________________
ગ્રંથ પ્રારંભ રત્નાવલીની જેમ એકલી પણ ઉપદેશમાલા ભુવનને શોભાવે છે તે મોતીની માળા સમાન ભવભાવનાનું અમે શું કહીએ ? (અર્થાત્ ભવભાવનાની વિચારણા સંસારસાગરને તરવા શ્રેષ્ઠ ઉપાય છે) - ૧
તે (સંસાર રૂપ સાગર તરવાના) કારણથી મારા વડે આ ભવભાવના પ્રકરણ રચાયું છે અથવા તેના બીજા સંબંધને કહું છું તેને તમે સાંભળો. - ૨
આ ભવસાગરમાં પડેલ જીવ નાવ સમાન જિનધર્મથી સંયુકત મનુષ્યપણું કોઈક રીતે (મહાકષ્ટથી) પ્રાપ્ત કરે છે. - ૩
મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી વિવેકી પુરુષોએ જિનધર્મની આરાધના કરીને પોતા ઉપર અવશ્ય ઉપકાર કરવો જોઈએ. નહીંતર તે પોતાને ઠગે છે. - ૪
કોઈક પુણ્યના યોગથી જે પણ પરોપકાર કરે છે તે પુરુષ સૌભાગ્યની ઉપર મંજરી ચઢાવે છે. - ૫
જગતમાં વિરલાઓને પોતા પર ઉપકાર કરવાની મતિ થાય છે તેનાથી વિરલતર જીવોની મતિ પરોપકાર કરવામાં થાય છે. - ૬.
પરોપકાર કરવાની મતિ થયા પછી પણ તેમાંથી પ્રચંડપુણ્યથી યુક્ત થોડા જીવોને પરોપકાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
તેથી પરોપકારનું મૂળ પોતા પર ઉપકાર છે અને તે સિદ્ધ થયા પછી ધીરપુરુષો - વડે આચરાયેલ પરોપકારમાં પ્રયત્ન કરવો જોઇએ. - ૮
કારુણ્યના સાગર, સિદ્ધ થયું છે પોતાનું કાર્ય એવા જિનેશ્વરો પણ ધમપદેશાદિથી બીજાઓ પર ઉપકાર કરે છે. - ૯
દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે પરોપકાર કહેલો છે. અર્થ અને કામના સાધનોના દાનથી જે ઉપકાર થાય તે પ્રથમ દ્રવ્ય ઉપકાર છે અને ધર્મના દાનથી જે ઉપકાર થાય તે બીજો ભાવોપકાર છે. - ૧૦
તેમાંનો દ્રવ્ય ઉપકાર અર્થમતિવાળા, ભવાભિનંદી, બાળબુદ્ધિ જીવોને હોય છે. તેથી દ્રવ્ય ઉપકાર ભવાભિનંદી જીવોને આનંદ આપે છે, ભાવ ઉપકાર વિવેકી પુરુષોને આનંદ આપે છે. - ૧૧
પ્રાયઃ અર્થકામ ભવરૂપી મહાવૃક્ષનું મૂળ જ છે. તેથી અપથ્ય જેમ રોગીનું અહિત કરે છે તેમ અર્થકામનો ઉપદેશ સ્વપરનું અનર્થ કરે છે. - ૧૨
નવરાદિભાવોમાં અર્થ અને કામ અનંતીવાર પ્રાપ્ત થયા છે અને તેના કારણભૂત દુઃખના સમુદ્રઘાતો અનેકવાર ભોગવાયા છે. - ૧૩.
તથા લોકોના હૃદયમાં કામાગ્નિ સ્વયં જ સળગે છે અને દ્રવ્યની પિપાસાથી તરસો થયેલો