________________
લવાયો અને તે ભવોમાં દુઃખી એવો તે ઘણાં કાલ સુધી ધારણ કરાયો. પછી કોઈક વખતે આ મહાપુર નગરમાં લવાયો અને પરમ શ્રાવક યથાર્થનામવાળા ધનાઢ્ય શ્રેષ્ઠિનો પુત્ર થયો અને તેનું પદ્મ એ પ્રમાણે નામ રખાયું.
અને ત્યાં બાલ્યકાળથી પણ રાગકેસરીની પુત્રી જેનું બીજું નામ બહુલિકા છે એવી અનંતાનુબંધી માયા વડે આ અધિષ્ઠિત કરાયો અને બહુલિકાના ઉદયથી નાના છોકરાઓની સાથે પણ કીડા કરતો તેઓને ઠગીને તેઓ પાસેથી ખાદ્ય વગેરે લે છે અને માયાની પ્રધાનતાથી પોતાની સજ્જનતાની પ્રસિદ્ધિ કરાવે છે અને વચનની ચતુરાઈથી તેઓને ખુશ કરે છે. આ પ્રમાણે મોટો થયેલ માતાને પણ ઠગે છે, પિતાનો પણ દ્રોહ કરે છે. ભાઇઓને પણ છેતરે છે, બેનને પણ ભોળવે છે, પરિજનને પણ ભ્રમમાં નાખે છે, કળાને ભણતો ઉપાધ્યાયને પણ ઠગે છે, સહાધ્યાયીઓને પણ ઠગે છે. ગૃહમંદિર કે મંદિરમાં માતા વગેરે વડે લઈ જવાયેલો દેવોની ઉદ્દામ સ્તુતિઓથી સ્તવના કરે છે અને મોકો જોઇને આગળ રહેલા સર્વ લાડુ આદિને લઈને ભક્ષણ કરે છે અને ઘંટ વગેરેને બગલમાં છૂપાવે છે અને મરાતો પણ પોતાના અપરાધને સ્વીકારતો નથી અને યુક્તિઓથી છૂપાવે છે. કોઈની પણ સાથે સદ્ભાવને પામતો નથી. પિતાને પણ પોતાનો અભિપ્રાય જણાવતો નથી, માતાની સાથે ખોટું બોલે છે અને આ પ્રમાણે બહુલિકા સાથે મોટો થતો આ સામાન્યથી સ્વજન કે પરજનને કોઇને પણ ઠગ્યા વિના છોડતો નથી. આથી ગાઢ ઉદ્વિગ્ન પામેલા માતાપિતા સગુરુની પાસે લઈ આવ્યા અને તેઓને નિવેદન કર્યું કે હે ભગવન્! અમારા ઘરે, ગોત્ર કે કુળમાં આવો માયાપ્રધાન કોઈપણ,
ક્યારેય પણ નોકરપણ થયો નથી તેથી કૃપા કરીને આપ તેવું કરો જેથી આ અમારા કુળને કલંક કરનારી માયાશીલતાને છોડે અને જૈન ધર્મમાં પ્રવર્તે. પછી અતિધર્મકથા કરવામાં નિપુણ, કરુણા પ્રધાન ગુરુવડે આ પ્રમાણે ધર્મદશના કરાઈ
માયાશીલ પુરુષ જો કે કંઈપણ અપરાધ કરતો ન હોય તો પણ પોતાના દોષથી હણાયેલો સાપની જેમ અવિશ્વાસુ થાય છે અને માયાવી જીવો હીનકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને વિશે તથા નરકોમાં એમ દરેક ભવોમાં અનંત દુઃખોને મેળવે છે. એ પ્રમાણેની દેશના કરાઈ કે જેથી કોઈક અનુકૂળ પરિણામથી તત્કાળ આની બહુલિકા મંદ થઈ. મિથ્યાદર્શન છૂપાઈ ગયો. સમ્યગ્દર્શન પ્રગટ થયો અને ઘણાં દિવસો સુધી તેની સેવા કરતો રહ્યો અને કોઈક વખત ઉત્પન્ન થયો છે વિશ્વાસ જેને એવા પિતાવડે પોતાની પાસે સુવર્ણની દુકાન પર બેસાડાયો. પછી ક્યારેક તેને વસ્ત્ર અર્પણ કરીને ભોજન કરવા ધનાઢ્ય શ્રેષ્ઠી ઘરે ગયો. અશ્વને વહાવતા રાજાના હાથમાંથી કોઈક મહામુદ્રા રત્ન નીકળી ગયું અને કોઈક ભૂમિ પર પડેલ તે રત્નને ઉપાડીને પદ્મ પાસે લઈ આવ્યો. પધે આ રત્ન રાજાનું છે તેમ જાણ્યું તો પણ અવસરને જાણીને, પૂર્વનું રૂપ કરીને બહુલિકાએ આને ઇશારો કર્યો કે તું આને લઈ લે. અને મારા બળથી તું સર્વ પાર પામીશ. આણે બહુલિકાના વચનને ચિત્તમાં ધારણ કર્યું અને તેની પાછળ જલદીથી મિથ્યાદર્શનાદિ મોહનું સૈન્ય આવ્યું તે જ પ્રમાણે સમ્યગ્દર્શન અદશ્ય થયો પછી તેણે કિંમતી મુદ્રા રત્નને પણ ઘણાં અલ્પમૂલ્યથી ખરીદું. આવેલા પિતાને આ ન જણાવ્યું. છૂપાવીને બીજી જગ્યાએ રાખ્યું. પછી રાજાએ પટહ વગડાવ્યો કે હમણાં જે મુદ્રારત્નને આપશે તે
233