરતો દેખાય છે. પણ ધર્મ તુરત રોગને નાશ કરતો જણાતો નથી.
જૈન ઃ તમારી આ વાત પણ બરાબર નથી કેમકે પંચ પરમેષ્ઠિ નમસ્કારના સ્મરણ રૂપ ધર્મમાર્ગથી દારિદ્રય, ઝેર, સાપ, શાકિની, ભૂત આદિના ઉપદ્રવો ક્યાંક તુરત જ નાશ થતાં દેખાય છે. મરુદેવી સ્વામિની વગેરે અનંતા અંતકૃત કેવળીઓને પણ ચારિત્ર ધર્મના આચરણથી તુરત જ જન્મ - મરણ - રાગ - દ્વેષાદિ સર્વ ક્લેશોનો વિચ્છેદ સંભાળાય છે તેથી જે તમે વાત કરી કે સદ્વેષજ ક્યારેક રોગનો તુરત નાશ કરે છે તે વાત ધર્મમાં પણ સમાન જ છે.
પૂર્વપક્ષ ઃ દરરોજ પ્રયોગ કરાતું સદૌષધ થોડું, વધુ, વધારે અને ઘણું વધારે, એ ક્રમથી ગુણ વિશેષને બતાવે છે પણ ધર્મ તેવો કોઇ ગુણ વિશેષ બતાવતો નથી.
જૈન ઃ તમારી આ વાત પણ બરાબર નથી તે આ પ્રમાણે
રંકે પણ સદ્ગુરુની પાસે વિધિવત્ ચારિત્ર ધર્મ સ્વીકાર્યો હોય તો તુરત જ સકલ જનની પૂજનીયતાને પ્રાપ્ત કરે છે. અતિ દુઃખે કરીને પ્રાપ્ત થતાં વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, ભેષજાદિ સત્કારને પ્રાપ્ત કરાવી આપે છે અને દરરોજ સૂત્રરૂપી અમૃતના પાન કરનારને પ્રશમાદિ ગુણની વૃદ્ધિથી સુખની વૃદ્ધિ થાય છે અને કહ્યું છે કે - એક માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર
196