________________
જીવ ભુવનતળની અંદર ભમે છે. - ૧૪
તેથી ગુરુપણ અર્થ-કામના ઉપદેશના દાનથી સહાય કરે તો એ સ્પષ્ટ જ છે કે આ (અર્થકામનો ઉપદેશ) બળતા ઘરમાં આહુતિના ક્ષેપ જેવું છે.
અર્થકામની દેશના ઉન્માદિતને મોરના ટહુકા જેવી છે. તરસ્યાને તપેલા સીસાના પાન કરાવવા જેવી છે, ક્ષત પર ક્ષારના ક્ષેપ જેવી છે અથવા લટકતાના પગ ખેંચવા જેવી છે અથવા ડુબતાના ગળામાં પથ્થર બાંધવા જેવી છે, વિષથી મૂચ્છિતને સાપ કરડવા જેવી છે અથવા માળા પરથી પડેલાના માથા પર ઘણના ઘા મારવા સમાન છે. (૧૫-૧૬-૧૭) તેથી પરોપકાર કરવાના અથઓએ સર્વજીવોને જિનધર્મનો ઉપદેશ જ આપવો અથવા જિનધર્મનું જ દાન કરવું (અર્થાત્ તાદિ ઉચ્ચરાવવા) કારણ કે કહ્યું છે કે -
જે પરમાર્થ બાંધવ વડે (જે પરોપકાર કરે છે તે જ પરમાર્થથી ભાઈ છે) આ જિનધર્મ અપાયો છે તેના વડે દેવ-મનુષ્યોના સઘળાં સુખો અને મોક્ષસુખ અપાયું જ છે.
તેઓ મિત્ર છે, તેઓ હિતને ઈચ્છનારા સ્વજનો છે અને તેઓ જ ખરા બાંધવ છે જેઓ અતિશય દુર્લભ અને સુખનું કારણ એવા જિનધર્મનું પ્રદાન કરે છે. (૨૦) જો કે દાનાદિના (દાન-શીલ-તપ અને ભાવ) ભેદથી ધર્મ ચારપ્રકારનો છે તો પણ અહીં (આ ગ્રંથમાં) ઉત્તમ એવા ભાવધર્મની વિવેક્ષા છે. (૨૧) જે ભાવનાદિથી રહિત દાનાદિક ઈષ્ટ ફળ (મોક્ષ ફળ) ને આપતા નથી પણ દાનાદિથી (નિરપેક્ષ) રહિત ભાવધર્મ સ્વર્ગ અને મોક્ષના ફળને આપે છે. (૨૨) તેથી ભવભાવનાના ઉપદેશ અને દાનાદિના વ્યતિકર (પ્રસ્તાવ) થી રચાયેલ આ ગ્રંથમાં આચાર્ય ભગવંત પ્રથમ મંગલાદિને કહે છે. (૨૩)
मूल : णमिऊण णमिरसुरवरमणिमउडफुरंतकिरणकब्बुरिअं।
बहुपुन्नंकुरनियरंकियं व सिरिवीरपयकमलं ॥१॥ • 'छाया-नत्वा नम्रसुरवरमणिमुकुटस्फुटकिरणकर्बुरितम्। बहुपुण्याङ्करनिकराङ्कितमिव श्रीवीरपदकमलम् ॥१॥ सिद्धंतसिंधुसंगयसुजुत्तिसुत्तीण संगहेऊणं । मुत्ताहलमालंपिव रएमि भवभावणं विमलं ॥२॥ सिद्धान्तसिन्धुसंगतसुयुक्तिशुक्तीः संगृह्य । मुक्ताफलमालामिव रचयामि भवभावनां विमलाम् ॥२॥
ગાથાર્થ નમવાના સ્વભાવવાળા શ્રેષ્ઠ (સમન્ દષ્ટિ) દેવોના મણિમય મુકુટમાંથી સ્કુરાયમાન થતી કિરણોની શોભાવાળા, પ્રચુર પુણ્યભારથી શોભિત શ્રી વીરજિનેશ્વરના ચરણરૂપી કમળને નમસ્કાર કરીને, સિદ્ધાંત રૂપી સમુદ્રમાં રહેલી સુયુક્તિ રૂપી શક્તિઓને વીણીને ભવભાવના રૂપી નિર્મળ મોતીની માળાને હું રચું છું. ૧-૨ व्याख्या 'रएमि' इति क्रिया, रचयामि-निर्वर्त्तयामि, कां ?- 'भवभावनां' भवन्ति पुनः पुनः प्राणिनोऽस्मिन्निति भवः-चतुर्गतिकः 'संसारस्तस्य सकलमपि स्वरूपं संवेगनिर्वेदोत्पादनाय पौनःपुन्येन भाव्यते-विमृश्यते यस्यां ग्रन्थपद्धतौ सा भवभावना, ता, किं कृत्वेत्याह-'नमिऊण' नत्वेत्यर्थः, किं तदित्याह-श्रीमन्महावीरजिनपदकमलं, कथंभूतं तदित्याह
3