________________
તેવો છે અને તેમાં પણ ગુરુ આલોક અને પરલોકમાં ઉપકારી હોવાથી ઘણાં દુઃખે કરી ઉપકારનો બદલો વાળી શકાય તેવો છે.
એ પ્રમાણે આગળ પણ જેટલામાં કંઈક કહે તેટલામાં શૈલરાજથી સંજ્ઞા કરાયેલ કુબેર કુમારે કહ્યું કે રે દુર્વિષ્પો ! સ્વયં જ જણાવેલ છે સકલ ત્રણ લોકનું તત્વ જેનાવડે એવા મને પણ શિખામણ આપનાર તમે કોણ છો ? તેથી તમે પોતાના (તમારા) બાપ પાસે જાઓ અને તેને આ પ્રમાણે શિખામણ આપો એમ કહીને ગળામાં પકડીને દરવાજાની બહાર કાઢ્યા. તેઓ જઈને રાજાને બધું નિવેદન કર્યું. રાજાએ વિચાર્યું કે અહો ! મારો પુત્ર શૈલરાજથી અધિષ્ઠિત કરાયો છે તેથી હું રાજ્યનો ત્યાગ કરું. મોહ મહા શત્રુ સૈન્યથી આ પ્રમાણે જીવો જ્યાં વિડંબના કરાય છે તે આ રાજ્યથી શું ? એમ વિચારીને કુબેર કુમારના રાજ્યાભિષેકની સામગ્રી તૈયાર કરાવી પરંતુ કોઈને આ વાત જણાવી નહીં. પછી બીજે દિવસે તેને બોલાવવાને નગરના મુખ્ય લોકોને મોકલ્યા.જઈને તેઓએ કુમારને પ્રણામ કરીને કહ્યું કે હે કુમાર! કંઇક મહાન પ્રયોજન છે તેથી એક ક્ષણ તમારે દેવની પાસે આવવું. પછી શૈલરાજથી સંજ્ઞા કરાયેલા કુબેરે તેઓને મંત્રીઓની સાથે કર્યા (અર્થાત્ મંત્રીઓને જે કહ્યું હતું તે જ આ લોકોને પણ કહ્યું.) તેથી વિલખા થયેલા તેઓ ગયા. પછી રાજાએ સામંતોને મોકલ્યા તેના પછી માંડલિકોને મોકલ્યા તેઓ પણ પૂર્વની રીતે જ જવાબ અપાયા. પછી તેની માતાને મોકલાવી તેણે માતાને પણ અવજ્ઞાથી જોઈ અને નિર્ભત્સના કરી. પરંતુ પરમ પુત્રના સ્નેહથી પ્રેરિત અને ખેદ નહીં પામેલી માતા તેના બે પગમાં પડીને મોટા કષ્ટથી કોઈપણ રીતે રાજા પાસે લઈ આવી. રાજાએ તેને મોટું આસન અપાવ્યું અને ભૃકુટી માત્રથી નમન કર્યા વગર કુમાર ઊંચુ મુખ કરીને આસન ઉપર બેઠો. પછી રાજાએ કહ્યું કે હે વત્સ! તારા શૌર્ય ગુણને સાંભળવાથી રંજિત થયેલ ઘણાં દેશોના રાજાઓએ પોતપોતાની કન્યાઓ આપવાને માટે દૂતોને મોકલ્યા છે તેથી પાણિગ્રહણ કરીને તે સર્વ રાજાઓના મનોરથો પૂરા કર તથા આ રાજ્યને ગ્રહણ કર જે થી તારો મહારાજ્યાભિષેક કરાય. લાંબો કાળ ભોગવાયેલ છે ભોગો જેના વડે એવા અમે પૂર્વે પુરુષોએ આચરેલા માર્ગને અનુસરશું. ભવરૂપી મહાસમુદ્રને તારનારી એવી જિનદીક્ષારૂપી મહાનૌકાનો અમે આશ્રય કરશું. પછી શૈલરાજવડે કરાયેલ ગાઢતર કાન ભંભેરણીવાળા કુમારે ભાલતલ પર ભૃકુટીને ચઢાવીને કહ્યું કે આ પ્રયોજનથી હું આટલા આગ્રહપૂર્વક અહીં લવાયો જ્યાં અમે પણ બીજા વડે અપાયેલ રાજ્યને ગ્રહણ કરીએ તો આ દિવસ કે રાત્રી નાશને ન પામે ? એ પ્રમાણે આક્ષેપપૂર્વક કહીને અને પેનીના પ્રહારથી આસનને હણીને ઉભો થયેલો દરવાજાથી નીકળતો આ અયોગ્ય છે એમ બધાવડે ઉપેક્ષા કરાયો અને સમ્યગ્દર્શન વડે પણ ઉપેક્ષા કરાયો. પછી મિથ્યાત્વ શૈલરાજાદિ મોહસૈન્ય માત્ર છે બીજો જેની સાથે એવો તે કુમાર નગરમાંથી બહાર નીકળ્યો. મહા-અટવીમાં પહોંચ્યો અને રાજાએ તેના નાના ભાઈ નીલને રાજ્યનો ભાર સોંપીને દીક્ષા લીધી અને જલદીથી મોક્ષને પ્રાપ્ત કર્યો. યુદ્ધ વખતે નાશી ગયેલા, અટવીમાં ભ્રમણ કરતા, કુમાર વડે હણાયેલા વાઘ પલ્લીપતિના પુત્ર એવા ચિત્રકવડે અટવીમાં ભમતો કુબેરકુમાર જોવાયો. કુમારને ચિત્રકની સાથે યુદ્ધ થયું. ચિત્રકે રૌદ્રધ્યાનને પામેલા કુમારને માર્યો. કુમારે પણ ચિત્રકને માર્યો. પછી કુબેર મહાનરકમાં ગયો અને ફરી માછલાદિના ભવમાં
232